સિંચાઈ માટે કમાલનું જુગાડ : ગ્લુકોઝની બોટલોથી બનાવો દેશી ડ્રિપ સિસ્ટમ

છેલ્લા થોડા વર્ષોથી સિંચાઈની નવી નવી ટેકનીકો (ડ્રીપ સિંચાઈ, સ્પ્રીંકળ સિંચાઈ વિધિ વગેરે) ના ઉપયોગ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બધી પદ્ધતિઓમાં ઓછા પાણીમાં પાકની સિંચાઈ કરી શકાય છે. સરકાર પણ તેમાં મદદ કરી રહી છે. પરંતુ તે ઉપરાંત જો તમે ધારો તો તમારા હાથે ઘરમાં તમે ડ્રીપ સીસ્ટમ તૈયાર કરી શકો છો.

ઘરે જ ડ્રીપ સીસ્ટમ તૈયાર કરવા માટે તમારે ગ્લુકોઝની બોટલોની જરૂર પડશે, અને તેની સાથે ડ્રીપની જરૂર રહે છે. ત્યાર પછી લાકડીની મદદથી બોટલોને લટકાવી દેવામાં આવે છે, અને તેનાતી ડ્રીપ જોડીને છોડના મૂળ સાથે જોડી દેવામાં આવે છે. અને પછી બોટલમાં પાણી ભરી દેવામાં આવે છે, જેથી ધીમે ધીમે છોડની સિંચાઈ થતી રહે છે. આ રીતે ખેડૂતને પૈસા ખર્ચ કરવાની જરૂર નથી પડતી અને વગર પૈસે જ દેશી ડ્રીપ સીસ્ટમ તૈયાર કરીને સિંચાઈ કરી શકો છો.

ગ્લુકોઝની બોટલોથી આવી રીતે સિંચાઈ કરે છે ખેડૂત :

મધ્ય પ્રદેશના ઝાબુઆ જીલ્લાના એક ખેડૂતે સિંચાઈ માટે ઓછા પાણીનો એવો ઉકેલ શોધ્યો કે તે જાણીને તમને નવાઈ લાગશે. મધ્ય પ્રદેશના ઝાબુઆ જીલ્લા આદિવાસી બાહુલ્ય અલગ વિસ્તાર છે. અહિયાં આવેલી ખાડા ટેકરા વાળી જમીન, વરસાદ ઉપર આધારિત ખેતી અને એકદમ ક્ષાર વાળી માટી છે, જેને લઈને અહીં ઉત્પાદન ઓછું થાય છે. એ કારણે ખેડૂત હંમેશા નુકશાન ભોગવે છે. જીલ્લામાં સિંચાઈની કોઈ સારી વ્યવસ્થા નથી. ખેડૂતને વરસાદના પાણી ઉપર વધુ નિર્ભર રહેવું પડે છે. પરંતુ આ ઝાબુઆ જીલ્લાના રહેવાસી રમેશ બારિયા (૫૮ વર્ષ) નામના એક ખેડૂતે આ સમસ્યાની ઘણી સારી નવી રીત શોધી કાઢી. રીત પણ એવી કે ખર્ચ માત્ર નામનું.

રમેશ જણાવે છે, મોટા ખેડૂત અને ટીવી સમાચારોમાં ડ્રીપ ઈરીગેશન એટલે ટીપું ટીપું સિંચાઈની વાત કરી રહ્યા હતા. તેમાં ફાયદો પણ જોવા મળી રહ્યો હતો. પરંતુ મારી પાસે એટલા પૈસા ન હતા. તે આગળ જણાવે છે, તે વખતે મારી મુલાકાત થોડા કૃષિ વેજ્ઞાનિકો સાથે થઇ. વેજ્ઞાનિકોએ મારી સમસ્યા સાંભળી અને તેમણે આઈડિયા આપ્યો કે ગ્લુકોઝની નકામી બોટલોમાં પાણી ભરી પાકને પાણી આપો. તેનાથી ઓછા પાણીમાં તેમનું કામ થઇ જશે અને ખર્ચ પણ નહિ જેવો થશે. બસ પછી શું હતું. મેં છ કિલો ગ્લુકોઝની નકામી બોટલો ૨૦ રૂપિયે કિલોના હિસાબે ખરીદી. જે કુલ ૩૫૦ બોટલો હતી.

પરંતુ હવે સમસ્યા આ બોટલોમાં પાણી ભરવાની હતી. તેમાં મજુર રાખવા તો વધુ ખર્ચ વાળો સોદો હતો. તેવામાં રમેશની યુક્તિ ફરી કામ આવી. તેમણે પરિવારને આ જવાબદારી આપી. તે ફોન ઉપર જણાવે છે, પછી મેં મારા દીકરાઓને જવાબદારી સોંપી કે રોજ સ્કુલ જતા પહેલા સવારે આ બોટલોમાં પાણી ભરીને જાય. સિંચાઈની નવી રીતના ઉપયોગ માટે રમેશ બારિયાને ઘણા સન્માન પણ મળી ગયા છે.

આવી રીતે રમેશે લગભગ સવા વીઘા ખેતરમાં કોળા અને કારેલાના પાકમાં પાણી આપ્યું, અને મોડા આવેલા વરસાદની અસર તેમના પાક પર ઘણી ઓછી થઇ હતી. રમેશ પાસે સવા વીંઘા જમીન જ ખેતી માટે છે, પરંતુ પોતાની મહેનત અને સમજદારીને કારણે તે સારી કમાણી કરે છે. પહેલા વર્ષે કોળા અને કારેલાથી તેને ૧૫૦૦૦ થી વધુની આવક થઇ.