પાડોશી રાજ્યની સરકારે કર્મચારીઓને આપી મોટી ગિફ્ટ હવે અઠવાડિયામાં આટલા દિવસ જ થશે કામ

મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડિયું મંજુર કર્યું છે. એટલે હવે કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસ કામ કરવું પડશે, અને 2 દિવસની રજા મળશે. આ નિર્ણય આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે અને આ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓને વર્તમાન સમયમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.

તેના સિવાય મહારાષ્ટ્ર સરકારે કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત કરી દીધું છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા 19 ફેબ્રુઆરીથી કોલેજોમાં રાષ્ટ્રગાન ગાવાનું કરી દેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, આ પહેલા ઠાકરે સરકારે બિન રહેણાંક ક્ષેત્રોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટને લઈને મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, બિન રહેણાંક ક્ષેત્રોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ 26 જાન્યુઆરીથી 24 કલાક ખુલ્લા રહી શકે છે. આ વૈકલ્પિક છે, આને ફરજીયાત કરવામાં નહિ આવે.

લંડન અને મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં નાઇટલાઇફનું ઉદાહરણ આપતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈએ પણ લોકોને રાત્રે એવી સુવિધા આપવાથી પાછળ હટવું જોઈએ નહિ. મહાનગરમાં સેવાઓ 24 કલાક શરૂ રહેવી જોઈએ. તેમણે પત્રકારો સાથે વાત કરતા એ પણ કહ્યું હતું કે, નાઈટલાઈફને ફક્ત દારૂ પીવા સાથે જોડવું ખોટું છે.

તેમણે કહ્યું હતું કે, મુંબઈ 24 કલાક કામ કરે છે. જો ઓનલાઇન ખરીદી 24 કલાક શરૂ રહી શકે છે, તો રાતમાં દુકાનો અને વાણિજિયક પ્રતિસ્થાનોને બંધ કેમ રાખવા જોઈએ. દુકાનો અને મોલને રાત્રે ખોલવા ફરજીયાત નથી. આ તેમના પર નિર્ભર છે, કે તેઓ દુકાનોને ખુલ્લી રાખવા માંગે છે કે નહિ. કોઈ નિયમ બદલવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, અમે આબકારી (માદક પદાર્થો બાબતનું સરકારી ખાતું) માપદંડો સાથે છેડછાડ નથી કરી રહ્યા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.