નોકરી સાથે અલગથી કમાણી કરવાની ૭ રીતો વાંચી જુઓ કોઈક તમારા કામમાં આવે એવી હોય

જો તમારો પગાર અડધા મહિનામાં જ પૂરો થઇ જાય છે, તો એ માની લો કે તમારે વધારાની આવકની જરૂર છે. હવે તમારે બીજા એવા સોર્સ શોધવા પડશે જે ખુબ વધુ સમય લીધા વગર થોડી કમાણી કરાવી શકે. અહિયાં અમે તે ૭ રસ્તા જણાવી રહ્યા છીએ, જેના લીધે તમે તમારી નોકરી ની સાથે થોડા રૂપિયા અલગથી કમાઈ શકો છો. ઘણી વખત એવું પણ થાય છે કે લોકો પગાર કરતા વધુ પણ કમાઈ શકો છો. તેનાથી ઘણું બધું એ વાત ઉપર આધાર રાખે છે કે તમારું ટેલેન્ટ કયા ફિલ્ડમાં છે.

(૧) અભ્યાસ :

ગઈ કાલ, આજ અને આવનારી કાલમાં પણ આ કામ સૌથી ઉત્તમ હતું અને રહેશે. જો તમે કોઈ વિષયના માસ્ટર છો તો બીજાને પણ તમારું જ્ઞાન આપો. તેના બદલામાં તમને સેટીસફેકશન ઉપરાંત પૈસા પણ મળશે. ભણાવવા માટે જગ્યાની ખામી નથી. તમે કોઈ કોચિંગ સેન્ટર કે કોઈ ઇન્સ્ટીટયુટ માં ભણાવી શકો છો. તમામ યુનિવર્સીટી પણ ગેસ્ટ તરીકે ફેકલ્ટીને બોલાવે છે. તમે ઘરે પણ ટ્યુશન આપી શકો છો કે પછી પોતાના ઘરે બોલાવીને બાળકોને ભણાવી શકો છો.

(૨) ઈ બુક લખો :

જો તમને કોઈ વિષય ઉપર નિષ્ણાંત થયેલ છો. દાખલા તરીકે ટાઇમ મેનેજમેન્ટ તેથી ફૂલીને ફુગ્ગા જેવા થવાને બદલે તેનો ઉપયોગ કરો. બેસો અને કાઈક લખો. આશરે ૪૦ હજાર શબ્દોમાં એક ઈ બુક તૈયાર થઇ શકે છે અને સૌથી વધુ સફળ ઈ બુક સામાન્ય રીતે ૪૦ હજાર શબ્દોની છે. તે વાત માનવી પડશે તેમાં સમય લાગે પણ થોડો થોડો સમય કાઢીને તે લખો. એક વખત તમે લખી દીધું તો તમારું કામ થઇ જશે. આવા તમામ ઓનલાઈન પ્લેટફોર્મ છે જે ઈ બુકને વેચી રહી છે. તેના વેચાણનો મોટો ભાગ તમને મળે છે. તમારે બસ પુસ્તક લખવાનું છે અને તમારી ઈ બુકને વેચાણ માટે સબમિટ કરવાની છે અને શરૂઆતમાં તમારે બેંક ડીટેલ વગેરે આપવાની છે ત્યાર પછી તમને મેસેજ આવતા રહેશે.

(૩) પોતાનું બ્લોગ કે યુ ટ્યુબ ચેનલ બનાવો :

જો એક લાંબી ઈ બુક લખવાથી તમે ભાગી રહ્યા છો તો કોઈ વાંધો નહી, તમારા માટે એક બ્લોગ ઠીક રહેશે. અહિયાં તમે તમારો વિષય સાથે જોડાયેલ નાના નાના લેખ લખી શકો છો. થોડો સમય તમારે આપવો પડશે તે સમજવા માટે બ્લોગ વગેરે ઉપર લખવું કેવી રીતે. એક વખત તમારી રીડર્સમાં ગણતરી સારી રીતે થઇ ગઈ તો તમને ઘણા રસ્તેથી આવક થવા લાગે છે જેમ કે ગુગલ એડ, એસોસિએટ માર્કેટિંગ, લીનક પ્રમોશન વગેરે. જો તમે લખવા કરતા બોલવામાં હોંશિયાર છો તો પછી યુટ્યુબ ચેનલ શરુ કરી શકો છો.

(૪) ઇન્વેસ્ટમેન્ટ પસંદ કરો :

પગાર ઉપરાંત અલગથી ઘણા બધા પૈસા બનાવવાની સૌથી જૂની અને અજમાવેલ રીત છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તમે નિયમિત ઇન્વેસ્ટમેન્ટ કરો. વારેન બફેટ તેના માટે સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે નાની ઉંમરમાં જ રોકાણ કરવાનું શરુ કરી દીધું હતું. તે તેમાંથી મળેલ ફાયદાને ફરી વખત ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હતા અને સતત આમ કરતા કરતા વિશ્વના સૌથી પૈસાવાળા વ્યક્તિ બની ગયા. જો તમારી પાસે થોડા રૂપિયા છે તો તેને રોકાણ કરો.

(૫) ભાડાથી કમાવ :

તમે મોટું મકાન કે દુકાન નથી લઇ શકતા તો કોઈ વાંધો નહી થોડો હાથ ખેંચો અને એક નાની દુકાન કે મકાન ખરીદો. તેનાથી તમને ત્રણ જાતના ફાયદા થશે. જો તમે ટેક્સ પાત્ર છો તો તેના માટે લોન ઉપર જે વ્યાજ આપો છો તેનાથી તમને ટેક્સમાં છૂટ મળશે. તે ઉપરાંત તમારી પાસે એક પ્રોપર્ટી બની ગઈ જેની કિંમત ધીમે ધીમે વધશે અને ત્રીજો ફાયદો એ છે કે તમે તેને ભાડે આપીને દર મહીને થોડું કમાઈ શકો છો. જો તમે કોઈ નાનું એવું ઘર ખરીદ્યું છે તો એયરબીએનબી જેવી વેબસાઈટ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરવી લો. તેના લીધે તમે બહાર ફરવા આવનાર લોકોને તમારો રૂમ ભાડા ઉપર આપી શકો છો.

(૬) પોતાનું ઉત્પાદન બનાવો :

ઘણી વખત આપણને આવો અનુભવ થાય છે કે એવી પ્રોડક્ટ તો હોવી જોઈએ, જે બજારમાં નથી મળતી. એવું એટલા માટે થાય છે કેમ કે ઘણી વખત કોઈનું ધ્યાન તે તરફ જતું નથી. તમે થોડું મગજ ચલાવો અને એવી વસ્તુની યાદી બનાવો જે તમે ધારો છો કે બને. તે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ પણ હોઈ શકે છે. ત્યાર પછી સલાહ અને ચર્ચા કરીને થઇ શકે છે તેમાંથી કોઈ આઈડિયા તમારી વધારાની આવક ની વ્યવસ્થા બની જાય.

(૭) કોઈના ધંધામાં રોકાણ કરો :

તમે પોતે ધંધો નથી કરવા માંગતા કે તમારી પાસે સમય નથી તો તમે કોઈ બીજાના ધંધામાં ઇન્વેસ્ટ તો કરી શકો છો. ઘણા લોકો એવા પણ છે જેમની પાસે આઈડિયા હોય છે પણ પૈસા નથી હોતા. ઘણા એવા પણ હોય છે જે કોઈ કામ શરુ કરવા માંગે છે કે હાલના કામમાં વધારો ઈચ્છે છે પણ પૈસાની ખામી ને લઈને આવું નથી કરી શકતા. તમે તેવા લોકોને પૈસાથી મદદ આપીને તેના નફામાં ભાગીદારી મેળવી શકો