ભારતીય રાજનેતાઓની ઉપર બનેલ ફિલ્મોમાં જો આ એક્ટર હોય તો ફિલ્મ કરશે છપ્પડફાડ કમાણી

ભારતીય રાજનેતા ઉપર બનેલ ફિલ્મમાં જો હશે આ કલાકાર તો ફિલ્મ કરશે જડબાતોડ કમાણી !!

ભારતીય રાજનેતાઓ ઉપર ફિલ્મ :

બોલીવુડ અને રાજકારણનો જુનો સબંધ છે. આ સબંધ સમય સાથે વધુ ગાઢ થઇ રહેલ છે. બોલીવુડનો રાજકારણ પ્રેમ થોડા વર્ષોમાં વધુ ઉભરીને સામે આવેલ છે. હવે બોલીવુડના કલાકારો પણ રાજકારણમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે.

હાલના દિવસોમાં કોઈને કોઈ કલાકાર રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરે છે. હમણાં હાલમાં જ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતએ પોતાનો નવો રાજકીય પક્ષ બનાવ્યો છે. કમલ હાસને પણ પોતાનો એક નવો રાજકીય પક્ષ બનાવ્યો છે.

દરેક મુદ્દા ઉપર બોલીવુડમાં બનવા લાગેલ છે ફિલ્મો :

તે જોઇને તો એવું નથી લાગતું કે બોલીવુડ કલાકાર રાજકારણ પ્રત્યે વળવાનું વધી રહેલ છે. બોલીવુડમાં નવા નવા મુદ્દા ઉપર ફિલ્મ બનતી રહે છે. આજકાલ બાયોપીકનું ચલણ વધુ થઇ ગયેલ છે. તો કોઈ ઐતિહાસિક વાર્તાઓ ઉપર પણ ફિલ્મ બનવા લાગી છે. આ ફિલ્મો સારો ધંધો પણ કરી રહી છે.

હવે જરા વિચારો કે જો બોલીવુડના કોઈ રાજનેતાના જીવન ઉપર ફિલ્મ બનાવવામાં આવે, તો તેની ભૂમિકામાં બોલીવુડના ક્યા કલાકાર યોગ્ય રહેશે. તે વિચારીને જ ઘણી મજા આવી રહી છે. આજે અમે તમને થોડા બોલીવુડ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે રાજનેતાઓ ઉપર બનનારી ફિલ્મમાં એકદમ યોગ્ય રહેશે.

આ કલાકાર આ રાજનેતાઓ તરીકે મચાવી શકે છે પડદા ઉપર ધમાલ :

યોગી આદિત્યનાથ – વિન ડીઝલ :

હોલીવુડ કલાકાર વિન ડીઝલને કોઈ ઓળખાણની જરૂર નથી. જો તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂમિકામાં લેવામાં આવે તો ચોક્કસ તે કમાલ કરી દેશે.

સોનિયા ગાંધી – રીજ વિદરસ્પુન :

રીજ વિદરસ્પુનનો ચહેરો ભારતના રાજનેતા સોનિયા ગાંધી સાથે મળતી આવે છે. જો સોનિયા ગાંધીના જીવન ઉપર કોઈ ફિલ્મ બને છે તો તેની ભૂમિકા માટે રીજ વિદરસ્પુનને લેવામાં આવી શકે છે.

નરેન્દ્ર મોદી – કુલભૂષણ ખરબંદા :

કુલભૂષણ ખરબંદાને તમે ઘણી ફિલ્મોમાં વિલનના સ્વરૂપમાં જોયા હશે. આમ તો હવે કુલભૂષણ ખરબંદા ફિલ્મોથી દુર થઇ ગયેલ છે, પણ તે પ્રધાનમંત્રીની ભૂમિકામાં એકદમ યોગ્ય રહેશે.

રાહુલ ગાંધી – અરુણોદય સિંહ :

બોલીવુડના અરુણોદય સિંહ અને કોંગ્રેસના વડા રાહુલ ગાંધી બન્નેની હાલત એક સરખી છે. બન્નેનું જ કેરિયર હચમચી રહેલ છે. તેવામાં આશા છે કે અરુણોદય સિંહ રાહુલ ગાંધીની ભૂમિકા સાથે ન્યાય કરશે.

સ્મૃતિ ઈરાની –વિદ્યા બાલન :

જો દેશની વહુ એટલે સ્મૃતિ ઈરાનીની વાત કરવામાં આવે, તો તેની ભૂમિકા માટે બોલીવુડ કલાકાર વિદ્યા બાલન એકદમ યોગ્ય પસંદ છે.

અરવિંદ કેજરીવાલ – મનોજ બાજપેયી :

મનોજ બાજપેયીએ પોતાના અભિનયથી ઘણી ભૂમિકાઓમાં પ્રાણ પુરેલ છે. જો આ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભૂમિકા ભજવશે તો ચોક્કસ તેની સાથે પણ ન્યાય કરશે. કેમ કે તે ઘણી ફિલ્મોમાં રાજનેતાઓની ભૂમિકા નિભાવેલ છે.

શશી થરૂર – ઈરફાન ખાન :

શશી થરૂર ભારતના જાણીતા રાજનેતા છે. જો તેમના જીવન ઉપર કોઈ ફિલ્મ બનશે તો તેની ભૂમિકા માટે બોલીવુડના એક જ કલાકાર એકદમ યોગ્ય રહેશે. જી હા અમે વાત કરી રહ્યા છીએ ઈરફાન ખાનની. આશા છે કે આ શશી થરૂરની ભૂમિકા સાથે એકદમ ન્યાય કરશે.

રામનાથ કોવિત – રજનીકાંત :

જો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિત ઉપર કોઈ ફિલ્મ બનાવવામાં આવે છે, તો એ વાતમાં કોઈ શંકા નથી કે આ ભૂમિકાને રજનીકાંતથી ઉત્તમ કોઈ નિભાવી જ નથી શકતા.

મનમોહન સિંહ – અનુપમ ખેર :

તમારી જાણકારી માટે જણાવી આપીએ જલ્દી જ બોલીવુડના કલાકાર અનુપમ ખેર દેશના માજી પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ભૂમિકામાં જોવા મળશે. મનમોહન સિંહના જીવન ઉપર આધારિત પુસ્તક ‘ધ એકસીડન્ટ પ્રાઈમ મિનિસ્ટર’ ની ઉપર ફિલ્મ બનવા જઈ રહેલ છે, જેમાં અનુપમ ખેર મનમોહન સિંહ તરીકે જોવા મળશે.

દિગ્વિજય સિંહ – શિવાજી શાટમ :

જો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ઉપર કોઈ ફિલ્મ બનાવવામાં આવશે, તો સંપૂર્ણ આશા છે કે તેની ભૂમિકામાં CID ધારાવાહિકના ACP પધ્યુમન એટલે શિવાજી શાટમ સારી રીતે નિભાવી શકશે.


Posted

in

, ,

by

Tags: