ક્યારેય પણ માણસોમાં ભેદભાવ ન કરો, ગાંધીજીના જીવનના આ પ્રસંગ દ્વારા સમજો આ વાત.

પોતાને એકદમ ખાસ સમજનારા આનંદ સ્વામીને ગાંધીજીએ આ રીતે સમજાવી સામાન્ય અને ખાસ વ્યક્તિની વ્યાખ્યા. મહાત્મા ગાંધી સાથે આનંદ સ્વામી નામના એક શિષ્ય રહેતા હતા. તે ગાંધીજીની સાથે રહેતા હતા એટલે પોતાને ઘણા વિશેષ એટલે ખાસ માનતા હતા. તે બાબતમાં ગાંધીજીના વિચાર ઘણા અલગ હતા.

સામાન્ય અને ખાસ વ્યક્તિમાં ભેદભાવ રાખવાની બધાની પોત પોતાની રીત હોય છે. ઘણા લોકો સામાન્ય માણસને કાંઈ જ નથી સમજતા. સામાન્ય માણસ એટલે જે ગરીબ છે, અભણ છે, જરૂરિયાતમંદ છે. જે લોકો સમર્થ હોય છે એટલે કે જેમની પાસે સામાવાળા વ્યક્તિથી વધુ ધન છે, વધુ પ્રસિદ્ધ છે, કોઈ મોટો હોદ્દો છે, તો તે પોતાને વિશેષ સમજવા લાગે છે.

એક દિવસ આનંદ સ્વામી મહાત્મા ગાંધી સાથે યાત્રા ઉપર ગયા હતા. તે દરમિયાન એક સમાન્ય વ્યક્તિ સાથે આનંદ સ્વામીની માથાકૂટ થઇ ગઈ. સામાન્ય વ્યક્તિએ કોઈ વાતને લઈને કોઈ ટિપ્પણી કરી તો આનંદ સ્વામીએ તેને થપ્પડ મારી દીધી. તે વ્યક્તિ ઘણો સામાન્ય હતો, તેથી થપ્પડ ખાધા પછી એક તરફ ઉભો રહી ગયો. અને આનંદ સ્વામી સામે તે કાંઈ બોલી પણ ન શકતો ન હતો. થોડી વાર પછી આ વાત ગાંધીજી સુધી પહોંચી.

ગાંધીજી ઇચ્છતે તો તે વાતને ધ્યાન બહાર કરી આગળ વધી શકતા હતા. પરંતુ તેમણે આનંદ સ્વામીને પૂછ્યું, શું તમે તે વ્યક્તિને થપ્પડ મારી હતી? આનંદ સવામીએ જવાબ આપ્યો – હા, તે સમયે હું ગુસ્સામાં હતો અને તેના પર મારો હાથ ઉઠી ગયો. ગાંધીજી બોલ્યા ઠીક છે, તે સમયે તમે ગુસ્સામાં હતા, પરંતુ હવે તો તમારો ગુસ્સો શાંત થઇ ગયો છે, તો જાવ અને તેની માફી માંગો.

આનંદ સ્વામીને તે વાત બરોબર ન લાગી કે, એક સામાન્ય વ્યક્તિની માફી માગવી પડશે. પરંતુ ગાંધીજીનો આદેશ હતો તો આનંદ સ્વામીએ તે વ્યક્તિની માફી માગી લીધી. પછી ગાંધીજીએ તેમને પૂછ્યું, હવે કેવું લાગી રહ્યું છે? આનંદ સ્વામી બોલ્યા હળવું લાગી રહ્યું છે. મેં જે કર્યું તે ઠીક ન હતું, પરંતુ માફી માગ્યા પછી થોડું સારું લાગી રહ્યું છે.

ગાંધીજીએ તેમને કહ્યું, ક્યારેય પણ એ ન વિચારો કે તમે વિશેષ છો અને બીજા સામાન્ય છે. પરમાત્મા માટે બધા માણસ સમાન છે. સામાન્ય અને વિશેષ તો આપણે બનાવીએ છીએ, તેમ છતાં પણ શિક્ષણ, હોદ્દો, પ્રતિષ્ઠા અને મારી સાથે રહેવાને કારણે તમે ખાસ બની ગયા, તો એવું ક્યારેય ના વિચારશો કે બીજા લોકો સામાન્ય છે. આત્માનું સન્માન બધા માટે સરખું છે.

ઉપદેશ – સમાજમાં સામાન્ય અને વિશષ માણસોમાં ભેદભાવ કરવામાં આવે છે. આ ભેદભાવને કારણે જ ગુના પણ વધે છે. એટલા માટે બધાનું સન્માન કરવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.