હવે તમારો ફોન ચોરી કર્યો તો ખુબ પસ્તાશે ચોર, ખોયાવેલો ફોન પણ પાછો લાવશે ગૂગલ.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમારા ફોનની ચોરી થઇ જાય છે કે ખોવાઈ જાય છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગુગલ એક એવું ફીચર લાવ્યું છે. જેનાથી ચોર પણ તમારો ફોન ચોરી કર્યા પછી પછતાશે. તે ઉપરાંત જો તમારો ફોન ખોવાઈ ગયો છે, તો ગુગલ તમને એ ફોન સુધી પહોચવામાં મદદ પણ કરશે.

ખાસ કરીને ગુગલે પોતાના યુઝર્સને એક નવી ભેંટ આપી છે. ગુગલે ફીચર્સ લઈને આવ્યા છે, તેના દ્વારા તમે તમારા ખોવાયેલા કે ચોરી થયેલા ફોન સુધી પહોચી શકો છો. ઘણી વખત એવું બને છે કે તમે તમારા ફોનને કોઈ જગ્યાએ ભૂલી જાવ છો. ત્યાર પછી તમે કેટલું પણ યાદ કરો તમને એ જગ્યા યાદ નથી આવતી અને તમારો ફોન સાઈલેંસ મોડ ઉપર રહે છે.

તે ઉપરાંત તમારો ફોન ખોવાઈ જાય છે કે ગુમ થઇ જાય છે, તો ગુગલ તમને તમારો એન્ડ્રોઇડ ફોન શોધવામાં મદદ કરી શકે છે. આમ તો એવું પણ બની શકે છે, જયારે તમારા ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોય. અને તમારા ફોનમાં એવું છે તો તમે તમારા સ્માર્ટફોનને શોધી શકો છો.

અહેવાલ મુજબ, ઈન્ટરનેટ ઓન નહિ હોવા અથવા ફોન સ્વીચ ઓફ થઇ જવાની સ્થિતિમાં તમે તમારા ફોનમાં એ જાણી શકો છો કે છેલ્લી વખત ઈન્ટરનેટ ક્યારે ઓન હતું. તમારો ફોન શોધવા માટે સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં Gmail.com ઉપર તે આઈડીથી લોગઈન કરો. જે તમારા ખોવાઈ ગયેલા કે ચોરી થઇ ગયેલા સ્માર્ટફોનમાં છે.

ત્યાર પછી તમારા નામની બરોબર બાજુમાં જોવા મળતા પ્રોફાઈલ ફિક્ચર ઉપર ક્લિક કરો અને ગુગલ એકાઉન્ટમાં જાવ. પછી અહિયાં Security ઉપર ક્લિક કરો અને Your Devices માં જઈને Find a lost or stolen phone ઉપર ક્લિક કરો. તેની ઉપર ક્લિક કરતા જ તમારા કમ્પ્યુટરમાં એક મેપ જોવા મળશે. ત્યાં તમારા ફોનનું લોકેશન જોવા મળશે.

જો તમને મેપમાં જોવા મળતું નિશાન લીલા રંગનું છે, તો તેનો અર્થ છે કે તમારો ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ચાલુ છે. અને જો આ નિશાન ગ્રે કલરનું છે, તો તમારા ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન છેલ્લી વખત આ લોકેશન ઉપર રહેલું હતું. પછી તમે આ નિશાન ઉપર ક્લિક કરો. જેવું આ નિશાન ઉપર તમે ક્લિક કરશો, તમારા સ્માર્ટ ફોનની રીંગટોન વાગવા લાગશે, જેના માટે તમે Play Sound ઓપ્શન ઉપર ક્લિક કરશો.

આ માહિતી કેટચ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.