નવા વર્ષ 2020 માં લોન્ચ થશે આ 7 ઇલેક્ટ્રિક કારો, જાણો ફીચર્સ અને કિંમત વિશે ની જાણકારી

નવા વર્ષ 2020 માં ઓટોમોબાઈલ કંપનીઓ ઘણી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર રજુ કરવાની હોડમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, એમજી મોટર્સ અને નિશાન જેવી મોટી ઓટો કંપનીઓ શામેલ છે. આવો જાણીએ કઈ કંપનીઓની કઈ કાર ભારતીય બજારમાં કયારે આવવાની છે. 7 ઇલેક્ટ્રિક કરો વિષે સંપૂર્ણ જાણકારી.

Tata Nexon EV – ટાટા નેકસોન ઈવી :

ટાટા મોટર્સની પહેલી Sub-Compact Electric SUV Car (સબ કોમ્પકેટ ઇલકેટ્રીક એસયુવી કાર) Tata Nexon EV નવા વર્ષ 2020 જાન્યુઆરીમાં બજારમાં આવશે. કંપનીએ 19 ડિસેમ્બરમાં આને લોન્ચ કરી હતી. તે ટાટાની પહેલી ઇલેક્ટ્રિક કાર છે, જેને નવી જિપ્ટ્રોન ઇલેક્ટ્રિક પાવરટ્રેન ટેક્નોલોજી સાથે બજારમાં ઉતારવામાં આવી છે. Tata Nexon EV સ્ટાન્ડર્ડ નેકસોન (પેટ્રોલ-ડીઝલ મોડલ) પર આધારિત છે. પણ ઇલેક્ટ્રીક કારમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે.

Nexon EV ઇલેક્ટ્રિકમાં 30.2 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 129 એચપીનો પાવર અને 245 એનએમનો ટૉર્ક આપે છે. કંપનીએ એમાં લિથિયમ-આયન બેટરી પેક આપ્યું છે, જેને ખાસ કરીને ભારતીય રસ્તા અને વાતાવરણને ધ્યાનમાં રાખીને ટેસ્ટ કરવામાં આવી છે. આ બેટરી પેકને IP67 રેટિંગ મળ્યું છે, જેના પર પાણી અને ધૂળનું અસર નહીં થાય.

તેમજ બેટરી પેકમાં લીકવીડ કુલિંગ ફીચર મળશે, જેથી ગરમ તાપમાનમાં પણ સારું પર્ફોમન્સ મળશે. ટાટા મોટર્સનો દાવો છે કે, એક વાર ફૂલ ચાર્જ કરવા પર નેકસોન ઈવી 300 કિલોમીટર સુધી ચાલશે. એની કિંમત 15-17 લાખ રૂપિયા વચ્ચે રહેવાની આશા છે.

Tata Altroz EV – ટાટા અલ્ટ્રોન ઈવી :

ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક Tata Altroz EV જાન્યુઆરી 2020 માં લોન્ચ થવાની છે. આ કારનું ઇલેક્ટ્રિક વર્ઝન વર્ષ 2019 ની શરૂઆતમાં જિનેવા મોટર શો માં રજુ કરવામાં આવ્યું હતું. નેકસોન ઈવીની જેમ અલ્ટ્રોન ઇવીમાં પણ જિપ્ટ્રોન ઇલેક્ટ્રિક પાવરટ્રેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ કારની બેટરી પણ નેકસોન ઇવીની જેમ જબરજસ્ત હશે. બેટરીના એકવાર ચાર્જ થયા પછી આ કાર પણ 300 કિલોમીટરથી વધારે અંતર કાપી શકશે તેવી આશા છે. Altroz EV ને ફેબ્રુઆરી 2020 માં થવાવાળા ઓટો એક્સ્પોમાં રજુ કરવામાં આવી શકે છે, અને એના થોડા મહિના પછી લોન્ચિંગ થશે.

MG ZS EV – એમજી ઝેડએસ ઈવી :

એમજી મોટર્સ પોતાની નવી ઇલેક્ટ્રિક કર ZS EV ને ભારતમાં લોન્ચ કરવાની છે. કંપનીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક ક્રોસઓવર એસયુવી MG ZS EV ને સપ્ટેમ્બર 2019 માં શોકેસ કરી હતી. આ કારને જાન્યુઆરી 2020 માં લોન્ચ કરવામાં આવી શકે છે. MG ZS EV ની ડિઝાઈન એની ખાસિયત માનવામાં આવી રહી છે. MG ZS EV માં આપવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર 143ps પાવર અને 353Nm નો પીક ટૉર્ક જનરેટ કરે છે.

આમાં 44.5kWh લીકવીડ-કુલ્ડ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, એકવાર ફૂલ ચાર્જ થવા પછી આ ઇલેક્ટ્રિક એસયુવી 340 કિલોમીટર ચાલશે. તે 8.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આમ તો લોન્ચ પછી જ તેની સાચી કિંમતની જાણ થશે, પણ અનુમાન છે કે નવી ZS EV ની સંભવિત કિંમત 15 થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Mahindra KUV100 EV – મહિન્દ્રા કેયુવિ 100 ઈવી :

Mahindra KUV100 એક કોમ્પેકટ હેચબેક ઇલેક્ટ્રિક કાર હશે. કંપનીએ એને ગયા વર્ષે 2019 માં ઓટો એક્સ્પોમાં શોકેસ કરી હતી. હવે કંપની આ કારને ફેબ્રુઆરીમાં થવા વાળા ઓટો એક્સ્પોમાં રજુ કરવાની છે. ઓટો એક્સ્પોમાં રજુ થવા વાળું આ મોડલ નિયર પ્રોડક્શન ફોર્મમાં હશે. એટલે કે લગભગ ફાઇનલ મોડલ માનવામાં આવે છે.

એમાં 40kW AC ઇન્ડક્શન મોટર અને ઈ-વેરિટો વાળી 72V લિથિયમ-આયન બેટરી આપવામાં આવી શકે છે. કાર સિંગલ ચાર્જમાં લગભગ 140 કિલોમીટર અંતર કાપશે. એના સિવાય આની બેટરીને ફક્ત 1 કલાકમાં 80 ટકા ચાર્જ કરી શકાશે. આની અનુમાનિત કિંમત 8 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Mahindra XUV300 EV – મહિન્દ્રા એક્સયુવિ 300 ઈવી :

મહિન્દ્રા પોતાની પોપ્યુલર સબ કોમ્પેકટ એસયુવી કાર XUV300 નું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની છે. ઇલેક્ટ્રિક XUV300 બે બેટરી પેક ઓપશન સાથે ઉપલબ્ધ થશે. એમાં સ્ટાન્ડર્ડ એસી ચાર્જરની સાથે ડીસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. કંપની અનુસાર ઇલેક્ટ્રિક XUV300 એક વાર ફૂલ ચાર્જ થયા પછી 300 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે.

Maruti Wagon R EV – મારુતિ વેગન આર ઈવી :

મારુતિ પોતાની પોપ્યુલર મીની એમપીવી કાર Wagon R ના ઇલેક્ટ્રિક વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહી છે. લગભગ 50 થી વધારે વેગન આર ઇલેક્ટ્રિક કારોનું આ દિવસોમાં આખા દેશમાં ટેસ્ટિંગ ચાલી રહયું છે. Wagon R EV દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોમાંથી એક હશે. રિપોર્ટ્સ અનુસાર ઇલેક્ટ્રિક વેગન આરમાં 72 વોલ્ટ સિસ્ટમ અને 10-25 kWh નું બેટરી પેક હશે. તેમજ Wagon R EV સિંગલ ચાર્જમાં 200 કિલોમીટરનું અંતર કાપી શકશે.

Wagon R EV ની ખાસિયત હશે કે, આ ડીસી ચાર્જરથી માત્ર 40 મિનિટના ચાર્જિંગમાં 75 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. એનો અર્થ એ હશે કે, 40 મિનિટના ચાર્જિંગમાં કાર 150 થી 160 કિમી સુધી દૂર જઈ શકે છે. એની અનુમાનિત કિંમત 7 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હશે.

Nissan Leaf – નિસાન લીફ :

દુનિયામાં સૌથી વધારે વેચવા વાળી ઇલેક્ટ્રિક કાર Nissan Leaf આ વર્ષે ભારતમાં લોન્ચ થશે. છેલ્લા વર્ષે કંપનીએ પોતે એનો ખુલાસો કર્યો હતો. એક ઇલેક્ટ્રિક કાર હોવાની સાથે નિસાન લીફની એક બીજી ખાસિયત એ છે કે, તે તમારા ઘરને પણ રોશન કરી શકે છે. નિસાન લીફની લંબાઈ 4480 એમએમ, પહોળાઈ 1790 એમએમ અને ઊંચાઈ 1540 એમએમ છે, જયારે એનું વહીલબેઝ 2700 એમએમનું છે.

લીફમાં EM57 ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે, જે 150 પીએસનો મહત્તમ પાવર અને 320 એનએમનો ટૉર્ક આપે છે. તેમજ એમાં 40 kWh નું લિથિયમ બેટરી પેક લાગેલું છે. લીફની બેટરી સ્ટાન્ડર્ડ ચાર્જર પર ફૂલ ચાર્જિંગમાં 16 કલાક, અને 6 kW ચાર્જર પણ 40 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થાય છે. નિસાનનો દાવો છે કે, લીફ સિંગલ ચાર્જમાં 400 કિમી સુધીનું અંતર કાપી લે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.