બિલ ચૂકવવા માટે મહિલાના પર્સમાં પૈસા નહોતા, આંખ માંથી આંસૂ છલકવાના જ હતા કે કેશિયરે…

આજના આ કાસ્ટ ફોરવર્ડ સમયમાં માણસ ઘણો લાલચુ બની ગયો છે. એવામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સ્વાર્થને લઇને જ એક બીજાની મદદ કરે છે. પરંતુ અમેરિકાના ટેક્સાસ શહેરની એક સ્ટોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. આ સ્ટોરીને વાંચીને દરેક એ કેશિયર ઉપર ગર્વ અનુભવી રહ્યા છે, જેમાં કોઈ સ્વાર્થ વગર માણસાઈનું અલગ ઉદાહરણ ઉભું કર્યુ. અને બીજી તરફ ઘટનાના સમાચારો ફેલાયા પછી જ વાલમાર્ટ શોપિંગ સેન્ટર ઘણું પ્રસિદ્ધ થઇ ગયું છે, અને લોકો આ કેશિયરના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

સમાચારો મુજબ ટેક્સાસના વાલમાર્ટ શોપિંગ સેન્ટરમાં એક મહિલા પોતાની દીકરી સાથે ઘરની થોડી જરૂરી વસ્તુ ખરીદવા માટે આવી પહોંચી હતી. રાશન અને બીજી જરૂરી વસ્તુ લીધા પછી જયારે તે મહિલા બીલ ચુકવવા માટે કેશ કાઉન્ટરની લાઈનમાં ઉભી રહી તો બીલની રકમ જોઈને દંગ રહી ગઈ. આ મહિલાનું જેટલું બીલ બન્યું હતું, તેના પર્સમાં એટલા પૈસા ન હતા. કેશિયર મહિલાની આંખમાં આંસુ જોઈને તેની તકલીફ સમજી ગયો અને છાનામાના તેના કાનમાં એક એવી વાત કહી દીધી કે દરેક દંગ રહી ગયા.

મહિલા થઇ ઈમોશનલ :

એ મહિલા પોતાની પાસે રહેલી રકમથી બમણું બીલ જોઈને ઘણી દુ:ખી થઇ ગઈ અને વિચારમાં પડી ગઈ. તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે થોડી જ વારમાં રડવાની છે. પરંતુ ત્યારે કેશિયરે મહિલાની બાજુમાં આવવાનો ઈશારો કર્યો અને કહ્યું કે ચિંતા ન કરો. હું સમજી ગયો છું. કેશિયરના એ જવાબનો મહિલા સારી રીતે સમજી ન શકી, તો કેશિયરે આગળ બોલતા કહ્યું, કે મેડમ તમે ચિંતા ન કરો હું તમારી મુશ્કેલી સમજી ગયો છું. બીલ બનાવ્યા પછી હું તમારું આખું બીલ ચૂકવી આપીશ તમે વસ્તુ લઇને જઈ શકો છો.

સમજી ગયો હતો આર્થિક સ્થિતિ :

મહિલાની આંખો અને ભાવથી તે કેશિયર સમજી ગયો હતો, કે મહિલાની આર્થીક સ્થિતિ સારી નથી. એટલે જયારે તેણે મહિલાની ટ્રોલીમાં વળીને જોયું તો તે ખાવા પીવાનું રાશન જોઈને, તે સમજી ગયો કે તે પોતાના બાળકોનો ઉછેર કરવા માંગે છે. પરંતુ પૈસાની તંગીને કારણે અંદરથી દુ:ખી છે અને બીલ ચુકવવામાં અસમર્થ છે. એટલે જ મહિલાને સૌની સામે શરમાવું ન પડે, એટલા માટે કેશિયરે પોતે પૂરી રકમ ચૂકવી દીધી. આ આખી ઘટનાને કેશિયરની પાસે ઉભેલા એક બીજો વ્યક્તિ જોઈ રહ્યો હતો. ત્યાર પછી તેને ઘટનાની આ સ્ટોરીને સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધી.

ઘણી વાયરલ થઇ રહી છે આ ઘટના :

અમે તમને જણાવી રહ્યા છીએ કે વાલમાર્ટ શોપિંગ મોલના એ કેશિયરનું નામ લોપોજ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી અહિયાં કામ કરી રહ્યો છે. લોપોજ પોતાના દયાળુ સ્વભાવને કારણે હંમેશા સમાચારોમાં જળવાયેલા જ રહે છે. તે તેમના મહિલા પ્રત્યે સન્માનને જોઈ દરેક ભાવુક થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ સ્ટોરીને લાખો શેર મળી ચુક્યા છે. દરેક લોપોજની ઘણી પ્રસંશા કરી રહ્યા છે.