આયુર્વેદ વિષે જાણવા જેવું : કોઈ અમૃતથી ઓછા નથી આ 11 છોડ, જગ્યા હોય તો જરૂર ઉગાડવા જોઈએ.

પોતાના રોજીંદા જીવનમાં આપણે દરરોજ આપણી આસપાસ ઘણા ઝાડ-છોડ જોઈએ છીએ. જોવામાં સુંદર અને સિમ્પલ એવા આ છોડ વાસ્તવમાં પોતાની અંદર ઘણા ઔષધીય ગુણ સમાયેલા હોય છે. વાસ્તવમાં કુદરતે આપણેને ઘણા એવા ઝાડ-છોડ પુરા પાડ્યા છે, જેનો સાચી રીતે ઉપયોગ કરવાથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી બચી શકાય છે. જો આપણામાંથી ઘણા લોકો તેના આ ગુણોથી અજાણ છે. તો આવો આજે અમે તમને એવા ૧૧ છોડ વિષે જણાવીએ છીએ. જેનો ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓ થવાથી બચી શકાય છે.

પીપળો :-

પીપળો ખુબ જ મોટી થવાથી બધાને તેની છાયાની મજા આપવા સાથે પોતાની અંદર ઘણા ઔષધીય ગુણ સમાયેલા છે. તેના પાંદડાને ઉકાળીને ચા બનાવીને પીવાથી શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. રોજ તેની ચા નું સેવન કરવાથી હ્રદય સ્વસ્થ થવા સાથે શરીરમાં કોઈ પણ ભાગમાં સોજાની સમસ્યાથી રાહત મળે છે. તે ઉપરાંત તેની છાલની રાબ બનાવીને પીવાથી સાંધાના દુઃખાવા દુર થાય છે. તે શરીર માંથી યુરિક એસીડ બહાર કાઢવામાં મદદ કરે છે. તેની સાથે સાંધાના દુઃખાવો, ગઠીયા અને કીડની વગેરેના દર્દીને આરામ મળે છે.

પપૈયું :-

પપૈયુંના પાંદડા સ્વસ્થ શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે, તેના પાંદડાનો રસ કાઢીને સેવન કરવાથી ડેન્ગ્યું જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે. તે શરીરમાં ઘટી ગયેલી પ્લેટલેટ્સને ઝડપથી વધારવામાં મદદ કરે છે. તેની સાથે પપૈયુંનું રોજ સેવન કરવાથી પાચન તંત્ર મજબુત થાય છે. તે કાચું ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવાની ક્ષમતા વધે છે.

આકડો :-

આકડાનો છોડ કોઈ ઔષધીથી ઓછો નથી. આ જડીબુટ્ટીથી ઘણા રોગોનો ઈલાજ કરી શકાય છે. તેના થડની છાલને ૧ ચમચી મધ સાથે સેવન કરવાથી ટ્યુમર, શિસ્ટ, એબ્સેસ સાથે કોઈ પણ પ્રકારના ઈજાના ઘા વહેલી તકે ઠીક થવામાં મદદ મળે છે. એડીમાં દુઃખાવા થવા ઉપર તેના પાંદડાને ગરમ કરીને બાંધવાથી રાહત મળે છે. કમળાના દર્દીઓ આકડાના ફૂલની પાંખડીઓ કાઢીને બીજા ભાગને પાનમાં રાખીને ચૂસવાથી આરામ મળે છે.

દાડમ :-

લોહીની ખામી હોય તો દાડમનું સેવન કરવું એક સારો રસ્તો છે. તેની છાલથી હરસના રોગ માંથી રાહત મળે છે. હાથ અને પગમાં ખંજવાળ, બળતરાની તકલીફ હોય તો તેના પાંદડાનો રસ લગાવવાથી ફાયદો થાય છે. દાડમના પાંદડા માંથી બનેલી રાબનું સેવન કરવાથી ટાઇફોઇડ અને ડેન્ગ્યુંના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.

પુનરનવા :-

તેનું ચૂર્ણ કે રાબ બનાવીને પીવાથી પથરી, કીડનીના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તે લીવરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. લોહીની ખામીને દુર કરવામાં ઘણી અસરકાર રહે છે.

કચનાર :-

જોવામાં તે છોડ ઘણો જ સુંદર હોવા સાથે ઘણો ઉપયોગી પણ હોય છે. તેના પાંદડા માંથી થાઈરોઈડની બીમારીનો ઈલાજ કરવા માટે દવા બનાવવામાં આવે છે. તેના છોડ માંથી બનેલું ચૂર્ણ અને રાબનું સેવન કરવાથી જુદા જુદા પ્રકારના ટ્યુમર્સ અને બીમારીઓથી બચી શકાય છે.

ભો આંબળા :-

આંબળાના આકારના હોવાથી આ છોડને ભો આંબળા કહેવામાં આવે છે. તે ભૂખ વધારવામાં મદદ કરે છે. યુરીન, વાયરલ ઇન્ફેકશનની સમસ્યામાં તે ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તેના સેવનથી ઈમ્યુન સીસ્ટમ સ્ટ્રોંગ થવા સાથે શરીરમાં એનર્જી આવે છે.

બીલી :-

શિવજીની પૂજામાં ઉપયોગ થનારી બીલીના પાંદડા ઔષધીય રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડાનું ચૂર્ણ બનાવીને સેવન કરવાથી હરસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. તેના ફળ માંથી બનેલો મુરબ્બો પેટ સાથે જોડાયેલી તકલીફો માંથી રાહત અપાવે છે. તે ઉપરાંત બીલીના ફળનું સરબત પીવાથી પાચન તંત્ર સારું રહે છે.

ધતુરા :-

ધતુરાના પાંદડાને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધોવાથી જુ નથી પડતી. તેની સાથે જ આ પાણીથી શેક કરવાથી શરીરના દુઃખાવા અને સોજાની સમસ્યા માંથી રાહત મળે છે. ધતુરાના છોડને સરસીયાના તેલમાં હળવું ગરમ કરી માલીશ કરવાથી સાંધાના દુઃખાવા માંથી આરામ મળે છે.

અધેડો :-

આ જડીબુટ્ટીનો ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તે માનવ સમાજ માટે કોઈ આશીર્વાદથી ઓછું નથી. તેના પાંદડાનો રસ કાઢીને વિછી કરડયાની જગ્યા ઉપર ઘસવાથી આરામ મળે છે. અસ્થમા, થાઈરોઈડ અને મોટાપાથી દુઃખી લોકોએ તેના પાંદડાનું ચૂર્ણ સવારે ખાલી પેટ લેવાથી ફાયદો મળે છે. તેના બીજને દૂધ માંથી બનેલી ખીર ખાવાથી ઓવર ઇટીંગની તકલીફ માંથી રાહત મળે છે.

અરડુસી :-

આ પણ એક ઔષધીય ગુણોથી ભરેલો છોડ છે. તેને ખાસ કરીને દરેક ઔષધીય દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડાનો રસ કે ચૂર્ણ બનાવીને સેવન કરવાથી ખાંસી, દમ, અસ્થમા, હરસ વગેરેના ઈલાજ માટે કરવામાં આવે છે. મહિલાઓને પીરીયડ પેન અને વધુ લોહી વહેવાની સમસ્યા થાય તેમાં પણ તેનું સેવન કરવાથી આરામ મળે છે.

આ માહિતી નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.