દેશના આ પ્રસિદ્વ મંદિરોમાં પુરુષોના પ્રવેશ પર છે રોક, પરિસરમાં જઇ શકે છે ફક્ત મહિલાઓ

ભારતના જુદા જુદા રાજ્યોમાં એવા ઘણા મંદિર છે જ્યાં મહિલાઓના પ્રવેશ ઉપર મનાઈ છે. છેલ્લા થોડા મહિનાઓથી કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ મંદિરમાં હાલમાં જ બે મહિલાઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા. આમ તો કેરળમાં મહિલાઓના પ્રવેશને લઇને હજુ પણ ઘણો વિરોધ જાહેર કરવામાં આવેલા છે. પરંતુ લાંબા યુદ્ધ પછી આ મંદિરમાં મહિલાઓના પ્રવેશને કોર્ટ દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે.

પરંતુ દેશમાં થોડા એવા પણ મંદિર છે જ્યાં માત્ર મહિલાઓને પ્રવેશ મળે છે અને પુરુષોને મનાઈ છે. અહિયાં અમે તમને દેશના એવા જ મંદિરો વિષે જણાવી રહ્યા છીએ, જ્યાં પુરુષોને જવા માટે મંજુરી નથી. જો કે મહિલાઓ માટે કોઈ પ્રકારની રોક ટોક નથી. તેમાંથી એવા પણ મંદિર છે જ્યાં મહિલાઓની પૂજા પણ કરવામાં આવે છે.

૧. કેરળના અટ્ટકલ મંદિરમાં પુરુષોને જવાની મનાઈ છે. ૨૦૧૬ માં પોંગલના તહેવાર દરમિયાન ૪.૫ કરોડ મહિલા ભક્તોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધ થઇ ચુક્યું છે. નવરાત્રીમાં આ મંદિરમાં ભક્તોની સંખ્યા ઘણી વધી જાય છે.

૨. તામીલનાડુ, કન્યાકુમારીમાં માં ભગવતીના મંદિરમાં દેવીને એક કન્યા તરીકે પૂજવામાં આવે છે. અહિયાં મહિલાઓ પૂજા કરવા માટે આવે છે, પરંતુ પુરુષોને મનાઈ છે. આમ તો સાધુ સંત મંદિરના પ્રશાસનની મંજુરી લઇને અહિયાં પ્રવેશ કરી શકે છે. તે એ સ્થળ છે જ્યાં માં પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી.

૩. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ત્રંબકેશ્વર મંદિરમાં જ્યાં પહેલા મહિલાઓને જવાની પરવાનગી ન હતી, પરંતુ પાછળથી આ કેસ મુંબઈ હાઈકોર્ટ પહોચ્યો. કોર્ટનો નિર્ણય મહિલાઓના પક્ષમાં આવ્યો અને હવે મંદિરમાં અંદરના પરિસરમાં પુરુષોના પ્રવેશને લઇને પ્રતિબંધ લગાવ્યો છે.

૪. આસામમાં કામરૂપ કામાખ્યા મંદિર આવેલું છે. આ મંદિર માત્ર મહિલાઓને માહવારી ચક્ર દરમિયાન પરિસરમાં પ્રવેશની મંજુરી આપે છે. અહિયાં માત્ર મહિલા પુજારી કે સન્યાસી મંદિરની સેવા કરે છે. જ્યાં માં સતીના માહવારીના કપડાને પ્રસાદ તરીકે ભક્તોને વિતરણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા માં સતીને કાપી નાખ્યા હતા. જેના કારણે તેની કમર આ સ્થળ ઉપર પડી ગઈ હતી. જ્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. દુનિયાનું આ પહેલું એવું મંદિર છે જ્યાં માહવારીને પવિત્ર માનવામાં આવે છે.

૫. દેશભરમાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર રાજસ્થાનના પુષ્કરમાં છે. જ્યાં પરણિત પુરુષના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પરણિત પુરુષો ઉપર આ પ્રતિબંધ આજથી નહિ પરંતુ આ નિયમ ૧૪ મી સદીથી બનેલો છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભગવાન બ્રહ્માએ પુષ્કર ઝીલના કાંઠે એક યજ્ઞ કરવાનું આયોજન કર્યુ. તે દરમિયાન માં સરસ્વતી થોડા મોડેથી પહોંચ્યા, જેને લઇને બ્રહ્માજીએ ગાયત્રી સાથે યજ્ઞ પૂર્ણ કર્યો.

સરસ્વતીને બ્રહ્માજીની એ વાત ન ગમી અને તે નારાજ થઇ ગયા. ત્યારે તેમણે બ્રહ્માજીના મંદિરને શ્રાપ આપ્યો કે ‘કોઈ પરણિત વ્યક્તિને અંદરના પરિસરમાં જવાની પરવાનગી નહિ મળે, અને જો છતાંપણ કોઈ એવું કાંઈ કરે છે તો તેમના લગ્ન જીવનમાં એક સમસ્યા ઉભી થશે. એ કારણ છે કે આ મંદિરમાં પરણિત પુરુષ નથી જતા. આમ તો મંદિરની અંદર પરણિત અને અપરણિત મહિલાઓને પ્રવેશ ઉપર કોઈ પ્રકારની મનાઈ નથી.

૬. બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા દુર્ગા માતાના મંદિરમાં પુરુષોના પ્રવેશને લઇને મનાઈ કરવામાં આવેલી છે. એક ચોક્કસ સમયે અહિયાં પુરુષોને પરિસરમાં પ્રવેશ કરવામાં મનાઈ કરવામાં આવી છે. તે દરમિયાન માત્ર મહિલાઓ જ મંદિરમાં પ્રવેશ કરી શકે છે. મંદિર પરિસરનો નિયમ પુજારી ઓ માટે પણ કડક છે.

૭. કેરળના છ્ક્કુલાથુકાવુ મંદિરમાં માં ભગવતીનું મંદિર છે, જેને દુર્ગાનો અવતાર ગણવામાં આવે છે. આ મંદિરમાં મહિલાઓને પૂજવામાં આવે છે. અહિયાંના મંદિરના પુજારી ડીસેમ્બરના મહિનામાં મહિલાઓ માટે ૧૦ દિવસના વ્રત રાખવામાં આવે છે, અને પહેલા શુક્રવારના રોજ મહિલાઓના પગ ધોવે છે. આ પૂજા દરમિયાન પુરુષોને જવાની મનાઈ છે.

૮. સંતોષી માં ના મંદિરમાં પણ પુરુષોને જવાની મનાઈ છે. મહિલાઓ અને કુંવારી કન્યાઓ સંતોષી માં ના વ્રત કરે છે. આ વ્રતમાં મહિલાઓને ખાટ્ટી વસ્તુ ખાવાની પરવાનગી નથી હોતી, પરંતુ શુક્રવારના રોજ માં ના મંદિરમાં પુરુષોના પ્રવેશ ઉપર મનાઈ છે. આમ તો તેઓ માં સંતોષીનું વ્રત રાખી શકે છે પરંતુ શુક્રવારના રોજ તે મંદિર નથી જઈ શકતા.