નાના પડદાથી દુર થઇ ગયા છે છતાંપણ આ કલાકાર કરે છે કરોડોની કમાણી

માણસ ધારે તો શું નથી કરી શકતો બસ તેનું ધ્યેય હંમેશા ઊંચું હોવું જોઈએ. અને જો માણસ હંમેશા ઊંચા ધ્યેય સાથે જીવનમાં આગળ વધે છે, તો તે હંમેશા સફળ જ થાય છે. અને પ્રગતી જ કરતા રહે છે. એવી જ એક વાત ટીવીના એક કલાકર વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

બીગ બોસ ૧૧ માં હીના ખાન તો તમને યાદ જ હશે. સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ સીરીયલ દ્વારા ટીવી જગતમાં પ્રવેશ કરવા વાળી હીના ખાનએ સીરીયલમાં એક ભોળી એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું, અને સીરીયલમાં તેના પતિ હતા નૈતિક. તે સીરીયલમાં જેટલું હીનાનું પાત્ર મહત્વનું હતું એટલું નૈતિક એટલે કરણ મહેરાનું પણ પાત્ર મહત્વનું હતું. પરંતુ આ સીરીયલ માંથી નીકળી ગયા પછી તે બિગબોસ સીઝન ૧૦ માં જોવા મળ્યા, ત્યાર પછી તે ક્યાંક ગુમ જ થઇ ગયા.

જણાવી દઈએ કે હીના ખાન અને કરણની જોડી ઘણી હીટ હતી. પરંતુ જેવા જ કરણ શો માંથી નીકળી ગયા તો હીના ખાન પણ વધુ દિવસો સુધી તેનો ભાગ ન રહી. હીના બીગ બોસ સીઝન ૧૦ માં કામ કરી ચુક્યા છે. પરંતુ નૈતિક એટલે કરણ જે હવે સીરીયલ માંથી દુર થઇ ગયો છે તો આ દિવસોમાં ક્યાંક ગુમ છે. તમને સામાન્ય રીતે એ પ્રશ્ન તો ઉભો થઇ રહ્યો હશે. તો અમે તમને જણાવીએ છીએ કે ભલે કરણ સીરીયલોમાં ન જોવા મળતા હોય પરંતુ કમાણીની બાબતમાં તો તેણે હીના ખાનને પણ પાછળ મૂકી દીધી છે.

કરણએ છેલ્લી વખત વર્ષ ૨૦૧૭ માં ‘ખટમલ એ ઈશ્ક’ માં એક નાનો એવો રોલ પ્લે કર્યો હતો. ત્યાર પછી તે ટીવી માંથી ગુમ થઇ ગયા, જણાવી દઈએ કે કરણના એ દિવસોમાં એક એપિસોડની ફી ૭૫૦૦૦ રૂપિયા થતી હતી.

હવે વાત કરીએ કરણની રીયલ લાઈફની, તો તે હવે તેનાથી કેટલીય વધુ કમાણી કરી લે છે. કરણએ વર્ષ ૨૦૧૨ માં નિશા રાવલ સાથે લગ્ન કર્યા હતા, અને બન્ને હવે એક ક્યુટ એવા દીકરાના માતા પિતા છે. ઈંસ્ટાગ્રામ ઉપર કરણ પોતાની ફેમીલી સાથે ફોટો મુક્તા રહે છે. કરણની પત્ની નિશાની વાત કરીએ તો તે પણ ખાસ કરીને કલાકાર તરીકે ઘણી ફિલ્મો અને સીરીયલ્સમાં કામ કરી ચુક્યા છે. બન્નેએ એક બીજાને છ વર્ષ સુધી ડેટ કર્યા હતા ત્યાર પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા.

જણાવી દઈએ કે કરણ પાસે પોતાના ૧૨ રેસ્ટોરન્ટ અને ૬ પેટ્રોલપંપ છે. તે ઉપરાંત ઘણા કોર્ષના શોરૂમ પણ છે, જેને લઈને જો તેની એક વર્ષની કમાણીનો અંદાજો લગાવો તો તે કરોડોમાં હોય છે. તેનો અર્થ એ છે કે ટીવી જગતને છોડ્યા પછી પણ કરણ સારી એવી કમાણી કરી રહ્યા છે અને એક કરોડપતિ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.