નવી ઈલેક્ટ્રીક કાર બેટરી, 10 મિનિટના ચાર્જિંગમાં મળશે 480 કિમી સુધીની રેંજ

ઈલેક્ટ્રીક કારની રાહની સૌથી મોટી સમસ્યા બેટરી ચાર્જિંગમાં લાગતો લાંબો સમય છે. ઈલેક્ટ્રીક બેટરીને ફૂલ ચાર્જ થવામાં સરેરાશ ૫ થી ૬ કલાકનો સમય લાગે છે. જો કે હવે જલ્દી જ આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. જી હાં, અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સીટીએ એક બેટરી બનાવી છે, જે ફક્ત ૧૦ મિનિટના ચાર્જીંગમાં ૩૨૦ થી ૪૮૦ કિલોમીટરની રેંજ સુધી સફર કરી શકે છે. પેન સ્ટેટ યુનિવર્સીટીની ટીમનો પ્રયત્ન બેટરીને ફક્ત ૫ મિનિટમાં ચાર્જ કરવાનો છે, જેટલો સમય પેટ્રોલની ટાંકીને ફૂલ કરવામાં લાગે છે.

લીથિયમ આયન બેટરીની પોતાની સમસ્યાઓ :

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર ઈલેક્ટ્રીક કારની બેટરીને ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરવામાં ઓછામાં ઓછી ૫૦ મિનિટનો સમય લાગે છે. જો કે એક્સ્ટ્રીમ ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજીમાં એક મોટી સમસ્યા લીથિયમ પ્લેટિંગ છે, જે હાઈ ચાર્જીંગ રેટ પર ઉત્પન્ન થઈ શકે છે. એના કારણે ઈલેક્ટ્રીક બેટરીની ક્ષમતા ઓછી થઈ જાય છે. સાથે જ ઈલેક્ટ્રીક સ્પાઈક્સ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

પેન સ્ટેટ યુનિવર્સીટીની બેટરીની ડિઝાઈનમાં એક સીમેટ્રીક ટેમ્પરેચર મોડ્યુલેશનનો ઉપયોગ થયો છે, જેમાં 10 મિનિટ માટે ચાર્જીંગ ડિવાઈસ ૬૦ ડીગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે. એ પછી તે ઝડપથી ઠંડુ થઈને એમ્બીયંત ટેમ્પરેચર પર આવી જાય છે. એના કારણે લીથિયમ પ્લેટિંગ થયા વગર ક્વિક ચાર્જીંગ મળે છે.

પેન સ્ટેટ યુનિવર્સીટીમાં ઈલેક્ટ્રોમેકેનિક્સ એન્જીન સેન્ટરના ડાયરેક્ટર અને નવી બેટરી પર કામ કરવા વાળા ચાઓ યાંગ વાંગે કહ્યું કે, ૧૦ મિનિટ ચાર્જિંગનું ટ્રેંડ ભવિષ્ય છે અને ઈવીને અપનાવવા માટે જરૂરી છે.

નવી ઈલેક્ટ્રીક કાર બેટરીથી ઓટો સેક્ટરમાં થઈ શકે છે ક્રાંતિ :

ભારતમાં હાલના સમયે હુંડઈ કોના ઈલેક્ટ્રીક કાર રહેલી છે. સાથે જ જલ્દી એમજી એસઝેડ ઈવી લોન્ચ થશે. એના સિવાય ટાટા મોટર્સ પણ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવા જઈ રહી છે. એવામાં આવનારા દિવસોમાં ભારતમાં ઘણી કંપનીઓની ઈલેક્ટ્રીક કાર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ભારતમાં ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશનોની સંખ્યા વધી રહી છે. એવામાં ૧૦ મિનિટમાં ફૂલ ચાર્જ થવા વાળી ઈલેક્ટ્રીક વહીક્લ બેટરી ઓટો મોબાઈલ સેક્ટરમાં ક્રાંતિ લાવી શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.