બોલિવૂડમાં એક્ટિંગ નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે અમિતાભ બચ્ચનની પૌત્રી, બની 23 વર્ષની બિઝનેસ વુમન

બચ્ચન પરિવારની જેમ ફિલ્મોમાં નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે બિગ બીની પૌત્રી નવ્યા, 23ની ઉંમરમાં બની બિઝનેસ વુમન.

2૦16માં બીગ બી એ એક પત્રમાં નાતીન માટે લખ્યું હતું ‘નાવ્યા- તારું નામ, તારી અટક તને આ મુશ્કેલીઓ માંથી ક્યારેય નહિ બચાવી શકે, જે એક મહિલા હોવાને કારણે હંમેશા તારી સામે આવશે.’

અમિતાભ બચ્ચનની નાતીન નવ્યા નવેલી નંદાએ આ વર્ષે મે માં ગ્રેજયુઈશન કર્યા પછી તરત પોતાનો બિઝનેસ વેંચર પણ શરુ કરી દીધો છે. નવ્યાએ ત્રણ બીજા સાથીઓ સાથે મળીને પોતાનો ઓનલાઈન હેલ્થકેયર પ્લેટફોર્મ આરા હેલ્થ લોંચ કર્યું છે.

4 યુવાન મહિલાઓ દ્વારા અહિયાં શરુ થયેલા આ પાર્ટલ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. તેનો ઉદેશ્ય હેલ્થ કેયર સેક્ટરમાં મહિલાઓને પડી રહેલી મુશ્ક્લેલીઓ દુર કરવાનો છે. તે અહિયાં મુક્ત મને પોતાની આરોગ્ય સમસ્યાઓ ઉપર વાત કરી શકે છે. ખાસ કરીને મેંટલ હેલ્થ જેવા વિષયો જે સમાજમાં પ્રતિબંધિત માનવામાં આવે છે, તેના માટે તે મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જેથી તે સંકોચ વગર પોતાની વાત કરી શકે. તેની ફાઉંડરમાં નાતીન નવ્યા નવેલી નંદા, પ્રજ્ઞા સાબુ, અહિલ્યા મેહતા, મલ્લિકા સાહનીનું નામ સામેલ છે.

ન્યુયોર્કમાં ભણી છે નવ્યા

23 વર્ષની નવ્યા શ્વેતા બચ્ચન નંદા અને નીખીલ નંદાની દીકરી છે. નવ્યાએ ન્યુયોર્કની ફોરડમ યુનીવર્સીટી માંથી ડીઝીટલ ટેકનોલોજીમાં ગ્રેજયુએશન કર્યું છે. સાથે જ નવ્યા પ્રોડક્ટ માર્કેટિંગ અને સ્ટ્રેટજીક ગ્રોથમાં નિષ્ણાંત છે. તેણે સ્ટેંડફોર્ડ બિઝનેસ સ્કુલ માંથી યુએક્સ અને ડીઝાઈનીંગ સેરેમની તેના ઘરે થઇ કેમ કે તે લોકડાઉનને કારણે ન્યુયોર્ક ન જઈ શકી હતી.

ફિલ્મોમાં આવવા માગતી ન હતી નવ્યા

બોલીવુડમાં સૌથી મોટા કુટુંબ બચ્ચન કુટુંબ સાથે સંબંધ ધરાવવા છતાં પણ નવ્યાને ફિલ્મોમાં જરા પણ રસ નથી. તે કારણ છે કે તે પોતાના પિતાની જેમ બિઝનેસમાં રસ ધરાવે છે. જે એન્જીનીયરીંગ કંપની એસ્કોર્ટસના મેનેજીંગ એડીટર છે.

બીગ બી હંમેશા નાતીન નવ્યા સાથે પોતાના ફોટા શેર કરતા રહે છે. થોડા સમય પહેલા જયારે નવ્યાની ફિલ્મોમાં આવવાની અફવા ફેલાઈ હતી, તો એક પોપુલર મેગેઝીનને ઈન્ટરવ્યું આપતા તેમણે એ વાતને અસ્વીકાર કરી દીધી હતી. નવ્યાએ કહ્યું હતું કે મારી ફિલ્મોમાં આવવાની કોઈ ઈચ્છા નથી. નવ્યા તે સમયે મૈનહટનની એક એડવરરાઈજીંગ એજન્સીમાં ઇન્ટર્નશીપ કરી રહી હતી.

નવ્યાની માતા શ્વેતાએ પણ જણાવ્યું હતું કે તેની દીકરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખરાબ બાબતોથી પ્રભાવિત થવા માંગતી નથી, તે તેની વિરુદ્ધ નથી પરંતુ તેને લાગે છે કે તે ઇન્ડસ્ટ્રીમાં જીવવું મુશ્કેલ છે.

એંજાઈટીનો સામનો કરી ચુકી છે નવ્યા

હાલમાં જ આરા હેલ્થ ફાઉન્ડેશનને લઈને નવ્યા એક વિડીયોમાં જોવા મળી રહી હતી. આ વિડીયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે એંજાઈટીનો સામનો કરી ચૂલી છે અને તેમાંથી બહાર આવવા માટે તે થેરેપીનો સહારો પણ લઇ ચુકી છે.

નવ્યાએ એંજાઈટીનો સામનો કરતી વખતે નેટફ્લીક્સની સીરીઝ ઇન્ડીયન મેચમેકિંગ જોઇને પોતાનો સ્ટ્રેચ ઓછો કર્યો.
નવ્યાએ જણાવ્યું હતું, મારા જીવનમાં એક સમય હતો, જયારે હું સકારાત્મક લોકો સાથે પરિચયમાં આવી ન હતી. મેં જોયું કે કેવી રીતે જે હું વિચારતી હતી, નકારાત્મકતા તેને પ્રભાવિત કરે છે. માત્ર મારા વિષે માટે જ નહિ, પરંતુ દુનિયા વિષે પણ. મેં તે લોકો પાસેથી શીખી, જે મારી આસપાસ હતા અને જેમણે મને ખુશ રાખવામાં મદદ કરી. હવે મને ખબર પડી કે કઈ બાબત છે, જે વારંવાર દુઃખી કરી રહી હતી અને હું સાચી છું.

વિવાદોમાં ફસાઈ ચુકી છે નવ્યા

નવ્યા પણ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચુકી છે. 2016માં થોડા વર્ષો પહેલા એક કલીપ રીલીઝ થઇ હતી, જેમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન અને નવ્યાના ડુપ્લીકેટ જોયા હતા. તે નકલી વિડીયોને નવ્યા અને આર્યનના નામે વાયરલ કરી દેવામાં આવ્યો હતો. નવ્યા અને આર્યન ઇંગ્લેન્ડની સેવન ઓક્સ સ્કુલમાં સાથે ભણ્યા હતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.