નેપાળમાં પત્નીને છોડીને ઉદિત નારાયણે મુંબઈમાં કર્યા હતા બીજા લગ્ન, ઇન્ટરેસ્ટિંગ છે એમની લવ સ્ટોરી

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલીવુડમાં અત્યાર સુધીમાં તમે હિરો કે હિરોઈનની લવ સ્ટોરી જ સાંભળી હશે પરંતુ એવા ઘણા ગાયક કલાકાર પણ છે જેની લવ સ્ટોરી દિલને સ્પર્શી જાય તેવી છે. દરેકની પોતાની પર્સનલ લાઈફ છે અને દરેકને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા છે.

પરંતુ અમે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે ગીતો ઉપરાંત ક્યારેય કોઈ વિવાદોમાં પણ નથી આવ્યા અને તેનું નામ ઉદિત નારાયણ છે. નેપાળમાં પત્નીને છોડી ઉદિત નારાયણે મુંબઈમાં કર્યા બીજા લગ્ન, જો તમારે પણ જાણવી છે તેની રસપ્રદ સ્ટોરી તો આગળ વાચો.

નેપાળમાં પત્નીને છોડી ઉદિત નારાયણે મુંબઈમાં કર્યા હતા બીજા લગ્ન

૮૦ અને ૯૦ના દશકમાં ઉદિત નારાયણ એક સમયે શાહરૂખ, ક્યારેક સલમાન, ક્યારેક આમીર તો ક્યારેક અક્ષયનો અવાજ કાઢીને હિરોઈનને પટાવવાનું કામ સારી રીતે કરતા હતા. તેમણે ઘણા બધા સુપરહિટ રોમાન્ટિક ગીતો ગાયા છે અને લોકો તેને સાંભળવાનું આજે પણ પસંદ કરે છે. તે સમય જ અલગ હતો જયારે ઉદિત નારાયણના અવાજના લોકો દીવાના થઇ ગયા હતા, પરંતુ હીરો માટે રોમાન્ટિક ગીત ગાવાવાળા ઉદિત નારાયણની પોતાની લવ સ્ટોરી પણ રસપ્રદ છે.

ઉદિત નારાયણનો જન્મ બિહારના સુપોલ જીલ્લામાં થયો હતો અને નેપાળ સાથે તેને ગાઢ સંબંધ છે. વર્ષ ૧૯૭૮માં તેમણે પોતાની કારકિર્દીની શરુઆત નેપાળી ફિલ્મ સિંદુરથી કરી હતી. ત્યારપછી તે મુંબઈ આવી ગયા હતા અને અહિયાં આવીને લગભગ ૧૦ વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને પછી તેને પહેલો બ્રેક મળ્યો. તેનું પહેલું સુપરહિટ ગીત ‘પાપા કહતે હે બડા નામ કરેગા’ હતું જે ફિલ્મ કયામત સે કયામત તક નું હતું. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેને બે પત્નીઓ છે અને તેમણે પહેલા લગ્ન રંજના ઝા સાથે કર્યા તો બીજા દીપા નારાયણ સાથે કર્યા હતા.

બીજા લગ્નથી તેને દીકરો આદિત્ય નારાયણ છે. તેનું નામ પણ ઘણું ચર્ચામાં રહેતું હતું. જયારે ઉદિતજીએ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી લીધા હતા. શરુઆતમાં તે પોતાની પહેલી પત્નીને ખોટી ગણાવતો હતો એટલે પત્ની રંજનાએ કોર્ટમાં લગ્ન સાથે જોડાયેલા ફોટા અને કાગળ જમા કરાવી દીધા.

ત્યાર પછી ઉદિત નારાયણને માફી માગવી પડી અને ત્યારે કોર્ટે બંને પત્નીઓને સાથે રહેવાનો આદેશ આપ્યો. ત્યારપછી કોર્ટે બંનેને સાથે મળીને સારી રીતે જીવન જીવવા માટે કહ્યું. થોડા સમય સુધી તો બંનેને સાથે રહેવું પડ્યું પછી ઉદિત નારાયણે પહેલી પત્ની માટે બીજું ઘર લીધું અને હવે તે પોતાના બીજા ઘરમાં રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.