નવા વર્ષમાં કેતુ બદલશે પોતાનું ઘર, કઈ રાશિઓ માટે રહેશે શુભ, કોના માટે રહેશે અશુભ? જાણો

સમયની ચાલ કોઈના માટે નથી અટકતી અને ન તો તે કોઈ માટે રોકાશે. સમયનું ચક્ર સતત ચાલતું રહે છે, અને સમય મુજબ જ વ્યક્તિના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રોજ ગ્રહોમાં સમય મુજબ ઘણા બધા ફેરફાર થતા રહે છે, જેને કારણે જ માણસનું જીવન પ્રભાવિત થાય છે.

જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહોની સ્થિતિ ઠીક છે, તો તેને કારણે જ વ્યક્તિને શુભ પરિણામ મળે છે. પરંતુ ગ્રહોની સ્થિતિ ઠીક ન હોવાને કારણે વ્યક્તિએ ઘણી બધી તકલીફોમાંથી પસાર થવું પડે છે. વ્યક્તિને તેમના જીવનમાં સુખ મળશે કે પછી તેણે તકલીફોનો સામનો કરવો પડશે, તે બધું ગ્રહોની ચાલ ઉપર આધાર રાખે છે.

જ્યોતિષના જાણકારો મુજબ ૨૦૨૦ માં કેતુ પોતાનું રાશિ પરિવર્તન કરવાનો છે, જેને કારણે જ તમામ ૧૨ રાશિઓ ઉપર તેની કોઈને કોઈ અસર જરૂર થશે. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ની સવારે ૮.૨૦ વાગ્યે કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તનની ૧૨ રાશિઓ ઉપર શી અસર પડવાની છે? એના વિષે આજે અમે તમને જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કેતુના રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિઓ ઉપર રહેશે શુભ અસર?

મેષ રાશિ વાળા લોકો માટે કેતુનું પરિવર્તન શુભ રહેવાનું છે. તમારું મન ધાર્મિક પ્રવુત્તિઓમાં વધુ લાગશે. થોડા સમયથી થઇ રહેલા નુકશાનની ભરપાઈ તમે કરી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે, તમે તમારા કુટુંબના લોકો સાથે કોઈ તીર્થ સ્થળના પ્રવાસ ઉપર જઈ શકો છો, કુટુંબના સુખમાં વધારો થશે, પૂજા પાઠમાં તમારું મન વધુ લાગશે.

વૃષભ રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન સફળતા વાળું રહેવાનું છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, જૂની શારીરિક બીમારીઓથી છુટકારો મળી શકે છે. ધન સંબંધિત કાર્યોમાં તમને ફાયદો મળશે. તમે તમારા વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો. તમે તમારી આવક અને ખર્ચનું સંતુલન જાળવીને ચાલશો, તમે કોઈ નવા કાર્યની શરુઆત કરી શકો છો, મિત્રોનો પુરતો સહકાર મળશે.

કન્યા રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન સુખોમાં વૃદ્ધી કરી શકે છે, પિતૃક સંપત્તિમાંથી તમને ફાયદો મળશે, તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરી શકો છો. ધન સંબંધિત તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત થશે. આ રાશિ વાળા લોકોના પ્રેમ લગ્ન થઇ શકે છે. તમારા પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે, સમય સાથે સાથે તમારી કાર્યપ્રણાલીમાં સુધારો આવશે.

ધનુ રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન શુભ રહેવાનું છે. તમે તમારી આર્થિક સ્થિતિને મજબુત બનાવવામાં સફળ રહેશો, તમને તમારા વેપારમાં સતત પ્રગતી પ્રાપ્ત થશે. કુટુંબમાં ચાલી રહેલી તકલીફો દુર થઇ શકે છે. કુટુંબના લોકો વચ્ચે ચાલી રહેલા અણબનાવ દુર થઇ શકે છે. તમે સમય મુજબ તમારા તમામ કાર્ય પુરા કરશો, જેનો તમને સારો લાભ મળી શકે છે.

કુંભ રાશિ વાળા લોકો માટે કેતુના રાશિ પરિવર્તનને કારણે જ આ વર્ષ સારું રહેવાનું છે. તમારી આવકમાં વધારો થશે, તમારા અટકેલા પૈસા તમને સરળતાથી પાછા મળી શકે છે, ભાઈ બહેનો સાથે સારા સંબંધ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સારી પ્રગતી પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમે તમારી અલગ ઓળખાણ ઉભી કરવામાં સફળ રહેશો. ધન રોકાણ કરવા માટે આ સમય શુભ રહેવાનો છે, તમને તેનો વધુ ફાયદો મળશે.

આવો જાણીએ કઈ રાશિઓ ઉપર પડશે અશુભ અસર :

મિથુન રાશિ વાળા લોકો માટે કેતુના રાશિ પરિવર્તનને કારણે કાર્યક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓનો સમનો કરવો પડી શકે છે, તમારા વિવાહિત જીવનમાં તકલીફો ઉભી થવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારે જીવનસાથીની ભાવનાઓને સમજવાની જરૂર છે. વેપારમાં ભાગીદારો સાથે મતભેદ થઇ શકે છે, તમે તમારા મહત્વના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. તમારી આવક સારી રહેશે, કુટુંબનું વાતાવરણ ઠીક ઠીક રહેશે.

કર્ક રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન ઠીક ઠીક રહેશે, પરંતુ તમારે તમારા જીવનમાં વધુ સંઘર્ષ કરવો પડી શકે છે. શત્રુ તમને નુકશાન પહોંચાડવાનો પુરતો પ્રયાસ કરશે, એટલા માટે તમે સતર્ક રહો. આરોગ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવું પડશે, તમે જો કોઈ રોકાણ કરો છો તો સમજી વિચારીને કરજો. પિતાના સહયોગથી તમે તમારા અધૂરા કાર્ય પુરા કરી શકો છો.

સિંહ રાશિ વાળા લોકો માટે કેતુના રાશિ પરિવર્તનને કારણે જ સંતાન સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી વચ્ચે ગેરસમજણો ઉભી થવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારે સારા પરિણામ પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી પડશે. તમારો વેપાર સારો ચાલશે, નોકરીના ક્ષેત્રમાં પ્રમોશનની શક્યતા ઉભી થઇ રહી છે. વિરષ્ઠ અધિકારીઓ સાથે સારો મનમેળ જળવાઈ રહેશે.

તુલા રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન ઠીક નહિ રહે. તમારા સાહસમાં ઘટાડો આવી શકે છે. તમારા આત્મવિશ્વાસનું સ્તર નબળું રહેશે. તમારે તમારા કુટુંબ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. નાના ભાઈ બહેનો સાથે મતભેદ થવાની શક્યતા ઉભી થઇ રહી છે. ધર્મ કર્મના કાર્યો તરફ તમે આકર્ષિત થઇ શકો છો. તમારે અચાનક કોઈ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવું પડી શકે છે. પ્રવાસ દરમિયાન તમે તમારી વસ્તુનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન સારું રહેવાનું છે, તમે કાર્યક્ષેત્રમાં ઘણી વસ્તુને સમજવાનો પ્રયાસ કરશો. તમારું મન કોઈ વાતને લઈને વિચલિત થઇ શકે છે. કુટુંબના લોકો સાથે કોઈ ધાર્મિક સમારોહમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે, જેથી તમારા મનને શાંતિ પ્રાપ્ત થશે. તમે તમારા ભવિષ્યની યોજનાઓ ઘણી સમજી વિચારીને કરશો, અચાનક કોઈ પ્રભાવશાળી લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મકર રાશિ વાળા લોકો માટે કેતુના રાશિ પરિવર્તનને કારણે તમને ધન હાની થવાની શક્યતા ઉભી થઇ રહી છે, કારણ વગરના ખર્ચાનો સામનો કરવો પડશે. તમે કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ કરવાથી દુર રહો નહિ તો દુર્ઘટના થઇ શકે છે. તમારે તમારા ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. અચાનક તમને અશુભ સમાચાર મળી શકે છે, જેને કારણે જ તમે ઘણા દુઃખી રહેશો.

મીન રાશિ વાળા લોકો માટે કેતુના રાશિ પરિવર્તનને કારણે જ કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધી તમારી છાપને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, એટલા માટે તમારે સતર્ક રહેવું પડશે, તમે ધનની લેવડ દેવડમાં જરા પણ બેદરકારી ન રાખશો, તમને મુશ્કેલ સમયમાં કાંઈને કાંઈ નવી શીખ મળી શકે છે. તમારા આરોગ્યમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે, તમારે તમારા ખાવા પીવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.