નવજાત બાળકીને રડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ડોક્ટર્સ, તે નારાજ થઈને ગુસ્સાથી જોવા લાગી અને પછી…

બાળકો કુદરતનો અદ્દભુત કરિશ્મા હોય છે. તે કાંઈ પણ કરે આપણેને ઘણું સારું લાગે છે. ખાસ કરીને નવજાત શિશુઓને હસતા, રડતા કે મોઢું બગાડતા જોવાની ઘણી મજા આવે છે. સમય મુજબ જયારે પણ કોઈ માં બાળકને જન્મ આપે છે, તો ડોક્ટર્સ તે બાળકને રડાવવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં ડોક્ટર્સની ટીમ બાળકોને રડાવીને એ સુનિશ્ચિત કરે છે કે નવજાત શુશુંના ફેફસાંમાં હવા સારી રીતે આવી અને જઈ રહી છે કે નહિ.

આમ તો બ્રાઝીલના રિયો ડી જેનેરિયોની એક હોસ્પિટલમાં જયારે ડોક્ટરે નવજાત શિશુને રડાવવાનો પ્રયાસ કર્યો, તો તે રડવાને બદલે ગુસ્સે થઇ ગયું અને ગંભીર મુદ્રા બનાવીને ઘણો વિચિત્ર હાવ ભાવ આપવા લાગ્યું. હવે તે બાળકના ચહેરાની આ એક્સપ્રેશન ઈન્ટરનેટ ઉપર ઘણી વાયરલ થઇ રહી છે.

નવજાત શિશુ માટે આ પ્રકારના ગંભીર હાવ ભાવ આપવા ઘણી મોટી અને વિચિત્ર વાત છે. તેવામાં આ તસ્વીર જોઈ લોકોના ચહેરા ઉપર હાસ્ય આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ Daiane de Jesus Barbosa નામની એક માં એ ૧૩ ફેબ્રુઆરીના રોજ Isabela નામની બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ પછી તરત જ ડોકટરે ઈશાની ગર્ભનાળ કાપતા પહેલા તેને રડાવવાનો પ્રયાસ કર્યો.

આમ તો ઈશા રડવાને બદલે ગંભીર એક્સપ્રેશન આપવા લાગી. તે જોઈ ત્યાં રહેલો હોસ્પિટલનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત રહી ગયો. તેના ચહેરા ઉપર પણ હાસ્ય આવી ગયું. ત્યાર પછી ઈશાની આ ગંભીર મુદ્રા વાળો એક ફોટો પણ લઇ લેવામાં આવ્યો.

ખાસ કરીને બાળકની માં એ પોતાની દીકરીના જન્મની પળોને યાદગાર બનાવવા માટે Rodrigo Kunstmann નામનો પ્રોફેશનલ ફોટોગ્રાફર રાખ્યો હતો. તેવામાં આ ફોટોગ્રાફરે નવજાત બાળકીના આ ગુસ્સા વાળા હાવભાવને ઘણી સારી રીતે કેમેરામાં કેપ્ચર કરી લીધા.

પછી જયારે ડોકટરે બાળકીનું ગર્ભનાલ કાપી તો તે રડવા લાગી. બાળકીની માં દેના કહે છે કે હવે જયારે પણ હું બાળકીની ડાયપર બદલું છું, તો તેના માથા ઉપર તેના જેવું જ ચિન્હ બની જાય છે. તે એક પ્રકારની મિમ જેવું છે.

સોશિયલ મીડિયા ઉપર આ બાળકીની તસ્વીર વાયરલ થયા પછી તેની ઉપર ઘણા પ્રકારના ચિન્હ પણ બની ચુક્યા છે. કાંઈ પણ કહો આ તસ્વીર ખરેખર અદ્દભુત છે. તે અમને આશ્ચર્યચકિત પણ કરે છે અને અમારા ચહેરા ઉપર હાસ્ય પણ લાવે છે. બાળકોની વાત જ કઈક એવી હોય છે કે તે આપણા ચહેરા ઉપર હાસ્ય લાવી દે છે.

તેની આ હરકત અમને ઘણી ક્યુટ જ લાગે છે. સામાન્ય રીતે બાળકોને હસતા રડતા કે સુતા જોઈ શકાય છે પરંતુ મોટા માણસોની જેમ ગુસ્સો કરે છે કે ગંભીર હાવભાવ આપતા નથી જોવા મળતા. ખાસ કરીને નવજાત બાળકોમાં તો તે જોવા જ નથી મળતું. બસ એ કારણ છે કે આ બાળકીની તસ્વીર આખી દુનિયામાં વાયરલ થઇ રહી છે. આમ તો તમે લોકોએ બાળકના આ એક્સપ્રેશન કેવા લાગ્યા અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. શું તમે આ પહેલા ક્યારે પણ કોઈ નવજાત શિશુને આમ કરતા જોયા છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.