જીયો નાં ફ્રી 4G મોબાઈલ આપવા વાળા મુકેશ ભાઈ ની બૈરી પાસે છે 311 કરોડ નો મોબાઈલ

જીયો લોન્ચ કરવા વાળા રિલાયન્સ નાં માલિક મુકેશ અંબાણીના બૈરી ઉર્ફ પત્ની અને જાણીતા બિઝનેસ વુમન નીતા અંબાણીને કોઇ ઓળખની જરૂર નથી. અંબાણી નાં જીયોએ હાલમાં જ નવો ૧૫૦૦ રૂપિયા નો મોબાઈલ લોન્ચ કર્યો. પણ જીયો જેવી અનેક સેવાઓ આપનાર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતે કયો ફોન વાપરે છે તે જાણવું હોય તો વાંચો આ લેખ. નીતા અંબાણી જે ફોનનો ઉપયોગ કરે છે તેની કિંમત 311 કરોડની માનવામાં આવી છે. ત્યારે તેવું તો શું ખાસ છે આ ફોનમાં કે તેની આટલી બધી કિંમત છે?

48.5 મિલિયન ડોલર વેબસાઇટ એસિયાનેટ મુજબ નીતા અંબાણીની પાસે ફોલ્કન સુપરનોટા આઇફોન 6 પિંક ડાયમંડ ફોન છે. જેની કિંમત 48.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 311 કરોડ રૂપિયા છે. આ ફોન વર્ષ 2014માં લોન્ચ થયો હતો. કંપનીએ આ ફોન ખાસ પૈસાદાર લોકો માટે જ બનાવે છે. અહીં તમને જણાવી દઉં કે 311 કરોડમાં તમે એક નાનકડું શહેર પણ ખરીદી શકો છે.

શું છે ખાસ? 311 કરોડ રૂપિયાનો 24 કેરેટ પ્યોર ગોલ્ડ અને પિંક ગોલ્ડથી બન્યો છે. તેનું પર પ્લેટિનિયમનું ખાસ કોટિંગ છે. જે તેને તૂટી જતા બચાવે છે. એટલું જ નહીં આ ફોનની પાછળ ગુલાબી રંગનો ડાયમંડ છે. તમને જણાવી દઇએ કે પીંક ડાયમંડને ખૂબ જ રેર અને મોંધો ડાયમંડ માનવામાં આવે છે. વળી આ ફોનની ખાસયત તે છે કે આ ફોનને હેક કરવો લગભગ અશક્ય છે.

નીતા અંબાણી જો કે આવું પહેલી વાર નથી બન્યું. નીતા અંબાણી અવાર નવાર તેમની બિઝનેસ સેન્સના કારણે કે પછી તેમના ચેરીટી કામોના કારણે કે પછી તેમના સ્લીમ ટ્રીમ લૂકના કારણે ચર્ચામાં રહે છે. વળી અનેક વાર તેમની સાડી, ધરેણાં અને તેમને ચર્ચામાં લાવી દે છે. એટલું જ નહીં તે જે હેંડબેંગ વાપરે છે તેની કિંમત પણ 40 લાખની હોય છે.

નીતા અંબાણી સવારે જે ચા પીએ છે તે કપની કિંમત ત્રણ લાખ રુપિયા થાય છે. આ કપ જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાંડ ‘નોરિટેક’નો છે. જેની કિંમત ત્રણ લાખ જેવી થાય છે

મુકેશ અંબાણી અને ખાલી નીતા અંબાણી જ નહીં મુકેશ અંબાણી પણ ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. તેમનું ઘર દુનિયાના 10 સૌથી મોંધા ઘરોમાંથી એક છે. તેમની વાનથી લઇને ફોન પણ કરોડો રૂપિયાનો છે તો પછી તેમની પત્ની જોડે આટલો મોંધા ફોન તો હોય જ ને!

નીતા અંબાણીને સ્ટાઈલિશ ફુટવેરનો ખૂબ જ શોખ છે. તેઓ ક્યારેય પોતાના સેન્ડલ રિપિટ નથી કરતાં. તેમની પાસે પાડ્રો, ગાર્સિયા, જિમ્મી ચૂ, પેલમોડા, માર્લિન બ્રાંડના શુઝ તેમજ સેન્ડલ છે. તેઓ જે સ્લીપર્સ પહેરે છે તેની શરુઆત જ એક લાખ રુપિયાથી થાય છે. ફુટવેરની સાથે તે એક વાર પહેરેલા કપડાં પણ ક્યારેય રિપીટ નથી કરતાં.

નીતા અંબાણીને જેટલો ફુટવેરનો શોખ છે તેટલો જ શોખ બ્રાન્ડેડ પર્સનો પણ છે. દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડની હેન્ડબેગ જેવી કે શનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચૂ જેવા કલેક્શન તેમની પાસે છે. તેના ક્લચ પર હીરા જડેલા હોય છે, અને તેની કિંમત 3-4 લાખથી તો શરુ જ થાય છે.

મિસિસ અંબાણીને બ્રાન્ડેડ વોચનો ખૂબ જ શોખ છે. તેઓ વોચ ખરીદવા હંમેશા એક્સાઈટેડ હોય છે. તેમની પાસે ઘડિયાળોનું સારું એવું કલેક્શન પણ છે. તેમના કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચ્ચી, કેલ્વિન ક્લાઈન અને ફોસિલ જેવી બ્રાંડનો સમાવેશ થાય છે.

ફિટ રહેવું નીતા અંબાણીને ખૂબ જ પસંદ છે. તેમને જોઈને જ આ વાતનો અંદાજ આવી જાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેમના દીકરા અનંત અંબાણીનું વજન 108 કિલો હતું, ત્યારે દીકરાને વજન ઘટાડવાની પ્રેરણા આપવા પહેલા તેમણે પોતાનું વજન ઘટાડ્યું હતું. કારણકે, તેમનું માનવું છે કે બાળકો માને જોઈને જ શીખે છે. ત્યારથી જ તેઓ ફિટનેસને લઈને ખૂબ જ સિરિયસ રહે છે.

ડાન્સના શોખીન નીતા અંબાણી જ્યારે પણ ડાન્સ કરે છે ત્યારે મન મૂકીને ડાન્સ કરે છે. તેમની ભારતનાટ્ટયમ પર સારી ગ્રીપ છે. આપને કદાચ એ વાતની ખબર નહીં હોય કે ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીને પોતાના દીકરા માટે તેમનો ડાન્સ જોઈને જ પસંદ કર્યાં હતાં.


Posted

in

by