ખુશખબરી : 1 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં જુઓ 150 TV ચેનલ્સ, જાણો નવા નિયમ

નવી દિલ્હી, કેબલ ટીવી સબ્સ્ક્રાઇબ કરવા વાળા માટે ખુશ ખબર છે, કેમ કે હવે માત્ર ૧૩૦ રૂપિયાના એનસીએફ ચાર્જમાં સ્ટાન્ડર્ડ ડેફિનિશન ચેનલ જોવાનો મોકો મળશે. ખરેખર નવા ટેરીફ નિયમ લાગુ થયા પછી સતત લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે કે, તેમનું ટીવી જોવું પહેલાથી મોંઘુ થઈ ગયું છે. આ જ કારણ છે કે, ઇન્ડિયા ડીજીટલ કેબલ ફેડરેશને ડોટને ઘટાડવા માટે કિંમતોમાં ફેરફાર કરી દીધા છે.

જણાવી દઈએ કે, પહેલા ૧૩૦ રૂપિયામાં NCF ચાર્જમાં ૧૦૦ ચેનલ જ જોવા મળતી હતી, અને ૧૦૦ થી વધુ ચેનલ જોવા માટે વપરાશકર્તાએ દરેક ૨૫ ચેનલ માટે અલગથી ૨૦ રૂપિયા આપવા પડતા હતા. આવામાં ૧૫૦ ચેનલ જોવા માટે NCF ચાર્જ તરીકે GST સાથે ૧૭૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. હમણાં આ લાભ લેવા માટે ડિટીએચ સબ્સ્ક્રાઇબર્સે થોડી રાહ જોવી પડશે.

જોકે હમણાં જ ટાટા સ્કાયે પોતાની મોબાઈલ એપને ડિટીએચ સાથે જોડી દીધી છે. આનાથી વપરાશકર્તા ડિટીએચ એકાઉન્ટને પણ મેનેજ કરી શકે છે. સાથે જ વપરાશકર્તા મોબાઈલ એપ પર પણ બધી ટીવી ચેનલ્સ લાઈવ જોઈ શકે છે. આના સિવાય કંપનીના OTT કન્ટેન્ટ માટે બનાવવામાં આવેલા વેબ પોર્ટલ ટાટા સ્કાય વોચ પર વપરાશકર્તા લાઈવ ટીવી જોઈ શકે છે. જોકે વપરાશકર્તાએ પોતાના અકાઉન્ટ પર એક્ટિવ સબસ્ક્રિપ્શન લેવુ જરૂરી છે. ટાટા સ્કાય વેબ વર્ઝન પર જવા માટે વેબસાઈટ watch.tatasky.com પર જવું પડશે.

દરેક લોકોની ફરિયાદ છે કે પહેલા જેટલા રૂપિયામાં તેઓ એમને ગમતી બધી ચેનલ ટીવી પર જોતા હતા, હવે એટલા રૂપિયામાં તેઓ પહેલા કરતા અડધી કે એનાથી પણ ઓછી ટીવી ચેનલ જોઈ રહ્યા છે. જેને લીધે એમનું ડીટીએચ કે કેબલનું ભાડું મોંઘુ થઈ ગયું છે. પણ આ નિયમ લાવનાર શાખા ટ્રાઈ એવું જ કહે છે કે, અમે ગ્રાહકનો ફાયદો કર્યો છે. પણ હકીકતમાં તો તેમણે ભાવ જ વધાર્યા છે. હવે આ નવા દર પછી લોકોને થોડી રાહત થશે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.