4G નેટવર્ક હોવા છતાં પણ મળતી નથી સ્પીડ તો ફટાફટ કરો આ સેટિંગ

આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને બધા સ્માર્ટફોન 4G સપોર્ટ વાળા છે. એવામાં તમારા ફોનમાં એયરટેલ, જિયો, વોડાફોન અથવા આઈડિયાનો 4G સિમ કાર્ડ હશે. શહેરોમાં તો 4G નેટવર્કની સ્થિતિ સારી છે પણ ગામમાં ઘણી ખરાબ છે. ભલે નેટવર્ક 3G હોય કે 4G જો ઈન્ટરેનેટની સ્પીડ સારી છે તો કોઈ સમસ્યા નથી, પણ 4G નેટવર્ક પર સ્પીડ ન મળવી ઘણો ગુસ્સો અપાવે છે. કારણ કે ઘણીવાર જરૂરી કામ પણ આ કારણે અટકી જાય છે. તો આવો આજે અમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં 4G નેટવર્ક સ્પીડ વધારવાની રીત જણાવીશું.

જો તમારા વિસ્તારમાં કોપર કેબલની જગ્યાએ ફાઈબર કેબલનો ઉપયોગ થયો છે, તો નેટવર્ક સારા રહેશે અને સ્પીડ પણ મળશે. જિયોની સ્પીડ એયરટેલની સરખામણીએ એટલે જ સારી છે. આવો જાણીએ કઈ રીતે વધારવી સ્પીડ.

જો તમારું ઈન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે, તો સૌથી પહેલા ફોનના સેટિંગ ચેક કરો. ફોનના સેટિંગમાં નેટવર્ક સેટિંગમાં જાવ અને પ્રિફર્ડ ટાઈપ ઓફ નેટવર્ક ( preferred type of network) ને 4G અથવા LTE સિલેક્ટ કરો. એના સિવાય નેટવર્ક સેટિંગસમાં એક્સેસ પોઇન્ટ નેટવર્ક ( Access Point Network (APN) ) નું સેટિંગ પણ ચેક કરો. કારણ કે સ્પીડ માટે યોગ્ય APN હોવું જરૂરી છે. એપીએન સેટિંગના મેનુમાં જઈને સેટિંગને ડિફોલ્ટ રૂપથી સેટ કરો.

એના સિવાય ફોનમાં રહેલા સોશિયલ મીડિયા પર નજર રાખો. ફેસબુક, ટ્વીટર અને ઈંસ્ટાગ્રામ જેવી એપ્લિકેશન સ્પીડ ઓછી કરી શકે છે, અને ડાટા પણ વધારે વાપરે છે. એમના સેટિંગમાં જઈને ઓટોપ્લે વિડીયો બંધ કરી દો. સાથે જ ફોનના બ્રાઉઝરને ડાટા સેવ મોડમાં સેટ કરો.

4G દુનિયામાં ભૂકંપ, 5 લાખથી વધારે મોબાઈલમાં પહુચ્યો છે વાયરસ. તરત ડીલીટ કરી નાખો આ 13 ગેમિંગ એપ.

ઇન્ટરનેટની દુનિયામાં મૈલવેયર (વાયરસ) સૌથી મોટો ખતરો છે. વાયરસ તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે બીજા ઘણા ડિવાઇસમાં ધુસીને તમારી જાણકારીને છેડછાડ કરે છે. સાઇબર સિક્યોરિટી ફાર્મ ESETના એક રિસર્ચરે ટ્વીટ કરીને જણાવ્યું કે જો તમારા મોબાઈલ ફોનમાં આ 13 ગેમિંગ એપ્સ છે. તો તરત ડીલીટ કરી નાખો. રિસર્ચરોનું કહેવાનું છે કે પ્લે સ્ટોર પર રહેલ આ એપ્સમાં વાયરસ છે. આ મોબાઈલ ગેમિંગ એપ્સમાં રહેલા વાયરસ તમારા મોબાઈલની સાથે સાથે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન અને બૈન્કીંગ ડિટેલ્સ માટે મોટો ખતરો છે.

આ છે તે 13 મોબાઈલ ગેમિંગ એપ્સ :-

અલર્ટ જાહેર કરવા વાળા રિસર્ચરોનું નામ લુકાસ સ્ટેફેન્કો છે. 13 ગેમિંગ એપ્સની લિસ્ટમાં

ટ્રક કાર્ગો સિમ્યુલેટર (Truck Cargo Simulator),

એક્સટ્રિમ કાર ડ્રાયવર (Extreme car Driving),

સીટી ટ્રેફિક મોટો રેસ (City Traffic Moto race),

મોટો ક્રોસ એક્સ્ટ્રીમ (Moto Cross Extreme),

હાઇપર કાર ડ્રાયવીંગ (Hyper Car driving),

એક્સ્ટ્રીમ કાર ડ્રાયવીંગ (Extreme Car Driving),

ફાયરફાઈટર,

કાર ડ્રાયવીંગ સિમ્યુલેટર,

એક્સ્ટ્રીમ સ્પોર્ટ કાર (Extreme Sport car),

SUV 4X4 ડ્રાયવીંગ સીમ્યુલેયર,

લગ્જરી કાર પાર્કિંગ,

લગ્જરી કાર્સ SUV ટેસ્ટ,

SUV સીટી કલાઇમ્બ પાર્કિંગ.

5.6 લાખ મોબાઈલ ફોન થયા ઈંફેક્ટેડ :-

સાઇબર સિક્યોરિટી ફર્મ ESETના એક્સપર્ટ લુકાસ સ્ટેફેકોંએ જણાવ્યું કે આ બધી ગેમ્સ લુઈઝ ઓ પિન્ટો (luiz O Pinto)એ ડેવલેપ કર્યું છે અને આ બધા ડ્રાયવીંગ ગેમ્સ છે. તેમને જણાવ્યું કે આ મોબાઈલ ગેમ્સમાં જોવા વાળા વાયરસથી 5.6 લાખ મોબાઈલ ઉપયોગકર્તાના સ્માર્ટફોન ઇફેકટેડ થયા છે. આ બધા 13 મોબાઈલ ગેમ એપ્સના ઇન્સ્ટોલ 5,60,000 થી વધારે છે. લોન્ચ થયા પછી આ મોબાઈલ ગેમ પોતાનું આઇકન છુપાવી દે છે.

બાળકો માટે ન ઇન્સ્ટોલ કરો આ એપ :-

આના સિવાય લુકાસ સ્ટેફેકોએ 9 બીજા એપ લઈને પણ ચેતવણી આપી છે. આ એપ બાળકો માટે છે. ડ્રોઈંગ અને કલરીંગ થી જોડાયેલા 9 મોબાઈલ એપ્સ છે, આના સિવાય ફરી લૉકૉન્ગ એડ ફરી મેસેજિંગ એપ પણ છે. આ એપ્સનું ડાઉનલોડ્સ 23,000 થી વધારે છે.