હવે ચીન વાળા આપણા સાળા બની ગયા… યોગ શીખવા ભારત આવેલ ચીની છોકરી હવે દેશી વહુ બનીને ભારતમાં રહશે

કહેવાય છે કે પ્રેમમાં ધર્મ, જાતિ અને દેશની સીમાઓ કોઈ મહત્વ નથી રાખતી. તીર્થનગરી ઋષિકેશમાં ગયા અઠવાડિયે ગુરુવારે એવું જ કંઈ જોવા મળ્યું. તીર્થનગરીનો ગંગા ઘાટ એવા જ એક લગ્નનું સાક્ષી બન્યું છે. ચીનના શંઘાઇ શહેરની છોકરીએ ભારતીય યુવક સાથે ફક્ત લગ્ન નથી કર્યા પણ સંપૂર્ણ ભારતીય વૈદિક સંસ્કૃતિ સાથે અગ્નિના સાત ફેરા પણ લીધા.

ઋષિકેશના યોગ શિક્ષક વિમલ પાંડે પોતાની ચીની પ્રેમીના પતિ બન્યા છે. નેપાળી મૂળના વિમલ પહેલા તો દિલ્લીમાં રહેતા હતા. પણ હવે મુનિકીરેતીમાં આવેલા યોગ નિકેતન આશ્રમમાં યોગ શિક્ષક છે. ચીનના શંઘાઇ શહેરમાંથી લેન લગભગ અઢી વર્ષ પહેલા ઋષિકેષમાં યોગ શીખવા આવી હતી. આ દરમ્યાન વિમલ અને લેન વચ્ચે પ્રેમ સફળ થઇ ગયો. યોગ શીખી લીધા પછી લેન પોતાના દેશમાં પાછી જતી રહી. પરંતુ વિમલને ભૂલી નહિ. બંને વચ્ચે ફોન પર વાતચીત શરુ રહી. આ દરમ્યાન બંને એ પોતાના સંબંધને લગ્નના સંબંધમાં બદલવાનો નિર્ણય લીધો.

ત્યારબાદ વિમલ પાંડે અને લેન એ પોતાના પરિવારની સંમતિથી ભારતીય વૈદિક પરંપરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગયા અઠવાડિયે ગુરુવારના રોજ મુનિકીરેતીમાં આવેલા નિકેતન આશ્રમમાં વૈદિક પદ્ધતિ અનુસાર અગ્નિને સાક્ષી માનીને બંને એ સાત ફેરા લીધા અને વૈદિક મંત્રો સાથે બંને જણાએ એક બીજાના ગળામાં વરમાળા પહેરાવી.

આ દરમ્યાન વિમલ પાંડેની સાથે જ ચીનના શંઘાઇથી લેનના પિતા હો શુંગનિયન, માં લિયુ પિંગ અને પિતરાઈ ભાઈ પણ લગ્નમાં શામેલ થવા ઋષિકેશ પહોંચ્યા. અને ત્યાં ધર્મ, જાતિ અને દેશની સીમાઓ તોડવા વાળા આ લગ્નના સાક્ષી બન્યા. ચીનથી આવેલી લેનના સંબંધીઓ ઘણા ખુશ દેખાયા. નવપરણિત જોડા સાથે ફોટો પડાવવા દરમ્યાન તેઓ ખુશ દેખાયા.

તેમજ આ દુનિયામાં મનગમતા પાર્ટનર સાથે લગ્ન કરવું દરેકનું સપનું હોય છે. લગ્નની બાબતમાં છોકરા કે છોકરી કોઈ રિસ્ક લેવા નથી માંગતા. એટલા માટે દરેક છોકરા કે છોકરી પોતાના મનપસંદ પાર્ટનર સાથે લગ્ન કરવા માંગે છે, જેથી લગ્ન પછી કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ન પડે. અને જો પ્રેમ સાચો હોય તો લગ્ન જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. જો કોઈ નાની મોટી તકરાર થાય તો પણ તેઓ સમજુ બનીને સમાધાન કરી લેતા હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.