11 દિવસ બાદથી લાગૂ થઇ જશે નવો નિયમ, આ 100 ચેનલો માટે ચુકવવા પડશે માત્ર 130 રૂપિયા, તમારી પસંદની હશે 65 ચેનલો

ટ્રાય એટલે કે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 29 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમની જાણકારી લોકોને મળી રહી છે પણ આના વિષે લોકોને ખબર પડી રહી નથી કે તમારી માટે લાભ દાયક છે કે નુકશાન કારક. તે આજે અમે તમને જણાવીશું. આ નિયમ મુજબ ડીટીએચ અથવા કેબલ પર ટીવી ચેનલોનો માસિક ભાવ લગભગ અડધો થઇ શકે છે.

પહેલા લોકો ફ્રી-એયર ચેનલ ફ્રીમાં જોતા હતા. તેઓ હમણાં માસિક ફક્ત 130 રૂપિયા આપીને 100 ચેનલો જોઈ શકે છે. જો તમને આ 100 ચેનલો કરતા વધારે બીજી ચેનલ જોવી હોય તો તમે ચેનલ સિલેક્ટ કરીને પણ તમારી મનપસંદ ચેનલનો આનંદ મેળવી શકો છો. પણ તેના તમારે અલગથી ચાર્જ આપવા પડે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે આ 100 ચેનલોમાં ગ્રાહકની મરજીની 65 ફ્રી ટૂ એયર ચેનલ, દૂરદર્શની 23 ચેનલો, 3 મુવી, 3 મ્યુઝિક અને ત્રણ ન્યુઝ ચેનલ આવશે. તમારે હવે કોઈ પણ પ્રકારના પેકેજ લેવાની જરૂરત નથી. કારણ કે હવે તેમે તમારી પસંદ અનુસાર કોઈ પણ ચેનલનું પેક બનાવી શકો છો, અને 29 ડિસેમ્બર પછી કોઈપણ ઓપરેટર કે ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની ગ્રાહકો પર દબાણ કે બળજબરી પેકેજ આપી શકશે નહિ. અમે તમને જણાવીશું કે સૌથી સસ્તું પેક તમારા માટે કયું છે.

દેશમાં રજીસ્ટર્ડ 867 ટીવી ચેનલ છે તેમાંથી પે ચેનલ 309 :

ટ્રાયએ જણાવેલ આંકડાઓ પર જોઈએ તો બ્રોડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2017 ટીવી ઇન્ડસ્ટ્રીમાં રેવેન્યુ લગભગ 66 હજાર કરોડ રૂપિયા હતું. જેમાંથી 867 ટીવી ચેનલ અને 309 પે ચેનલ 358 બ્રોડકાસ્ટિંગ કંપનીઓ દેશભરમાં છે. દેશમાં લગભગ 60 હજાર કેબલ ઓપરેટર્સ, 6 ડીટીએચ કંપનીઓ અને 1469 એમએસઓના માધ્યમથી લોકોના ઘરો સુધી પહોંચાડવામાં આવે છે.

29 ડીસેમ્બર પછી કેબલ અને ડીટીએચ પર ચાલતી ચેન્લ્સનો બદલાશે નિયમ, તેની માટે હવે કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ ચાલુ કરી રહ્યા છે તૈયારી. સામાન્ય, પ્રીમીયમ અને પ્રીમીયમ HD પેકેજ કરશે ઓફર. તમે સામાન્ય પ્લાન કરીએ તો તમને 150 થી 200 રૂપિયામાં પડી શકે છે. જેમાં તમને લગભગ ડીસ્કવરી અને અન્ય ઈંગ્લીશ ચેનલ જોવા મળશે નહિ, જો તમે પ્રીમીયમ ચેનલો પસંદ કરો છો તો તમને ૩૦૦ થી ૩૫૦ સુધીમાં તમારું પેક પડી શકે છે.

આમાં તમે તમારી પસંદ મુજબ ચેનલ પસંદ કરીને તમારા અનુસાર સામાન્ય કે પ્રીમીયમ પેક બનાવી શકો છો. જો તમને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય તો તમે 130 માં 100 ચેનલોની મજા લઇ શકો છો. સ્ટાર, ઝી, સોની, નેટવર્ક 18 વગેરે નેટવર્કના પેકેજ લઈને પોતાનું અલગથી પેકેજ લઇ શકો છો. તમે ઈચ્છો તો કોઈ એક નેટવર્કની એક ચેનલ લઇ શકો છો.

સ્ટાર નેટવર્કે પોતાના પેક જણાવ્યા છે, જેમાં 49 રૂપિયા સામાન્ય પેક માટે છે અને 79 રૂપિયા પ્રીમીયમ માટે છે. ઝી ની વાત કરવામાં આવે તો તેમને 45 રૂપિયા મહિને અને પ્રીમિયમ 60 રૂપિયા મહિને ચૂકવા પડશે. સોની ૩૧ રૂપિયા મહીને અને પ્રીમીયમ ૬૯ રૂપિયા મહીને આપે છે. આ બધી જાણકારી તેમની વેબ સાઈડમાં આપેલ છે.

મહિને કેટલામાં પડશે પેક :

એક અંદાજ અનુસાર દરેક પ્લાનના ૪૯ પણ ગણીએ તો મુખ્ય 4 નેટવર્ક છે તો ૧૯૬ માં આપણને પેક પડે છે, અને પ્રીમિયમમાં ગણવામાં આવે તો ૩૧૬ સુધીમાં તમને પ્રીમિયમની મજા લઇ શકો છો. પહેલા સામાન્ય માટે ૨૫૦ થી ૩૦૦ ચૂકવામાં આવતું અને પ્રીમીયમ માટે ૩૦૦ થી ૪૫૦ જેટલા લેતા હતા પણ આમાં તમને તમારા પસંદના ચેનલ અને પેક જોવા મળે છે. આ ફક્ત એક અંદાજો છે. જેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે નવો નિયમ ફાયદાકારક છે કે નહિ.