નોકરી છોડી 4 મિત્રોએ શરુ કર્યુ દૂધ વેચવાનું, પછી ખોલી દીધી કંપની. આજે 100 કરોડનું છે ટર્નઓવર

ઝારખંડની ઓસમ ડેરીનું નામ ફક્ત દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ પોતાની ઓળખાણ બનાવવા પૂરા પ્રયાસ કરે છે. દેશની પ્રગતિ કરતી કંપનીઓમાં આનું નામ મોખરે છે.

ઓછા સમયમાં જે મહેનત કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યુ છે, તે ખરેખર વખાણવા લાયક છે. પણ આની પાછળની કથા મન મોહી લે તેવી છે. આના નિર્માણની કથા બધાને કઇંક નવું કરવાની પ્રેરણા આપે છે. બધાનો ઉત્સાહ વધારે તેવો છે. આવો તમને જણાવીએ એની વાર્તા વિષે.

અભિષેક રાજ, અભિનવ શાહ, હર્ષ ઠક્કર અને રાકેશ શર્મા નામના 4 મિત્રોએ મળીને વર્ષ 2012 માં આની શરૂઆત કરી હતી. ચારે મિત્રોએ પોતાની શાનદાર કોર્પોરેટ જોબ્સ છોડી આને બનાવવાનો નિર્ણય લીધો હતો. બધાએ પોતાની કમાણી એક જગ્યાએ લગાવી અને ગાયો ખરીદી. શરૂઆતમાં 40 ગાયો ખરીદી પણ હેરાનગતિએ તેમનો પીછો ન છોડયો.

એમની 26 ગાયો રોગચાળાને કારણે મરી ગઈ. જે આ કારોબાર માટે એક મોટું નુકશાન હતું. તેમ છતાય આ ચારેય જણે હિમ્મત ના હારી. એમણે ફરી ધંધામાં રોકાણ કર્યું અને ધીરે-ધીરે ગાડી પાટા પર પાછી આવી ગઈ. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓસમ ડેરીનું ટર્ન ઓવર 5 વર્ષની અંદર 100 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

ઝારખંડમાં ઓસમ ડેરી આજે 19 જીલ્લામાં ચાલે છે, અને 140 ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે કામ કરે છે. સાથે સાથે 3000 થી વધારે રિટેલર્સ પણ કંપની સાથે જોડાયા છે. ચાર મિત્રો દ્વારા શરૂ કરેલી આ કંપનીમાં આજે લગભગ 270 લોકો કામ કરે છે, જે કંપનીની સફળતા જોવાને લાયક છે.

રિપોર્ટ પ્રમાણે અભિષેકે સૌથી પહેલા ડેરી બિઝનેસ વિષે પોતાના મિત્રો સાથે વાત કરી હતી. ડેરી શરૂ કરતાં પહેલાં આ લોકો એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતાં હતા. તેમનું વાર્ષિક પેકેજ લગભગ 40 લાખ રૂપિયાની આસપાસ હતું તો પણ ઉત્તમ રકમ મળવા છતાં તેઓ નોકરી છોડીને આ ધંધામાં લાગ્યા. કારોબાર શરૂ કરવા માટે ચારે મિત્રોએ અલગ-અલગ 1 કરોડ રૂપિયા લગાવ્યા.

શરૂઆતમાં 1 એકર જમીન ખરીદી. જેમાં 30 લાખ રૂપિયા ડેરી ફાર્મ બનાવવામાં ખર્ચ થયા. કારોબાર માટેના બધા પૈસા ખર્ચ કર્યા, પરંતુ સાથે સાચી તાલીમ પણ લીધી. અભિનવ શાહ એક મહિનાનો ડેરી ફાર્મિંગનો કોર્સ કરવા માટે કાનપુર પણ ગયો. જેમાં તેને જાનવરોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી યોગ્ય માહિતી પણ મળી. વર્ષ 2022 સુધી કંપનીએ 500 કરોડનો કારોબાર કરવાનો ટાર્ગેટ મૂક્યો છે.