ચાણક્ય નીતિ : પ્રેમ અને લગ્નના સંબંધમાં ક્યારેય નિષ્ફળ નથી થતા આ 4 પ્રકારના વ્યક્તિ.

ચાણક્ય નીતિ મુજબ આ 4 પ્રકારના વ્યક્તિ પ્રેમ અને લગ્નના સંબંધમાં હંમેશા રહે છે સફળ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ચાણક્ય નીતિ પ્રેમ લગ્ન વિષે : ચાણક્ય નીતિઓમાં જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે. ચાણક્યને પ્રેમ સંબંધોને લઈને પણ નીતિઓ નિર્ધારિત કરી છે. જેની ઉપર ચાલીને પુરુષ પોતાના પ્રેમ સંબંધોને હંમેશા માટે ઉત્તમ બનાવી શકે છે.

ચંદ્રગુપ્ત મોર્યના મહામંત્રી રહેલા આચાર્ય ચાણક્યને નીતિઓના પંડિત કહેવામાં આવે છે. કૌટીલ્યના નામથી ઓળખાતા ચાણક્યએ પોતાની નીતિઓના માધ્યમથી તમામ સમસ્યાઓનો હલ કરવાનો રસ્તો બતાવ્યો છે. માણસના જીવનમાં આ નીતિઓ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. તેમણે પ્રેમ અને પ્રેમીની સફળતાને લઈને પણ ઘણું બધું કહ્યું છે. તે મુજબ ચાર પ્રકારના પુરુષ પ્રેમ અને વિવાહના સંબંધમાં પણ અસફળ નથી થઇ શકતા. આવો જાણીએ આ ચાર પ્રકારના પુરુષો વિષે.

૧. પત્નીને સન્માન

ચાણક્ય જણાવે છે કે જે પણ વ્યક્તિ મહિલાઓ (માં, દીકરી, બહેન અને પત્ની)ને સન્માનની દ્રષ્ટિથી જુવે છે અને તેનું મહત્વ સમજે છે, તે પોતાના સંબંધોમાં ક્યારે પણ નિષ્ફળ નથી થઇ શકતા. પ્રેમિકા પોતાના પ્રેમીના હાવભાવ જોઇને એ વિચારે છે કે તેના પતિ કે પાર્ટનર જયારે બીજી મહિલાઓને આટલું સન્માન આપે છે, તો તેના માટે કેટલું કરતા હશે.

૨. પારકી સ્ત્રીને સ્પર્શ

ચાણક્યએ એક પ્રેમીમાં આ ટેવને સૌથી મહત્વની માની છે. તે મુજબ જો એક વ્યક્તિ પ્રેમિકા કે પત્ની ઉપરાંત કોઈ પણ પારકી મહિલા પ્રત્યે આકર્ષિત નથી થતા અને તેને ખરાબ દ્રષ્ટિથી નથી જોતા, તો તે જીવનભર પોતાનો પ્રેમ બચાવી શકવામાં સફળ સાબિત થાય છે. એવું કરવા વાળા પ્રેમીના મનમાં દેખાડો નથી હોતો અને તે ગુણ તેના સંબંધમાં વિશ્વાસ ઉભો કરે છે.

૩. પાર્ટનરનું રક્ષણ

જે વ્યક્તિ ઉપર પ્રેમી કે પત્નીને એટલો વિશ્વાસ રહે છે કે તે કોઈ પણ સ્થિતિમાં તેનું રક્ષણ કરવા માટે તૈયાર રહેશે, તો તે સંબંધમાં ક્યારે પણ કડવાશ નહિ આવે. પ્રેમી કે પત્નીનું રક્ષણ કરવા વાળા પ્રેમી પોતાના સંબંધમાં ક્યારે પણ અસફળ નથી થતા. દરેક પત્ની પોતાના પતિમાં પિતાનો એક પડછાયો જુવે છે. તેવામાં જો પત્નીને રક્ષણના ભાવ મળે, તો તમારી સાથે હંમેશા આનંદપૂર્વક રહે છે.

૪. પ્રેમિકા કે પત્નીની સંતુષ્ટિ

ચાણક્ય મુજબ પ્રેમના સંબંધોમાં પ્રેમિકા કે પત્નીની સંતુષ્ટિ મુખ્ય હોય છે. જે પ્રેમી પોતાના પાર્ટનરને ભૌતિક સુખ સાથે શારીરિક સુખ પૂરું પાડે છે, તે પોતાના સંબંધોમાં આનંદ જાળવી રાખવામાં સફળ રહે છે. ચાણક્ય કહે છે કે પ્રેમીને પ્રેમિકા સાથે કોમળ સ્પર્શ રાખવો જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.