નવા વર્ષ પહેલા અમેરિકાના આકાશમાં ‘જામ’, આવું 16 વર્ષમાં પહેલી વાર થશે

વોશિંગટન : આ તથ્ય તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે કે, અમેરિકા (United States) માં આકાશમાં જામ રહેવાનું છે. જી હાં, હકીકતમાં અમેરિકામાં નવા વર્ષ પર રજાને કારણે ભારે માત્રામાં લોકો વિમાનથી યાત્રા કરવાના છે. એવામાં અમેરિકા ઉપમહાદ્વીપના લગભગ 10.40 કરોડ લોકો 1 જાન્યુઆરી સુધી રજા પસાર કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવું છેલ્લા 16 વર્ષમાં પહેલી વાર થશે, જયારે અહીં નવા વર્ષ સુધી લગભગ 70 લાખ લોકો વિમાનથી યાત્રા કરશે.

હવે વાત કરીએ આકાશમાં એયર ટ્રાફિકની તો અહીં સ્થિતિ એવી છે કે, અમરિકામાં દરેક સમયે લગભગ 12 હજાર વિમાન આકાશમાં ઉડાણ ભરી રહ્યા છે. આ આંકડો ગઈ વખતના આંકડા કરતા 4.9 ટકા વધારે છે.

ખાસ વાત એ છે કે અમેરિકામાં રજાઓ દરમિયાન લગભગ 39 લાખ લોકો પોતાના અંગત વાહનોથી સફર કરશે. આ આંકડો પણ ગયા વર્ષની સરખામણીએ 3.9 ટકા વધારે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.