નવા વર્ષ 2020 માં આ 3 રાશિઓ પરથી દૂર થઈ જશે શનિનો પ્રકોપ

નવું વર્ષ 2020 બુધવારે 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. નવા વર્ષના શરુ થવાથી લોકોના મનમાં નવી આશા જાગવા લાગે છે. વીતેલા વર્ષમાં જે વસ્તુઓ તમને નથી મળી શકી, તે નવા વર્ષમાં મળશે કે નહિ તે બધું જ્યોતિષ ગણના અને ગ્રહોની ચાલ પર નિર્ભર હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્વ હોય છે. જયારે કોઈ ગ્રહ એક રાશિને છોડીને બીજી રાશિમાં સ્થાન પરિવર્તન કરે છે, તો એનો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે.

વર્ષ 2019 પૂરું થવાનું છે અને નવા વર્ષ 2020 ને આવવામાં હવે ઘણો ઓછો સમય બાકી છે. વર્ષ 2020 માં ગ્રહોની સ્થિતિઓમાં કોઈ મોટા ફેરબદલ થવાના છે. વર્ષ 2020 ના શરૂઆતી દિવસોમાં જ શનિ પોતાની રાશિ બદલશે. શનિ 24 જાન્યુઆરી 2020 ના રોજ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી વર્ષ 2020 માં કઈ રાશિઓ પરથી શનિની અશુભ છાયા હતી જશે? અને કઈ રાશિ પર એમનો પ્રકોપ રહેશે? આવો જાણીએ.

ધનુ રાશિ :

શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2020 માં શનિ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ધનુ રાશિ વાળા પરથી બીજા ચરણની સાડાસાતી ખતમ થઈ જશે અને ત્રીજા ચરણની સાડાસાતી એટલે ઉતરતી સાડાસાતી શરુ થઈ જશે. એનાથી ધનુ રાશિ વાળાની પહેલાની સરખામણીએ એમના જીવનમાં મુશ્કેલીઓ ઓછી થતી જશે.

વૃશ્ચિક રાશિ :

શનિના મકર રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિ વાળા પર હવે શનિની વક્ર દ્રષ્ટિ નહિ રહે. વર્ષ 2020 માં એમને ઘણા સુખદ સમાચાર મળશે.

વૃષભ રાશિ :

શનિના મકર રાશિમાં જવાથી આ રાશિ પરથી શનિની ઢૈય્યા એટલે કે અઢી વર્ષનો પ્રકોપ ઓછો થઈ જશે.

કન્યા રાશિ :

આ રાશિ પરથી શનિનો અઢી વર્ષનો પ્રકોપ સમાપ્ત થઈ જશે. આ કારણે તમામ પ્રકારની પરેશાનીઓથી એમને છુટકારો મળી જશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.