નેતા હોય તો આવા… 4 વખત રહ્યા MLA, તો પણ પાકું ઘર બનાવી શક્યા નથી, જુઓ ઈમાનદારીની અનોખી મિસાલ

કોઈપણ વિધાનસભામાં સતત ચાર ચાર વખત એમએલએની ચૂંટણી જીતવી ઘણી મુશ્કેલ બાબત ગણાય છે. કોઈપણ પાર્ટી પોતાના આવા નેતાને ઘણું સન્માન આપે છે પણ એમપીના ખંડવા માંથી સતત ચાર વર્ષ સુધી એમએલએ રહેલા રઘુરાજ સિંહ તોમર સાથે એવું ન થયું. સતત આટલા વર્ષો સુધી એમએલએ રહેવા છતાં પણ પાર્ટીમાં રઘુરાજને ટીકીટ ન આપી.

૨૦૦૩ પછી રઘુરામે કોઈ ચૂંટણી નથી લડી આજના સમયમાં સામાન્ય લોકો જેવું જીવન પસાર કરવા માટે તે મજબુર છે. નેતાઓના ઠાઠ બાઠ અને મોભા વચ્ચે જીલ્લામાં આજે એક એવા નેતા પણ રહેલા છે જેની છાપ ઈમાનદાર સમાજ સેવકની રહી છે. આ નેતાનું નામ છે રાણા રઘુનાથ રઘુરાજ સિંહ તોમર.

ચાર વખત ભારતીય જનતા પાર્ટી માંથી એમએલએની ચૂંટણી જીત્યા પછી ૨૦૦૩માં તેમણે પાર્ટી માં ફરીથી ટીકીટની અપીલ કરી. પરતું ચૂંટણીમાં ઉભા રહેવા માટે આ વખતે રઘુરાજ પાસેથી ૧૪ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. ઈમાનદાર રઘુરાજ સિંહ તોમરે પૈસા આપવાની સ્પષ્ટ ના કહી દીધી.

એટલા માટે તેમને ટીકીટ ન આપી. એમએલએ રહ્યા પછી પણ રઘુરાજ પોતાના ઘરનું રીપેરીંગ પણ નથી કરાવી શક્યા. તેનું ઘર ઘણું ખખડધજ થઇ ગયું છે. તેમના ઘરની બહાર ઉભી રહેલી બેંક લોન માંથી ખરીદવામાં આવેલી જીપ ખરાબ થઇ ગઈ છે. આ જીપ ઉપર આજે પણ ધારાસભ્યની પ્લેટ લાગેલી છે જે તેમને સુવર્ણ દિવસોની યાદ અપાવે છે.

રઘુરાજ નિમાડખેડી વિધાનસભા માંથી ૧૯૭૭થી ૧૯૮૦ સુધી ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી ૧૯૯૦ થી ૧૯૯૨ સુધી અને ૧૯૯૩થી ૧૯૯૭ સુધી ધારાસભ્ય રહ્યા છે. આજના સમયમાં રઘુરાજ સિંહ તોમર પુનાસા બ્લોક મુખ્યાલયથી ૧૦ કી.મી. દુર રીછફલ ગામના એક જુના મકાનમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. રઘુરાજને પેન્શન તરીકે ૩૫૦૦૦ રૂપિયા મળે છે.

તે પૈસા માંથી તે પોતાના ઈલાજ સાથે સાથે બાળકોના ભણવાનો ખર્ચ પણ ચલાવે છે. રઘુરાજ સિંહ તોમર સાથે તેમનો ખેડૂત દીકરો નારાયણ સિંહ પણ રહે છે, જયારે રઘુરાજ સિંહ તોમર ધારાસભ્યના હોદ્દા ઉપર કાર્યરત હતા ત્યારે તેમણે લોકોના હીત માટે ઉપવાસ પણ કર્યા હતા. ૧૯૭૧માં તે જેલ પણ ગયા હતા અને સાથે જ ૧૯૯૫માં મીસાબંધી રહ્યા હતા.

જયારે રઘુરાજ ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે બસમાં મુસાફરી કરી હતી. રઘુરાજ સિંહ તોમર જણાવે છે કે તેમની પાસે તેમના પૂર્વજોની ૧૪૦ એકર જમીન રહેલી છે. ધારાસભ્ય પદ ઉપર રહીને પણ તેમણે જમીનનો એક ટુકડો પણ નથી ખરીદ્યો. તોમર જણાવે છે મારા ધારાસભ્ય રહેવા દરમ્યાન એનવીડીએના ૧૮ ક્વાર્ટર તૂટીને પડી ગયા હતા.

જયારે મેં તે બાબત વિધાનસભામાં ઉઠાવી ત્યારે અમુક અધિકારીઓએ મને ૫,૦૦,૦૦૦ લાંચ આપવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં તેમને ખીજાઈને ભગાડી દીધા. મેં યુરીયા ખાતરમાં મુરમ ભેળવીને બજારમાં વેચવાની વાત વિધાનસભામાં રજુ કરી હતી. તે વાત માટે તે કારખાનાના માલિકે મને રૂપિયા ૧૫,૦૦,૦૦૦ ની લાંચની ઓફર કરી હતી. મેં તે પણ સ્વીકારવાની ના કહી દીધી. તેવી ઘણી બાબતો છે. પરંતુ આજ સુધી મેં કોઈ પાસેથી ૧ રૂપિયો પણ નથી લીધો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.