નીતા અંબાણીને મળી નવી સફળતા, અમેરિકામાં મેળવી આ મોટી સિદ્ધિ

આજકાલ મીડિયા ઉપર દેશ વિદેશના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને પૂરતી જાણકારી નથી હોતી. પરંતુ સોશિયલ મીડિયા એને લગતી જાણકારી લોકો સુધી પહોંચતી કરી દે છે. એ બધામાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે.

અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આ વાત છે જ કાંઈક એવી જેનાથી સંપૂણ દેશ વાસીઓનું માથું ગર્વથી ઊંચું થઇ જશે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

રિલાયન્સ ફાઉંડેશનના ચેરમેન નીતા અંબાણીએ અમેરિકામાં મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે. ખાસ કરીને નીતા અંબાણીને ન્યુયોર્કના મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન મળ્યું છે. તેની સાથે નીતા અંબાણી મ્યુઝીયમની પહેલી ભારતીય માનદ (ઓનરેરી) ટ્રસ્ટી બની ગઈ છે. ‘મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ’ મ્યુઝીયમના ચેરમેન ડેનીય્લ બ્રોડસ્કીએ તે અંગે માહિતી આપી.

તેની સાથે જ ડેનીયલ બ્રોડસ્કીએ જણાવ્યું કે, નીતા અંબાણીની મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ પ્રત્યે પ્રતિબદ્ધતા અને ભારતની કળા – સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું ખરેખર અસાધારણ છે. નીતા અંબાણીની મદદથી મ્યુઝીયમની કલાના અધ્યયન અને પ્રદર્શનની ક્ષમતાઓમાં ઘણો વધારો થયો. એમનું બોર્ડમાં સ્વાગત કરવું ખુશીની વાત છે.

અને આ સિધ્ધી ઉપર આનંદ વ્યક્ત કરતા નીતા અંબાણીએ જણાવ્યું કે, આ સન્માન મને ભારતના વારસા અને સંસ્કૃતિ માટે મારા પ્રયત્નોને બમણા કરવા પ્રેરિત કરે છે.

એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કળા અને સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરી રહી છે. તે દેશમાં રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે.

તે ઉપરાંત નીતા અંબાણી છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોપોલીટન મ્યુઝીયમના પ્રદર્શનોને પ્રોત્સાહન આપી રહી છે. અહિંયા એ જણાવી દઈએ કે, તે અમેરિકાનું સૌથી મોટુ આર્ટ મ્યુઝીયમ છે. આ મ્યુઝીયમ ૧૪૯ વર્ષ જુનું છે. અહિયા દુનિયાભરની ૫૦૦૦ વર્ષ જૂની કલાકૃતિઓ પણ રહેલી છે. દર વર્ષે લાખો લોકો મ્યુઝીયમ જોવા આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.