21 વર્ષ સુધી ભારતીય સેનામાં ઓફિસર રહ્યા નિતિન મેહતા, આજે બની ગયા છે એક સફળ મોડલ.

જાણો નિતિન મેહતા વિષે જે આપે છે આજના ફિલ્મી હીરોને ટક્કર, 21 વર્ષ સુધી સેનામાં ઓફિસર તરીકે આપી છે સેવા. ‘નિતિન મેહતા’, મોડલિંગની દુનિયામાં આજે આ નામથી દરેક લોકો માહિતગાર છે. 21 વર્ષ સુધી ભારતીય સેનામાં રહીને દેશની સેવા કરવા વાળા નિતિન મેહતા આજે એક સફળ મોડલ બની ચુક્યા છે.

વર્ષ 2016 માં મોડલિંગ શરુ કરવા વાળા નિતિન આજે મોડલિંગની દુનિયામાં મોટું નામ કમાઈ ચુક્યા છે. ભારતમાં હંમેશા લોકોને લાગે છે કે, મોડલિંગ માત્ર એક ચોક્કસ ઉંમર સુધી જ કરી શકાય છે. ફેશન વિક દરમિયાન પણ ડિઝાઈનર માત્ર દુબળા પાતળા, સ્કીની અને યુવાન મોડલ્સને જ જોવાનું પસંદ કરે છે. પરંતુ ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી નિતિન મેહતા આ સ્ટીરીયોટાઈપ વિચારસરણીને પાછળ મૂકી 48 વર્ષની ઉંમરમાં યુવાનોને જોરદાર ટક્કર આપી રહ્યા છે.

કોણ છે નિતિન મેહતા? 21 વર્ષ ઈંડિયન આર્મીમાં સેવા આપ્યા બાદ 2016 માં નિતિન મેહતાએ 43 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઇ લીધી હતી. વર્ષ 2016 માં જ તેમણે પોતાની મોડલિંગ કારકિર્દીની શરુઆત પણ કરી. આજે તે એક પ્રોફેશનલ મોડલ બની ચુક્યા છે. નિતિન જે પહેલા ભારતીય સેનામાં ક્લીન શેવમાં જોવા મળતા હતા. તે હવે ચહેરા ઉપર ગ્રે બીયર્ડ સાથે સુપર ફૂલ અંદાઝમાં રેંપ ઉપર વોક કરે છે.

‘ઉંમર માત્ર એક આંકડો છે’ આ કહેવતને નિતિન મેહતાએ ખરેખર સાચી સાબિત કરી દેખાડી છે. 40 વર્ષની ઉંમર સુધી આવતા આવતા મોટાભાગના લોકો તેને કારકિર્દીનો છેલ્લો તબક્કો સમજવા લાગે છે, પરંતુ નિતિને લોકોની એ વિચારસરણીને બદલવાનું કામ કર્યું છે. કેમ કે જો તમારી અંદર જોશ અને ઉત્સાહ છે, તો તમે કોઈ પણ સ્થાન પ્રાપ્ત કરી શકો છો.

નિતિન આજે 40 વર્ષથી વધુ ઉંમર પછી નિવૃત્ત થવા વાળા લોકો માટે પ્રેરણા બની ચુક્યા છે. 40 વર્ષ પછી જે લોકોને લાગે છે કે, હવે જીવનનું આથમવાનું શરુ થઇ ગયું છે, તેવા લોકો માટે નિતિનનું કહેવું છે કે, નવી શરુઆત માટે ક્યારેય મોડું ન કરો.

કેવી રહી નિતિનની મોડલિંગ કારકિર્દી? નિતિન વર્તમાનમાં રીડ એંડ ટેલર બ્રાંડનો ચહેરો બની ચુક્યા છે. તે ઉપરાંત પણ તે ઘણી મોટી બ્રાંડની જાહેરાતોમાં પણ જોવા મળી ચુક્યા છે. તે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જવેલરીની બ્રાંડ તનિષ્કની જાહેરાતમાં પણ જોવા મળી ચુક્યા છે. તે ઉપરાંત નિતિન 2 તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

48 વર્ષની ઉંમરમાં પોતાને ફીટ રાખવા માટે નિતિન જીમમાં ઘણો પરસેવો પાડે છે. તે હંમેશા પોતાની કસરતના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેયર કરતા રહે છે. નિતિન આજે આર્મી લાઈફથી વિરુદ્ધ એક રોયલ લાઈફ જીવે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.