નહિ જાણતા હોય, શેષનાગ સરોવરના રહસ્યો વિષે, જાણો એક ક્લિક દ્વારા.

મિત્રો, અમુક વસ્તુ એવી હોય છે. જે માનવ વિચાર, સમજશક્તિથી પણ દુર હોય છે. આપણી આંખો સામે તો હોય છે પરંતુ આપણી આંખો અને મગજની સમજશક્તિથી બહાર હોય છે, એટલા માટે આપણે તેના તથ્યોને આધારે તેની અવગણના કરતા હોઈ એ છીએ, મિત્રો આજે અમે તમને ભારતના એક એવા સરોવર વિષે જણાવીશું. જેની અદ્દભુત ઘટનાઓ સાંભળીને તમને તમારા કાન ઉપર વિશ્વાસ નહિ આવે.

અને તમે એવું વિચારશો કે આ એક અંધવિશ્વાસની વાતો છે. પણ આ સરોવરમાં બનતી ઘટના સદીઓથી થઇ રહી છે. અને અહિયાંના લોકોમાં તેના પ્રત્યે એક ઊંડી શ્રદ્ધા છે. તો આવો અમે તમને જણાવીએ છીએ કે આ આખી બાબત ખરેખર શું છે?

મિત્રો, આમે વાત કરી રહ્યા છીએ શેષનાગ સરોવરની. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફાની પાસે આવેલુ છે. બહેલગામથી તેનું અંતર લગભગ ૩૨ કીમી છે. અને ચંદનવાડીથી લગભગ ૧૬ કીમી છે. આ સરોવર લગભગ ૧.૫ કીમી માં ફેલાયેલું છે. પ્રાચીન માન્યતાઓ અને લોક વાયકા મુજબ આ સરોવરમાં શેષનાગજીનો વાસ છે, અને દિવસમાં એક વખત આ સરોવરની બહાર દર્શન આપે છે.

આમ તો આ દર્શન નસીબદારને જ થાય છે. મિત્રો સૌથી ખાસ વાત તો એ છે કે સરોવરમાં શેષનાગની આકૃતિ સ્પષ્ટ જોવા મળે છે. અને જેની વિશાળ રૂપની આકૃતિ પાણી ઉપર ઉપસી આવે છે. અને તેને જોવા માટે ભક્તોની ભીડ અહિયાં જમા થઇ જાય છે.

આવો અમે તમને જણાવીએ છીએ કે આ સરોવર શેષનાગજી કેવી રીતે બની ગયું. કહેવામાં આવે છે કે જયારે ભોળાનાથ માતા પાર્વતીને લઇને અમર કથા સંભળાવવા અમરનાથ જઈ રહ્યા હતા, તો તેમણે પોતાના સાંપોને અનંતનાગમાં, નંદીને પહેલગામમાં, ચન્દ્રમાને ચંદ્રવાડીમાં અને શેષનાગજીને આ સરોવરમાં મૂકી દીધા હતા.

કેમ કે ભોલેનાથ નહોતા ઇચ્છતા કે આ કથાને કોઈ બીજા સાંભળે, અને જો કોઈ બીજા આ કથાને સાંભળી લે તો તે અમર થઇ જાય. અને સૃષ્ટીનો મૂળ સિદ્ધાંત બગડી જાય. એ દ્રષ્ટીએ શેષનાગજીને સરોવરમાં મૂકી દીધા. જેથી કોઇ આ સરોવરને પાર કરી આગળ ન જઈ શકે, માનવામાં આવે છે કે, આજે પણ શેષનાગ સરોવરના પાણીમાં જોવા મળે છે. અને આજે પણ આ સરોવરને કોઈ પાર નથી કરી શકતું. મિત્રો તમારું શું માનવું છે શેષનાગજી સરોવર વિષે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.