કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા, હાલત ગંભીર, જાણો શું થયું અને જુઓ વિડીઓ

આજે મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીની અચાનક તબિયત બગડી હતી, તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા હતા. આ ઘટના ઘટી ત્યારે રાજ્યના ગવર્નર પણ તે જ કાર્યક્રમમાં હાજર હતા. તેઓએ તેમને પકડ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને ગવર્નર વિદ્યાસાગર રાવ અહમદનગરની મહાત્મા ફૂલે યુનિવર્સીટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. જયારે રાષ્ટ્રગીત શરુ થયું ત્યારે બધાની સાથે નીતિન ગડકરી પણ ઉભા થયા પરંતુ અચાનક જ તેઓ બેભાન થઇ ગયા.

આની પહેલા એક જાહેર કાર્યક્રમના સ્ટેજ પર નીતિન ગડકરીની તબિયત બગડી ચુકી છે. એક રેલી વખતે તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. નીતિન ગડકરી અત્યારે સડક પરિવહન મંત્રી ઉપરાંત ગંગા સફાઈની વધારાની કામગીરી સાંભળી રહ્યા છે. નીતિન ગડકરીએ થોડા સમય પહેલા વજન ઘટાડવાનું પણ ઓપરેશન કરાવ્યું હતું.

2019 પછી પ્રધાન મંત્રીના પદ માટે પણ તેમનું નામ ચાલી રહ્યું છે. ત્યારે તેમની સાથેનો આ બનાવ ઘણા સવાલો ઉભા કરે છે. લગભગ બધા કેન્દ્રીય મંત્રીઓનું સ્વાસ્થ્ય ખુબ ખરાબ છે. ઘણાનું મૃત્યુ પણ થઇ ગયું છે. અરુણ જેટલીની કિડની ફેલ થઇ ગઈ હતી. કૃષિ મંત્રીનું મૃત્યુ થઇ ગયું છે. સુષ્મા સ્વરાજનું પણ હમણાં ઓપરેશન થયું હતું. મનોહર પરિકરની પણ હાલત ખુબ ગંભીર છે. હમણાં જ એક કેન્દ્રીય મંત્રી વિદેશમાં કેન્સરનો ઈલાજ કરાવીને ભારત પરત આવ્યા છે.

વિડીઓ