વ્યક્તિ નવું એક્ટિવા લઈને કામથી જઈ રહ્યો હતો, રસ્તામાં પોલીસે રોક્યો અને ફાડ્યો આટલા લાખ રૂપિયાનો મેમો

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, નવા મોટર વ્હીકલ એક્ટના લાગુ થયા પછી ઘણા વિચિત્ર કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. અમુક કેસોમાં લોકોએ લાખો રૂપિયાનો મેમો ભરવો પડી રહ્યો છે, તો અમુક કેસ એવા સામે આવ્યા છે, જેમાં લોકોને પોતાની ગાડીની કિંમત કરતા વધારે રૂપિયાનો દંડ થયો છે.

ઉત્તર પ્રદેશના બિગનોરમાં એક બળદગાડાનું ચલણ કાપવામાં આવ્યું હતું, જો કે મામલો બહાર આવ્યો તો એને રદ્દ કરી દેવામાં આવ્યું. અને ઓડિશામાંથી પણ એક એવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મળેલી જાણકારી અનુસાર ઓડિશામાં કટક ટ્રાન્સપોર્ટ ઓફિસે એક નવી એક્ટિવા લઈને જતા વ્યક્તિનો મેમો ફાડ્યો છે, અને એ પણ 1 લાખ રૂપિયાનો.

12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામના એક વ્યક્તિ પોતાની નવી એક્ટિવા લઈને કામ અર્થે બહાર જઈ રહ્યા હતા. અને બારંગમાં વાહનોનું ચેકિંગ ચાલતું હતું ત્યાં પોલીસે તેને અટકાવ્યા હતા. એમની એક્ટિવા પર નંબર પ્લેટ ન હોવાને કારણે અને અન્ય જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે, પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવી દીધો હતો. અરુણે આ એક્ટિવા ઓગસ્ટ મહિનામાં ખરીઘી હતી, પણ હજુ સુધી એનું રજીસ્ટેશન થયું ન હતું. અને આ કારણે ટ્રાફિક પોલીસે ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ નવી એક્ટિવા કવિતા પાંડાના નામથી લેવામાં આવી હતી. અને 1 લાખ રૂપિયાનો દંડ થવાનું જાણતા જ અરુણ અને કવિતાના હોંશ ઉડી ગયા હતા. આ બાબતે કવિતા પાંડાનું કહેવું છે કે, અમે જે ડીલર પાસેથી એક્ટિવા ખરીદી એમણે અમને રજીસ્ટ્રેશન નંબર નથી આપ્યો. આરટીઓએ એ ડિલરને નોટિસ મોકલી છે. આમાં અમારી કોઈ ભૂલ નથી. આરટીઓએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે કટક આરીઓએ એ વાહન ડિલિવર કરવા વાળા ડિલરનું ટ્રેડ સર્ટિફિકેટ રદ્દ કરવા માટે કહ્યું છે.

હવે જો આ રીતે બીજાની ભૂલને કારણે સામાન્ય નાગરિકે પરેશાન થવું પડતું હોય, તો લોકો આનો વિરોધ કરે એ સ્વાભાવિક વાત છે. પણ જે હોય તો તમે તમારી સેફટી માટે હંમેશા હેલમેટ પહેરીને જ બાઈક કે મોપેડ ચલાવજો અને સીટ બેલ્ટ પહેરીને જ કાર ચલાવજો. તેમજ ચાલુ ગાડીએ ફોન પણ વાત ન કરતા. આ બધામાં ફાયદો તમારો અને તમારા પરિવારનો જ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.