નોર્મલ ડીલીવરી Vs સીજેરિયન : શું એક હોવી જોઈએ ફી? ઘણા ખોટા ઓપરેશન કરી ને લોકો ને છેતરે છે

લગભગ એક દશકામાં સીજેરિયન ડીલીવરી માં અનેક ગણો વધારો ચોકાવનારો છે. તેની પાછળનું કારણ સીજેરિયનમાં આવનાર મોટો ખર્ચ છે, તેવું જણાવી ખાનગી હોસ્પિટલોમાં દર્દી પાસેથી ઘણી મોટી રકમ લેવામાં આવે છે.

મહત્વની વાતો

* સીજીરીયન ડીલીવરીના બહાને મોટી ફી વસુલ કરે છે ડોક્ટર

* નોર્મલ અને સીજીરીયન ડીલીવરીની ફી એક હોવી જોઈએ

* આમ તો ડોકટરોનું કહેવું છે કે ફી નક્કી કરવાનું ડોક્ટરની મરજી મુજબ હોય છે.

છેલ્લા થોડા વર્ષોમાં સીજીરીયન ડીલીવરીની બાબતમાં ઘણો વધારો થયેલ છે. ન માત્ર વિદેશોમાં પણ હવે ભારતમાં પણ નોર્મલ એટલે કે કુદરતી રીતે જ બાળક પેદા કરવાને બદલે ઓપરેશન ની સલાહ આપવામાં આવી રહેલ છે. એટલું જ નહિ હવે તો ઘણી વખત ડોક્ટર પહેલાથી જ નોર્મલ ડીલીવરીમાં તકલીફની વાત કરીને સીજીરીયન ડીલીવરી કરાવવા માટે જણાવી દે છે. બીજું તો ઠીક નોર્મલ ડીલીવરીમાં ખર્ચ પણ અલગ અલગ આવે છે. જયારે નોર્મલ ડીલીવરી ઓછા પૈસામાં થાય છે ત્યારે સીજીરીયન ડીલીવરી માટે દબાણ આપે છે.

છેવટે કેમ મહિલાઓ પસંદ કરે છે સીજીરીયન ડીલીવરી ?

નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (એનએચએફએસ) નો હાલમાં જાહેર થયેલ ચોથા રીપોર્ટ (૨૦૧૫-૧૬) માં સીજીરીયન (ઓપરેશન) દ્વારા થનારા બાળકોના ટકા ૧૭.૨ દર્શાવવામાં આવેલ હતા. જયારે ત્રીજા રીપોર્ટ (૨૦૦૫-૦૬) માં આ આંકડા ૮.૫ ટકા હતા. લગભગ એક દશકામાં સીજીરીયન ડીલીવરીમાં કેટલાય ગણો વધારો ચોંકાવનારો છે. તેની પાછળનું કારણ સીજીરીયનમાં થતા મોટા ખર્ચા છે, નોર્મલ થનારી ડીલેવરી ને પણ હોસ્પિટલ વાળા મોટો ખર્ચ વસૂલવા દર્દી પાસેથી ઘણી મોટી રકમ વસુલ કરે છે અને સીઝીરીયન ડીલેવરી કરી નાખે છે.

બેંગ્લોરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા નોર્મલ ડીલીવરી માટે ૮૦૦૦ રૂપિયા થી લઈને ૫૦૦૦૦ રૂપિયા સુધી લેવામાં આવે છે, તેવું જ સીજીરીયન માટે આ રકમ ૪૫૦૦૦ થી લઈને ૧.૫૬ લાખ રૂપિયા સુધી દર્દી પાસેથી વસુલ કરે છે.

દિલ્હીમાં નોર્મલ ડીલીવરી માટે જ્યાં ૧૫૦૦૦ રૂપિયા થી લઈને ૪૮૦૦૦ સુધી લેવામાં આવે છે, તેવા જ સીજીરીયન ડીલીવરી માટે ૫૦૦૦૦ રૂપિયાથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી લેવામાં આવે છે. તે ઉપરાંત મુંબઈ માં નોર્મલ ડીલીવરી માટે ૮૦૦૦ થી લઈને ૪૫૦૦૦ રૂપિયા દર્દી ચુકવે છે. જયારે સીજીરીયન ડીલીવરી માટે ૧.૬૦ લાખ સુધી વસુલ કરવામાં આવે છે.

નોર્મલ અને સીજીરીયન ડીલીવરી ના બીલોમાં ઘણો તફાવતને લીધે છેલ્લા એક દશકામાં સીજીરીયનમાં બે ગણો વધારો દર્શાવે છે કે દરેક રાજ્યમાં હવે પહેલા ની સરખામણીએ સીજીરીયન ને વધુ મહત્વ આપવામાં આવે છે.

એક વર્ષ પહેલા મુંબઈ માં સીજીરીયન અને નોર્મલ ડીલીવરી ઉપર એક સમાન ફી લેવાનું અભિયાન શરુ કરનારી સુવર્ણા ઘોષે પોતાના આ અભિયાનને દેશ આખામાં ફેલાવવા નો વિચાર કરેલ. સુવર્ણાએ અભિયાન દ્વારા એક પીટીશન દાખલ કરી, જેમાં હોસ્પિટલોને પૂછવામાં આવેલ કે તેમને ત્યાં કેટલા સીજીરીયન કરાવવામાં આવેલ. તેમની આ પીટીશન ઉપર તેમણે અત્યાર સુધી ૧.૫ લાખ લોકોનું સમર્થન મળેલ હતું.

સીજીરીયન અને નોર્મલ ડીલીવરી ઉપર એક સમાન ફી લેવાના પગલા ને શું હોસ્પિટલ સ્વીકાર કરશે? આ સવાલ ઉપર સુવર્ણાએ કહ્યું, ‘ખરેખર મને લાગે છે કે ખાનગી હોસ્પિટલો આ પગલા ઉપર જરૂર સમંત થશે અને તે સ્વીકાર પણ કરી રહ્યા છે, કેમ કે અમુક હોસ્પિટલો છે જે પોતાને ત્યાં સારી રીતે કામ કરી રહેલ છે તો તે પોતાનું કામ આગળ વધારવા માટે જો તે જાહેર કરે છે, તેમાં સૌને ફાયદો છે.’

તેમણે કહ્યું, ‘તેનાથી તેમને જ વધુ ફાયદો છે, કેમ કે તેઓ જણાવી શકે છે કે તેમને ત્યાં પારદર્શકતા છે. મારું માનવું છે કે તે જરૂર માનશે, કેમ કે તેમાં ન માનવા વાળી કોઈ વાત જ નથી અને મને નથી લાગતું કે દરેક માણસ મેડીકલ ધંધામાં પૈસા કમાવા માટે કામ કરી રહ્યા છે, ઘણા લોકો એવા પણ છે જે સારું કામ કરવા માંગે છે.’

ખાનગી હોસ્પિટલોમાં જેવા તેવા બીલ બનાવવાના મુદ્દો ઉઠાવનારા મોટીવેશનલ સ્પીકર અને વેપારી ગુરુ ડૉ. વિવેક બિન્દ્રાએ, ‘ભારત વિશાલ વસ્તી વાળો કિંમતમાં સંવેદનશીલ બજાર છે, એટલામાટે સસ્તા આરોગ્યની સેવા આપણા દેશમાં એક માત્ર લાંબા સમયનો ઉકેલ છે. આરોગ્ય સંસ્થાઓએ પોતાની નીતિમાં ફેરફાર લાવવાની જરૂર છે. તેને વેલ્યુ ફોર મની માર્કેટ તરીકે આગળ આવવું પડશે.’

તેમણે કહ્યું, ‘એટલા માટે સીજીરીયન અને નોર્મલ ડીલીવરી ઉપર એક સમાન ફી લેવાનો વિચાર એક ક્રાંતિકારી વિચાર છે.’

ઇન્ડિયન મેડીકલ એશોશિએશન (આઈએમએ) ના પૂર્વ અધક્ષ અને પ્રખ્યાત ડોક્ટર કે.કે.અગ્રવાલે કહ્યું, ‘દેશમાં સીજીરીયન અને નોર્મલ ડીલીવરી ઉપર એક સમાન ફી લેવાના આ પગલું સારું નથી. દરેક ડોક્ટરને પોતાના હિસાબે ભાવ રાખવાનો અધિકાર છે. તેમાં કોઈ દખલગીરી નથી કરી શકતું. અને જ્યાં સુધી વાત બન્ને ડીલીવરીના બીલોના તફાવતની છે તો ડોકટરે બાળકને પણ બચાવવાનું હોય છે અને જોવાનું હોય છે કે સામાન્ય અને સીજીરીયન માં કેટલી જટિલતાઓ છે.

સુવર્ણાના અભિયાનને ઇન્ડિયન મેડીકલ ઓસોશિએશન ના સમર્થનના સવાલ ઉપર અગ્રવાલે કહ્યું કે સંસ્થા આવા કોઈ અભિયાનને સમર્થન નથી આપતી અને સંસ્થા નું સીજીરીયન અને નોર્મલ ડીલીવરી ઉપર એક સમાન ફી લેવાની બાબતમાં કોઈ અધિકાર ક્ષેત્ર નથી.

દેશ આખામાં વધી રહેલ સીજીરીયનની બાબતથી ચિંતાતુર થઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીએ ધ્યાન દોરતો આદેશ પણ જેહેર કરેલ હતો.

રીપોર્ટ મુજબ, આંધ્રપ્રદેશ માં સીજીરીયન દ્વારા ૪૦.૧ ટકા, લક્ષદીપ માં ૩૭.૧, કેરલ ૩૫.૮, તામીલનાડુ ૩૪.૧, પોંડીચેરી ૩૩.૬, જમ્મુ-કાશ્મીર ૩૩.૧ અને ગોવામાં ૩૧.૪ ટકા બાળકો ઓપરેશન દ્વારા પેદા થયા છે. અને દિલ્હીમાં સીજીરીયન દ્વારા પેદા થનારા બાળકોના ટકા ૨૩.૭ છે.

સંબંધિત બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>> જે મહિલાઓ ને ગર્ભ ટકતો નથી, વારંવાર ગર્ભપાત થઇ જાય છે, શિસ્ટ હોય, લ્યુકોરિયા વગેરેનો રામબાણ

સંબંધિત બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>> વિડીયોમાં જુઓ : બાળક ને કોખ માંથી બહાર નથી આવવા દેતા આ ડોક્ટર, ઓપરેશનનું કરે છે દબાણ

સંબંધિત બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>> જે આ કરશે તેને ક્યારેય પણ સાંધામાં દુઃખાવો, કમરના દુઃખાવો, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ની તકલીફ પણ નહી થાય