વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ દરેક એક્સપરિમેંટ સાચા નથી હોતા, આ 11 સાચી ઘટનાઓ આ વાતને સાબિત કરે છે.

આપણે ધ્યાનથી જોઈએ તો, આપણા જીવનને ઉત્તમ અને સરળ બનાવવામાં વિજ્ઞાનનો ઘણો મોટો ફાળો છે. આપણે ચારે બાજુ વિજ્ઞાનની શોધોથી ઘેરાયેલા છીએ. પરંતુ શું તમે જાણો છો? કે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા ગંભીર અને હ્રદય હચમચાવી દે તેવા પ્રયોગની જાણકારી આપણા સુધી પહોચી જ નથી. આજે દુનિયાભરના ઘણા એવા જ પ્રયોગ વિષે અમે તમને જણાવવાના છીએ, જે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા અને ઘણા લોકોના મૃત્યુનું કારણ બન્યા.

૧. US નેવી દ્વારા આપણા જ સૈનિકો ઉપર Mustard Gas નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૈનિકોને એ વાતની ખબર ન હતી કે તેનાથી તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત થઇ શકે છે. વૈજ્ઞાનિકો દ્વારા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિરોધીઓ ઉપર આ ગેસનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો.

પરંતુ તે કેટલી અસરકારક સાબિત થશે? તેના માટે તેમણે પોતાના જ સૈનિકો ઉપર ઉપયોગ કર્યો. તેના પરિણામ એટલા ગંભીર હતા કે ત્યાર પછી ઘણા સૈનિકોના જીવ જતા રહ્યા અને ઘણી ગંભીર બીમારીઓથી પીડિત થઇ ગયા. આ પ્રયોગને ૩rd ડીગ્રીથી પણ ભયાનક માનવામાં આવ્યો અને તે બંધ કરી દેવામાં આવ્યો.

૨. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઘણા પ્રકારના પ્રયોગ થયા હતા. તેમાંથી ઘણા હદથી વધુ ખતરનાક હતા. આ વિશ્વ યુદ્ધ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો. તેને એક પ્રકારનું પીણું પીવરાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તેનાથી થતા બાળક ઘણા સ્વસ્થ હશે, પરંતુ થયું તેનાથી એકદમ ઉલટું. લગભગ ૮૨૯ ગર્ભવતી મહિલાઓ ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો દરેક બાળક મરેલું જનમ્યું, સાથે જ મહિલાઓને ત્વચા સંબંધી બીમારીઓનો સામનો કરવો પડ્યો.

૩. ૧૯૩૭થી ૧૯૪૫ સુધી જાપાનના વૈજ્ઞાનિકોએ ચીન અને રશિયાના લોકો સાથે પ્રયોગ કર્યા હતા. તેમાં જીવતા લોકોના શરીરના અંગ કાઢી લેવામાં આવતા હતા. બાળક, મહિલાઓ ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓને પણ આ પ્રયોગમાં લેવામાં આવ્યા હતા. આ પ્રયોગને વૈજ્ઞાનિકોએ ‘Unit 731’ નામ આપ્યું. આ પ્રયોગ એટલો નિષ્ફળ થયો કે તેમાં જોડવામાં આવેલા દરેક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

૪. વર્ષ ૧૯૩૨માં અમેરિકાની Public Health Service દ્વારા એક વિચિત્ર પ્રયોગ કરવામાં આવ્યો. Public Health Serviceના ડોકટરોએ એક દવાની શોધ કરી, જેના ઉપયોગથી લોકોના આરોગ્યને કંટ્રોલ કરી શકાતું હતું. આ દવાઓના પ્રયોગ માટે ગરીબ લોકોનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન તેને એક સમયનું ખાવાનું આપવામાં આવતું હતું. આ દવાઓનો ઉપયોગ જે જે લોકો ઉપર થયો, તેના મૃત્યુ ૨ મહિનાની અંદર જ થઇ ગયા. પરંતુ સૌથી ખરાબ વાત એ હતી કે આ દવાઓના પ્રયોગ પછી પણ ઘણા વર્ષો સુધી કરવામાં આવતો રહ્યો.

૫. સમલૈંગિકતાને શરુઆતમાં બીમારી ગણવામાં આવતી હતી. તેના ઈલાજ માટે ૧૯૬૯માં Dr. Aubrey Levin એ પ્રયોગ કર્યો. સમલૈંગિકતા જાણવા માટે Dr. Aubrey Levin લોકોનો વ્યક્તિનો નગ્ન ફોટો દેખાડતા હતા અને જો કોઈ માણસની અંદર કાંઈ અસર થાય તો તેના ગુપ્તાંગ ઉપર ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતા હતા. Dr. Aubrey Levin નું માનવું હતું કે તેનાથી સમલૈંગિકતાને દુર કરી શકાતું હતું.

૬. રૂસના એક રીસર્ચર Josef Mengele એ ૧૯૪૩માં એક વિચિત્ર પ્રયોગ કર્યો. જોડિયા બાળકોમાં અંતર માટે એક દવાની શોધ કરી. તેને ગર્ભવતી મહિલાઓને ખવરાવવામાં આવી. પરંતુ આ દવાઓની અસર એ થઇ કે એક પણ જોડિયા બાળકો ૨ મહિનાથી વધુ જીવતા ન રહ્યા.

૭. University of lowa એ વર્ષ ૧૯૩૯માં એક પ્રયોગ કર્યો, તેમાં બાળકોને બે ગ્રુપમાં બનાવવામાં આવ્યા. પહેલા ગ્રુપને દર વખતે Positive Speech આપવામાં આવતી હતી અને બીજાને માત્ર Negative Speech આપવામાં આવતી હતી. તેનું પરિણામ એ આવ્યું Positive Speech વાળા બાળકો તો સ્વસ્થ હતા, પરંતુ Negative Speech સાંભળવા વાળા બાળકો પોતાના પુરા જીવન દરમિયાન ઘણી બીમારીઓથી પીડિત રહ્યા. તેમાં સૌથી વધુ હતી ડીપ્રેશન.

૮. University of California એ ૧૯૬૦માં નવજાત બાળકો ઉપર ઘણા પ્રયોગ કર્યા. આ બાળકો સાથે ડોકટરોએ Blood Pressure અને Blood Flow જેવી વસ્તુ બદલવાનો પ્રયોગ કર્યો. લગભગ ૫૯ બાળકો ઉપર તે અજમાવવામાં આવ્યો અને એક પણ બાળકને જીવતા ન બચાવી શક્યા.

૯. San Quentin હોસ્પિટલના Chief Surgeon, Dr. Leo Stanley એ અમેરિકાની જેલમાં રાખવામાં આવેલા કેદીઓ સાથે એક ખતરનાક પ્રયોગ કર્યો. તેમાં કેદીઓના અંગો બદલવાનો પ્રયોગ સૌથી ખતરનાક હતો. તેના કારણે ઘણા કેદીઓએ પોતાનો જીવ ગુમાવી દીધો. ત્યાર પછી આવા પ્રકારના દયાજનક પ્રયોગ બંધ કરી દેવામાં આવ્યા.

૧૦. Syphilis નામના એક પ્રયોગને અમેરિકાના લશ્કર સાથે પણ કરવામાં આવ્યો. તેના કારણે ઘણા લશ્કરના જવાન Sexually Transmitted Diseasesનો ભોગ બની ગયા અને મોટાભાગના જવાનોના મૃત્યુ થઇ ગયા.

૧૧. જર્મની એયરફોર્સે વર્ષ ૧૯૪૨માં પોતાના પાયલોટોનો સાથ આપવા માટે કેદીઓને વિમાન સાથે બાંધવાનો વિચિત્ર પ્રયોગ કર્યો. જ્યાં તે કેદીઓને બાંધવામાં આવતા હતા. ત્યાં ઓક્સીજનનું પ્રમાણ ઘણું ઓછું હતું. આ કેદીઓ સાથે લગભગ ૮૦૦૦થી વધુ અલગ અલગ પ્રયોગ કરવામાં આવ્યા. દરેક કેદીઓએ તેના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.