માત્ર ડીઝલ જ નહિ, હજારો મુસાફરોના જીવ બચાવવા માટે ક્યારે પણ રેલ્વે ટ્રેનના ડીઝલ એન્જીન બંધ નથી કરતા ડ્રાઈવર

આજના આધુનિક યુગમાં રોજ નવા નવા આધુનિક સાધનો આવતા રહે છે, અને આપણે હજુ તેનાથી પૂરતા પ્રમાણમાં જાણકાર નથી થઇ શક્યા. અને ઘણી વખત તો આપણે તેના વિષે જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી હોતા, અને કહીએ છીએ કે જવાદો ને આપણે તે જાણીને શું કરવું છે? પરંતુ ખરેખર દરેક બાબતનું સામાન્ય જ્ઞાન તો દરેક માટે જરૂરી હોય છે. તેનો ક્યારેય પણ આપણા જીવનમાં ઉપયોગમાં આવી શકે છે.

જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરવા કે પછી તમારા સંબંધિઓને રેલ્વે સ્ટેશન ઉપર મુકવા જાવ છો, તો તમે ધ્યાન આપ્યું હશે કે રેલ્વે સ્ટેશનની ટ્રેનને લઇ જનારા ટ્રેનના એન્જીન સતત ચાલુ રહે છે. પછી ભલે કેટલો પણ સમય સુધી એન્જીન પડી રહે છતાંપણ તે ડ્રાઈવર લોકો ડીઝલ એન્જીન બંધ નથી કરતા.

જેમ કે તમે બધા જાણતા જ હશો કે ભારતીય રેલ્વે નેટવર્ક દુનિયામાં ચોથા નંબર ઉપર આવે છે. આ રેલવે નેટવર્કમાં દરરોજ લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેમાં આજે પણ અડધાથી વધુ ટ્રેન ડીઝલ એન્જીનથી ચાલે છે. આમ તો ભારતીય રેલ્વે પોતાના નેટવર્કમાં વીજળીથી ચાલતા એન્જીન વધુમાં વધુ લાવવાના પ્રયત્નમાં લાગેલા છે.

આવનારા સમયમાં આપણને ભારતીય રેલમાં મોટાભાગે વીજળીથી ચાલવા વાળા એન્જીન જોવા મળશે. જો ડીઝલ એન્જીનને બંધ કરી દેવામાં આવે તો તેના કંપ્રેશર ઉપર ખરાબ અસર પડે છે અને તેનું બ્રેકીંગ સીસ્ટમ પણ ફેઈલ થઇ શકે છે. જો બ્રેક ફેઈલ થઇ જાય તો હજારો લોકોનો જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે દરેક ડીઝલ એન્જીનમાં એક બેટરી લાગેલી હોય છે. અને આ બેટરી ત્યારે ચાર્જ થાય છે જયારે ડીઝલ એન્જીન ચાલુ રહે છે. જો આ બેટરી ચાર્જ ન હોય તો ટ્રેનની લોકોમોટીવ સીસ્ટમ ફેઈલ થઇ શકે છે. જો કે અંદર બેઠેલા પ્રવાસીઓ માટે સારું નથી.

રસ્તામાં લાલ લાઈટ આવી જાય ત્યારે કે કોઈ કારણોસર ટ્રેનના ડીઝલને બંધ કરી દેવામાં આવે, તો એન્જીનને ફરી ચાલુ કરવા માટે લગભગ ૨૦ મિનીટ લાગી જાય છે. તે બધા ઉપરાંત ડીઝલ એન્જીન ચાલુ કરવા માટે ઘણું વધુ ડીઝલની જરૂર પડે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે. અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો જોઈ એક વ્યક્તિનું ભલું થઇ જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ.