નોકરી કરવાને બદલે શરૂ કરી પોતાની કંપની, 26 વર્ષની ઉંમરમાં બની ગયા મોટા ઉદ્યોગપતિ.

ગાઝિયાબાદના તુષાર અગ્રવાલ, આ તે નામ છે જેણે માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં ઉદ્યોગ ક્ષેત્રમાં પોતાનો જાદુ પાથરી દીધો છે. આજે તુષાર બે ઇન્ડસ્ટ્રીનો માલિક છે. આમ તો તેણે આ સફળતા પોતાનાં બળ ઉપર જ પ્રાપ્ત કરી છે, જો કે તેના પિતાનો અનુભવ તેને વારસાગત મળ્યો છે.

ધંધાકીય ડીગ્રી પ્રાપ્ત કરવા વાળા મોટાભાગના યુવાનોનું લક્ષ્ય સારા પ્લેસમેંટ ઉપર રહે છે, પરંતુ તેમાંથી થોડા એવા પણ હોય છે, જે પોતાનો રસ્તો અલગ પસંદ કરે છે. કવીનગર ઔધ્યોગીક ક્ષેત્રમાં ઈલેક્ટ્રીકલ કમ્પોનેંટસ અને કોપર વાયરનું ઉત્પાદન કરતા ઉદ્યોગ કર્તા તૃષાર અગ્રવાલ એક વર્ષના સમયગાળામાં જ એક સફળ ઉદ્યોગ કર્તા તરીકે ઓળખાવા લાગ્યો છે.

તે સફળતાના શિખર સુધી પહોચવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. કવીનગર ઓદ્યોગિક ક્ષેત્ર પછી તેમણે પોતાના બીજા યુનિટમાં સિકંદરાબાદમાં શરુ કર્યો છે. ૨૬ વર્ષના આ યુવાનને ઉદ્યોગ ચલાવવાનો અનુભવ પુસ્તકો સાથે સાથે પિતા પાસેથી મળ્યો. આજે દેશ આખામાં સરકારી અને ખાનગી સંસ્થાઓ, ઉદ્યોગોમાં પોતાનું ઉત્પાદન પહોચાડી રહ્યા છે.

એમબીએ પછી આગળ વધ્યા ઉદ્યોગ તરફ

તુષારે નોએડાની એક સસ્થામાં બીબીએ અને પછી એમબીએ કર્યું. ત્યાર પછી કોલેજ માંથી સારી પ્લેસમેંટ ઓફર પણ તેને મળી. પરંતુ તેની ઈચ્છા પોતાનું કામ શરુ કરવામાં હતી. તેથી એક વર્ષ પહેલા તેણે ઇલેક્ટ્રોનીક ઉત્પાદન અને કોપર વાયરની ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને પોતાની કંપની શરુ કરી. સીકંદરાબાદમાં તેનું યુનિટ કોપર વાયરનું ઉત્પાદન કરે છે, જે દેશ આખાના ઘણા જીલ્લામાં સપ્લાઈ થાય છે.

પિતાને બનાવ્યા ગુરુ

તુષારે પોતાના ઉદ્યોગને આગળ વધારવામાં પિતા અજય કુમારનો સહકાર લીધો. તેના અનુભવ સાથે પોતાના બંને યુનિટ શરુ કર્યા. સફળતાના રસ્તા ઉપર ચાલતા ઘણા લોકોને રોજગાર પણ તુષાર પુરા પાડી રહ્યો છે. ટૂંક સમયમાં જ તુષાર પોતાના ઉત્પાદનોને એક્સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. તુષારે જણાવ્યું કે પોતાના કામમાં કોઈ નિર્ણય લેવામાં જો તકલીફ છે, તો પિતા એક મેંટરની જેમ તેને પુરતો સહકાર આપે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.