ફિલ્મોમાં આજ સુધી નથી આપ્યો બોલ્ડ સીન, પછી કરી દીધું બોલીવુડને બાય બાય

બોલીવુડ ફિલ્મમાં 2002 માં ડેબ્યુ કરનારી અમૃતા રાવે જ્યારથી બોલીવુડમાં પગ મુક્યો છે, ત્યારથી તે પોતાની સાદગી માટે ઓળખાય છે. સ્વભાવમાં ખુબ શાંત દેખાતી અમૃતા ફક્ત ફિલ્મોમાં જ નહિ પણ રિયલ લાઈફમાં પણ તેવી જ છે. અમૃતાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2002 માં કરી હતી, પરંતુ ફિલ્મ ઇશ્ક-વિશ્ક પ્યાર વ્યારથી તેને અસલી સફળતા મળી હતી. આ ફિલ્મ 2003 માં આવી હતી. કોલેજમાં છોકરીનો રોલ કરનારી અમૃતા બોલીવુડમાં પોતાની માસૂમિયત માટે ઓળખાય છે.

ત્યારબાદ તેમણે 2006 માં વિવાહ જેવી ફિલ્મમાં કામ કર્યુ. આ ફિલ્મ અમૃતાના કરિયરથી સૌથી સફળ ફિલ્મ છે. અને આ ફિલ્મ દ્વારા જ તેને બોલીવુડમાં પોતાની ઓળખાણ મળી. આ ફિલ્મની એક્ટિંગ જોઈને બધા લોકો દ્વારા અમૃતાના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ આટલી સફળ થવા છતાં પણ તે બોલીવુડમાં વધારે સમય સુધી ટકી શકી નહિ.

આજના સમયમાં બોલીવુડની લગભગ ઘણી ફિલ્મોમાં બોલ્ડનેસ ખુબ વધી ગયું છે. અને આજના સમયમાં કોઈ પણ એક્ટ્રેસ કિસિંગ અને બોલ્ડ સીન આપવાથી અચકાતી નથી. પરંતુ અમૃતા વિષે એક વાત એવી છે કે જે તમે લગભગ જ જાણતા હશો. ઘણી બધી ફિલ્મો કરીને અને પોતાના કરિયરમાં કેટલીક સારી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ, અમૃતાએ એક કામ છે જે ક્યારેય ફિલ્મોમાં કર્યુ નથી અને તે છે કિસિંગ કે કોઈ બોલ્ડ સીન.

તમે આજની ફિલ્મોમાં જોયું હશે કે મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ કે પછી બોલ્ડ સીન જોવા મળે જ છે. પરંતુ અમૃતાને હંમેશાથી ઇન્ટિમેટ સીન અને કિસિંગ સીનોથી સમસ્યા હતી. એ કારણે તેની દરેક ફિલ્મો જોવામાં આવે તો તેની કોઈ પણ ફિલ્મમાં એવો કોઈ સીન નથી દેખાતો અને લગભગ આ જ કારણ છે કે અમૃતાએ ફિલ્મોથી અંતર બનાવી લીધુ છે.

અમૃતાએ પોતાના ફિલ્મી કરિયરમાં 25 થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે, અને તેમણે ઘણી બધી હિટ ફિલ્મો પણ બોલીવુડને આપી છે. તેમને છેલ્લે 2013 માં આવેલ ફિલ્મ “સિંઘ સાહબ ધ ગ્રેટ” માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે ટીવી રિપોર્ટરનો રોલ નિભાવ્યો હતો. અને અમૃતા 2013 પછી હવે 2019 માં આવનારી ‘બાબા સાહેબ ઠાકરે’ સંબંધિત ફિલ્મ “ઠાકરે” થી ફરી એક વાર બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

થોડા સમય પહેલા અમૃતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં તે પોતાના પતિની સાથે દેખાઈ રહી છે. જણાવી દઈએ અમૃતાએ વર્ષ 2016 માં ફેમસ રેડિયો જોકી અનમોલ સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન પછી ફિલ્મોથી ખુબ અંતર બનાવી લીધુ છે. અમૃતા અને અનમોલ બંને જણાએ જ મીડિયાથી અંતર બનાવી રાખ્યું છે. પરંતુ આ વખતે તેઓ મીડિયાની નજરથી બચી શકયા નહિ અને કેમેરામાં કેદ થઇ ગયા છે. અને જો અમૃતાની ફિલ્મ હિટ સાબિત થાય છે, તો તેમણે મીડિયાની સામે આવું પડશે. અમૃતા ફિલ્મના પ્રમોશન માટે મીડિયામાં દેખાય છે પણ તેના પતિ ખુબ ઓછા દેખાય છે.