સરકારી ખેલ હવે આવી ગયો જીયો નો રોડ જોઈ લો મહારાષ્ટ્રમાં પથરાવા માંડ્યો

આપણા દેશના રસ્તાઓ વિષે તો તમે જાણતા જ હશો. છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ રસ્તાઓના કારણે મહારાષ્ટ્રના ગ્રામવાસીઓ હેરાન પરેશાન હતા. જો કે, આ રસ્તાના પ્રશ્નોનો કાયમી હલ કરાવવા મથી રહ્યા હતા અને તેથી તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યાં હતા.

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાળી માટી અને પાણીને લીધે ઘણી વખત રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ જાય છે. પરંતુ સરકારે આનો ઉકેલ સૂચવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓમાં હવે જીયો ટેક્સટાઇલ મટિરીયલનો ઉપયોગ કરી, તેને લાંબા ગાળા સુધી ટકાઉ અને મજબુત રહે એવા બનાવવામાં આવી રહ્યા છે. રસ્તા બનાવવા માટે રાજ્યમાં આવું પહેલી વખત થયું છે. કહેવાય છે કે વર્ષોથી જે રસ્તાઓને નુકસાન થયું છે. તે હવે નહિવત થશે અને વ્યર્થ ખર્ચ બચાવશે.

આજ સુધી બનતા રોડના બાંધકામ પછી ઓછી કાળી જમીન અને પાણીને લીધે આ રસ્તા નબળા બની જતા હતા. અને આવા રસ્તા ઘણાં સ્થળોએ ધોવાઈને નાબુદ પણ થઇ જાય છે. આ રસ્તાઓ વારંવાર વરસાદ પછી થોડા દિવસોમાં વધુ ખરાબ બની જાય છે. જો કે, હવે સરકારે એવો વિકલ્પ શોધી કાઢ્યો છે, જે રસ્તાઓ કાળી માટી અને પાણીને કારણે બગડી જતા હતા, એના માટે તેમનો દાવો છે કે જીયો ટેક્સટાઇલ સામગ્રીથી નવી પેઢીના રોડ લાંબા સમય સુધી મજબુત રહેશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ, સદેગાંવથી લઈને મંગાનાગુઆ સુધી છ કિલોમીટરનો રોડ 4.98 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જીયો ટેક્સટાઇલ સામગ્રી શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે મહિનાથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગામોમાં રસ્તા બનાવવા માટે નવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસ્તાઓનું નિર્માણ જીયો ટેક્સટાઈલ મટીરીયલ્સના પ્લાસ્ટિક કોટેડ મટીરીયલથી કરવામાં આવી રહ્યું છે. એનાથી રસ્તાનું ધોવાણ થતું નથી અને તે મજબુત રહે છે. તેમજ લાંબા ગાળા સુધી ટકી રહે છે.

જીઓ ટેક્સટાઇલ સામગ્રી અને તેના વિષે થોડી માહિતી.

  1. તે વિવિધ પ્લાસ્ટિક કચરા માંથી બનાવવામાં આવે છે. જેથી પ્લાસ્ટિક કચરો ઉપયોગમાં લેવાશે.

2. ટેકનીકલી રીતે પ્રક્રિયા કરેલો પ્લાસ્ટિક કચરો, નાયલોન અને ટારનું મિશ્રણ કરીને આને તૈયાર કરવામાં આવે છે. આ એક સિન્થેટીક ફેબ્રિક છે.

૩. આનો ઉપયોગ સિવિલ એન્જીનીયરીંગના કન્સ્ટ્રકશનમાં જેવા કે પુલ અથવા ડેમમાં માટીને સ્થિર રાખવા માટે કરવામાં આવે છે.

4. રસ્તાની મધ્યમાં આનો ઉપયોગ કરીને અલગ અલગ સ્તર બનાવવામાં આવે છે.

5. આ સ્તર પાણી ખેંચતું નથી અને ઓગળતું પણ નથી. તે રોડને મજબૂતી પ્રદાન કરે છે.

છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ રસ્તાઓના કારણે ગામવાસીઓ પરેશાન થયા હતા. જો કે, આ નવી ટેકનીકને કારણે રસ્તાના પ્રશ્નોનું કાયમી નિવારણ આવી ગયું છે અને તેથી તેઓ હવે સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે.

રાજ્ય કેબિનેટે રાજ્ય સરકારની ફ્લેગશીપ સડક ​​યોજનાને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સાથે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેથી રાજ્યમાં ગામડાઓને જોડતા રસ્તાઓની સંખ્યા વધી શકે, અને હાલના ખરાબ રસ્તાઓની સ્થિતિમાં સુધારો થાય. આ યોજના હેઠળ રાજ્યના નવા રસ્તાઓ માટે રૂ. 13 હજાર 500 કરોડ અને 730 કિમીના નવા રસ્તાના વિસ્તરણ માટે રૂ. 13,828 કરોડની આવશ્યકતા રહેશે. આ યોજનાનું ગ્રામીણ વિકાસ વિભાગના મહારાષ્ટ્ર ગ્રામીણ માર્ગ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ કરવામાં આવશે.