જો તમે પણ ઈચ્છો છો નોર્મલ ડિલિવરી તો કરો આ ઉપાય જાણો કઈ વાતો નું રાખવું ધ્યાન

જો તમે પણ ઈચ્છો છો નોર્મલ ડીલીવરી તો કરો આ ઉપાય !!

ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાની પહેલી ચિંતા એ હોય છે કે તેમનું બાળક સ્વસ્થ છે કે નહિ. તેની ડીલીવરી નોર્મલ થશે કે નહિ. આવી ઘણી એવી વાતો ગર્ભવતી માં ના મગજમાં ચાલતી રહે છે. લગભગ દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેની ડીલીવરી નોર્મલ થાય પણ ઘણી વખત પરિસ્થિતિઓ એવી થઇ જાય છે કે નોર્મલ ડીલીવરી ને બદલે ઓપરેશન કરાવવું પડે છે. (હોસ્પિટલ વધુ કમાવા માટે પણ નોર્મલ ની જગ્યાએ સીઝીરીયન કરે છે)

નોર્મલ ડીલીવરી પછી જેમાં માં ને રીકવર થવામાં વધુ સમય નથી લાગતો અને ઓપરેશન વાળી ડીલીવરીમાં માં ને ઘણો સમય ધ્યાન રાખવું પડે છે. જો તમે ગર્ભવતી છો કે તમારી જાણમાં કોઈ એવું છે તો આ ઉપાયોને અપનાવીને તમે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધારી શકો છો.

કેવી રીતે થાય નોર્મલ ડીલીવરી

૧. સ્વસ્થ રહો – ડીલીવરી પહેલા તમારે એ નક્કી કરી લેવું જોઈએ કે તમે એકદમ સ્વસ્થ રહો અને કોઈ પણ પ્રકારની કોઈ નબળાઈ તમને ન થાય. તમારા શરીરમાં લોહીની ઉણપ ન થવી જોઈએ. ગર્ભવતી મહિલાએ પોતે માનસિક રીતે આ વાત માટે તૈયાર રહેવું જોઈએ કે ડીલીવરી વખતે તેને ઘણી તકલીફ થવાની છે. તેવા સમયે પોતાને સ્વસ્થ રાખવું ઘણું જ જરૂરી છે.

૨. યોગ્ય આહાર લો – તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ખાવાનું ખાઈને માત્ર ભૂખ તો શાંત કરી લેવું જ પુરતું નથી હોતું. તમારા ડોકટરે કંઈપણ ખાવાનું તમને કહ્યું હશે તે જરૂર ખાવ જેનાથી તમને શક્તિ અને પોષણ જળવાઈ રહે. પ્રેગ્નેન્શીમાં આયરન અને કેલ્શિયમ ની ઘણી જરૂર પડે છે તેથી જેટલું બની શકે તમારા આહારમાં તે ઉમેરો. સામાન્ય પરિસ્થિતિ માં જો બે થી ત્રણ ચાર સી.એમ.એલ. બ્લડ ઓછું થાય છે તો સીજેરિયન ડીલીવરીમાં આ નુકશાન બે થી ત્રણ ગણું વધુ થઇ જાય છે.

૩. વધુ પાણી પીવો – તમે તો જાણો જ છો કે શીશુ એક એક તૈલી પદાર્થ જેવી જોળીમાં રહીને મોટું થાય છે. તેને આપણે એમનીયોટીક ફ્લુડ કહીએ છીએ, જેનાથી બાળકને શક્તિ મળે છે. તેથી તમારા માટે રોજનું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું ખુબ જ જરૂરી છે.

૪. ફરવું – જુના જમાનામાં પ્રેગ્નેટ મહિલાઓ ઘરમાં રહીને પુરા નવ મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવતી હતી. પણ એ વાત સમજવી જરૂરી છે કે તમે પ્રેગ્નેટ છો બીમાર નથી. તમારે તમારા રોજીંદા કામ બંધ ન કરવા જોઈએ પણ ચાલવું ફરવું જોઈએ. તેનાથી નોર્મલ ડીલીવરી થવામાં મદદ મળે છે.

૫. કસરત – જો તમે શરૂઆતથી જ રોજ કસરત કરતા આવેલ છો તો નોર્મલ ડીલીવરી ની વધુ શક્યતા છે. તમારે કોઈ એવું ફીટનેશ સેન્ટર જોઈન્ટ કરી લેવું જોઈએ જે તમારી મજબુત માંસપેશીઓ માટે ખુબ મોટો ભાગ ભજવે છે.
આ ઉપાયોને અજમાવીને તમને સ્વસ્થ ગર્ભાવસ્થા તો મળશે જ સાથે જ તમારી પ્રસુતિ પણ ઘણી આરામદાયક રીતે જ થઇ શકશે. યાદ રાખો શારીરિક રીતે જ સક્રિય રહેવાના કોઈ વિકલ્પ નથી. તેમાં ગર્ભાવસ્થા દરમિયાન તમે સ્વસ્થ રહો છો અને તમારું બાળક પણ સ્વસ્થ ઉત્પન થાય છે.

આ પણ ક્લિક કરી વાંચો >>>> નોર્મલ ડીલીવરી Vs સીજેરિયન : શું એક હોવી જોઈએ ફી? ઘણા ખોટા ઓપરેશન કરી ને લોકો ને છેતરે છે

આ પણ ક્લિક કરી વાંચો >>>> જે આ કરશે તેને ક્યારેય પણ સાંધામાં દુઃખાવો, કમરના દુઃખાવો, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ની તકલીફ પણ નહી થાય