મલાઈકા આગળ ઝાંખી પડી ‘દબંગ ખાન’ ની આ નવી ‘મુન્ની’ કરીનાની ‘ફેવિકોલ’ પણ ક્યાંય નથી ટક્કર મા

સિનેમાજગતની મસાલા ફિલ્મોમાં આઈટમ સોંગ એક ખાસ જરૂરીયાત બની ગયું છે. ફિલ્મમાં જો તડ્કતા ભડકતા ગીત ન હોય તો ફિલ્મ બનાવવાવાળાને ફિલ્મ અડધી અધુરી લાગે છે. ફિલ્મ રીલીઝ થતા પહેલા આવા ગીતોનું કામ ફિલ્મને લઈને ક્રેઝ સ્થાપિત કરવાનું હોય છે.

ફિલ્મ જગતમાં આવા ગીતો દ્વારા દર્શકોને મનાવવાવાળી અભિનેત્રીઓને ‘આઈટમ ગર્લ’ નું નામ આપવામાં આવે છે. હવે ૨૦ ડીસેમ્બરના રોજ રીલીઝ થઇ રહેલી ‘દબંગ 3’ થી ઇન્ડસ્ટ્રીની એક બીજી આઈટમ ગર્લ મળવા જઈ રહી છે. ફિલ્મના નવા ગીત ‘મુન્ના બદનામ’ માં અભિનેત્રી વારીના હુસેન, સલમાન ખાન સાથે કમર લચકાવતી જોવા મળી રહી છે.

‘દબંગ 3’ ની ‘મુન્ની’

‘દબંગ 3’ ને લઈને સલમાન ખાનથી લઈને તેના ભાઈ અને ફિલ્મના નિર્માતા અરબાજ ખાન પોતાની સંપૂર્ણ શક્તિઓ લગાવી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં પોતે ‘ચૂલબુલ પાંડે’ એ હાથ અજમાવ્યો છે.

ફિલ્મમાં ગ્લેમરનો મસાલો પુરવા માટે આમ તો સોનાક્ષીથી લઈને સઈ માંજરેકર રહેલા છે પરંતુ બાકી રહેલી ખામી અભિનેત્રી વારીના હુસેન પોતાના હોટ અવતારથી પૂરી કરવાનો પ્રયાસ કરશે. આમ તો ‘મુન્ના બદનામ’ ગીતની જો ઝલકને ધ્યાનથી જોઈએ તો ‘દબંગ ખાન’ની આ ‘મુન્ની’ દબંગ ફેંચાઈજીની છેલ્લી બંને મુન્નીની સરખામણીમાં ઘણી ઝાંખી જોવા મળી રહી છે.

કરીનાના ‘ફેવિકોલ સે’

‘દબંગ ૨’ માં આઈટમ સોંગ માટે આ સમયની ટોપ હિરોઈન કરીના કપૂરને અજમાવવામાં આવી હતી. ફિલ્મમાં પોતાના ગીત ફેવિકોલ સે’ કરીનાએ પોતાની સુંદરતા અને મનમોહક ડાંસથી દર્શકોના દિલ લુટી લીધા હતા. મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં દેખાતી કરીનાએ એક ગીતથી સિનેમાઘરોમાં લોકોની ઘણી સીટીઓ અને તાળીઓ મેળવી હતી. વારીના હુસેન સહીત કોઈપણ અભિનેત્રી માટે કરીના કપૂરના આ જાદુને તોડી શકવું એક મોટો પડકાર છે.

મલાઈકા હજુ પણ મુન્ની નં.૧

વર્ષ ૨૦૧૦માં જયારે સલમાન ખાન ‘ચૂલબુલ પાંડે’ના ગેટઅપમાં પહેલી વખત જોવા મળ્યા હતા ત્યારે તેમણે પણ વિચાર્યું ન હતું કે ફિલ્મના એક ગીત દ્વારા મલાઈકા અરોરા આટલી સમાચારોમાં છવાઈ જશે. ‘મુન્ની બદનામ હુઈ’ આઈટમ સોંગમાં મલાઈકાએ જે જાદુ પાથર્યો તેની આગળ તેની તમામ ફિલ્મો ઝાંખી પડી ગઈ. ત્યાં સુધી કે જયારે પણ કોઈ નવું આઈટમ સોંગ આવે છે તો તેની સરખામણી મલાઈકાના આ ગીત સાથે કરવામાં આવે છે. ‘દબંગ’ ફ્રેન્ચાઇઝી પાસે હીટ આઈટમ સોંગનો એવો ખજાનો છે કે વારીના ઉપર પરફોર્મન્સનું દબાણ ઘણું વધી ગયું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.