નોકરને ઘરના સભ્ય માને છે આ 7 ફિલ્મી સ્ટાર્સ, એક તો તેમના મેડિકલ બિલ પણ ચૂકવે છે.

‘નોકર’ એ શબ્દ જો કોઈને કહી દેવામાં આવે તો તેને ગુસ્સો પણ આવી જાય છે. આમ તો તે વાત તમારે ન ભૂલવી જોઈએ કે કોઈ પણ નોકરી નાની કે મોટી નથી હોતી. તે નોકર આપણા ઘરમાં કામ કરે છે એટલા માટે આપણે આરામ કરી શકીએ છીએ કે ચિંતા વગર આપણા કામ ઉપર ધ્યાન આપી શકીએ છીએ.

તેવામાં આ નોકરોને પણ માન સન્માન મળવું જરૂરી છે. તેવામાં આજે અમે તમને થોડા એવા બોલીવુડ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે પોતાના ઘરના નોકરોને ઘરના સભ્યની જેમ રાખે છે, એટલું જ નહિ તે તેની સાથે ખુબ આદર ભાવ સાથે વર્તન પણ કરે છે.

સલમાન ખાન :-

અભિનેતાઓમાં સલમાન ખાન હાલના સમયમાં ટોપ ઉપર ચાલી રહ્યા છે. બોલીવુડમાં નંબર ૧ હોવા છતાં પણ તે પોતાના ઘરના નોકરો સાથે સારું વર્તન કરે છે. તેવામાં સલમાનના ઘરે ઘણા નોકર કામ કરે છે પરંતુ એક ખાસ નોકર ત્યાં છેલ્લા ૫૦ વર્ષોથી કામ કરી રહ્યો છે. સલમાનની ફેમીલી આ નોકરને સારી રીતે રાખે છે અને તેને પોતાના ઘરના મહત્વના સભ્ય પણ માને છે.

જાહ્નવી કપૂર :-

જાહ્નવીની મમ્મી શ્રીદેવી હંમેશાથી નોકરો સાથે સારું વર્તન કરતી હતી. તેમના અવસાન પછી જાહ્નવીએ પણ આ પરંપરા ચાલુ રાખી.

આલિયા ભટ્ટ :-

આલિયા માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તેનું દિલ પણ ઘણું સુંદર છે. તે પોતાના નોકરો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે. થોડા મહિના પહેલા આલિયાએ પોતાની એક નોકરાણીનો ફોટો પણ શેર કર્યો હતો. જે વાયરલ થયો હતો. તે ઉપરાંત તેના ઘરે એક નોકર એવો પણ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે. આલિયાએ એક વખત પોતાના ડ્રાઈવરને મદદ માટે ૫૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

ધર્મેન્દ્ર :-

ધર્મેન્દ્ર અને દેઓલ પરિવાર નોકરો સાથે ઘણું જ સારું વર્તન કરે છે. તેના પરિવારમાં ઘણા નોકર કામ કરે છે. ધર્મેન્દ્ર તે તમામને ઘરના સભ્યોની જેમ ધ્યાન પણ રાખે છે.

સૈફ અલી ખાન :-

પટોડી કુટુંબના છોટે નવાબ પણ પોતાના ઘરના નોકરો સાથે ઘણું સારું વર્તન કરે છે. તેના ઘરના નોકર આખા કુટુંબનું ધ્યાન રાખે છે એટલા માટે આ કુટુંબમાં નોકરો સાથે નોકર જેવું વર્તન નથી કરવામાં આવતું.

દીપિકા પાદુકોણ :-

દીપિકા વર્તમાનમાં ભારતની સૌથી વધુ ફી લેવા વાળી અભિનેત્રી છે. તેની સાથે જ તે અત્યાર સુધી ત્રણ ફિલ્મ ફેયર એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે. એટલી શ્રીમંત અને ફેમસ હોવા છતાં પણ દીપિકાનો પોતાના ઘરના નોકરોને લઈને વર્તન ઘણું સારું છે. તે તેનું મહત્વ સમજે છે અને સન્માન પણ કરે છે.

મલાઈકા અરોડા :-

મલાઈકાએ એક વખત જણાવ્યું હતું કે મારા ઘરમાં બધી નોકર મહિલાઓ જ છે, તે બધી વયસ્ક છે. એટલે કે બાળકોને કામ નથી કરાવતા. મલાઈકા કહે છે તે લોકો મારા ઘરનું ધ્યાન રાખે છે એટલા માટે અમે પણ તેની કાળજી રાખીએ છીએ. એટલું જ નહિ મલાઈકા પોતાના ઘરના તમામ નોકરોનું મેડીકલ બીલનું પણ ચુકવણી કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.