હવે બદલાઈ ગયા છે ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ, જાણો શું છે ફાયદા-નુકશાન.

ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ હવે બદલાઈ ગયા છે, નવા નિયમ કાર્ડને સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત નિયમો 16 માર્ચથી બદલાઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા લેવડ-દેવડને વધુ સરળ અને પહેલાથી વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી બંને કાર્ડ ઇસ્યુ / રીઈશ્યુ કરવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે.

આજે એટલે 16 મી માર્ચથી બદલાઈ ગયા છે – ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા ઘણા નિયમો

આ કાર્ડ્સને સલામત બનાવવાની ગણતરીએ રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યા પગલાં

હવે આ કાર્ડ્સ ઉપર માત્ર ઘરેલું વ્યવહારોની સુવિધા જ આપમેળે મળશે

વિવિધ પ્રકારની સેવાઓ માટે ગ્રાહકોએ અરજી કરવાની રહેશે

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત નિયમો 16 માર્ચથી બદલાઈ ગયા છે. નવા નિયમો કાર્ડને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવવા માટે લાવવામાં આવ્યા છે. તેમ છતાં તેનાથી તમને કેટલાક ફાયદા છે, તો કેટલાક ગેરફાયદા પણ.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા લેવડદેવડને વધુ સરળ અને પહેલા કરતા વધુ સુરક્ષિત કરવાના હેતુથી બંને કાર્ડને ઇસ્યુ / રિઈશ્યુ કરવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે. આ અંગે રિઝર્વ બેંક દ્વારા 15 જાન્યુઆરીએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ નવા નિયમો પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ્ ઉપર લાગુ થશે નહીં.

આરબીઆઈએ બેંકોને જણાવ્યું છે કે તે ડેબિટ-ક્રેડિટ કાર્ડ જાહેર / ફરીથી જાહેર કરતી વખતે તેને ફક્ત ભારતમાં એટીએમ અને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સ ઉપર ટ્રાન્ઝેક્શન માટે સક્રિય કરવા જણાવ્યું છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકો ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો જ ફક્ત એટીએમ અને પીઓએસ ટર્મિનલ ઉપર ઉપયોગ કરી શકશે.

વિદેશમાં અને ઓનલાઇન વ્યવહારો માટે અલગ લેવી પડશે સુવિધા

જો ગ્રાહકો ઓનલાઇન વ્યવહારો, સંપર્ક વિનાના વ્યવહારો અથવા આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવા માંગતા હોય, તો આ સેવાઓ ચાલુ કરાવવી પડશે. જૂના નિયમો અનુસાર, આ સેવાઓ કાર્ડ સાથે આપમેળે આવતી હતી, પરંતુ હવે ગ્રાહકની વિનંતીથી જ શરૂ થશે. આનો અર્થ એ છે કે જો તમારે વિદેશમાં અથવા ઓનલાઇન અથવા સંપર્ક વગરના વ્યવહારોની સુવિધા જોઈએ છે, તો તમારે આ સેવા અલગથી લેવી પડશે.

તમામ કાર્ડ્સ ઉપર લાગુ પડશે નિયમ :-

જે લોકો પાસે હાલમાં કાર્ડ છે તે પોતાના જોખમના આધારે નક્કી કરી શકે છે કે તે તેમના ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કાર્ડના વ્યવહારોને ડિસેબલ કરવા માગે છે કે નહિ અને જો તમે ઈચ્છો છો, તો તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઉપર આ સુવિધાઓને ડિસેબલ પણ કરી શકો છો.

બંધ થઈ જશે આ સુવિધા :-

જો તમે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ગ્રાહક છો અને તમે હજી સુધી તમારા કાર્ડથી કોઈ ઓનલાઇન ટ્રાંઝેક્શન, કોન્ટ્રેક્ટલેસ ટ્રાન્ઝેક્શન અથવા આંતરરાષ્ટ્રીય ટ્રાંઝેક્શન નથી કર્યા, તો કાર્ડ ઉપર આ સેવાઓ 16 માર્ચથી આપમેળે બંધ થઈ જશે. એટલે કે, આ સુવિધાને ચાલુ રાખવા માટે, જરૂરી છે કે દરેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડને 16 માર્ચ પહેલાં ઓછામાં ઓછું એકવાર ઓનલાઇન અને કોન્ટ્રેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તે જરૂરી છે.

રિઝર્વ બેંકે તમામ બેંકોને જાણ કરી દીધી છે કે તે મોબાઈલ એપ્લીકેશન, લીમીટ મોડીફાઈ કરવા માટે નેટ બેન્કિંગ વિકલ્પ અને ઇનેબલ અને ડિસેબલ સેવા અઠવાડિયાના સાતે દિવસ, 24 કલાક પૂરી પાડે.

કાર્ડ ચાલુ-બંધ કરવાની મળશે સુવિધા :-

હવે ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ કોઈપણ સમયે તેમના કાર્ડને ચાલુ અથવા બંધ કરી શકે છે અથવા ટ્રાંઝેક્શનની મર્યાદા બદલી શકે છે. આ માટે, તેઓ મોબાઇલ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ અથવા આઈવીઆરનો આશરો લઈ શકે છે.

બેંકોએ કાર્ડધારકને POS / ATM / ઓનલાઇન વ્યવહારો / કોન્ટ્રેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાંઝેક્શનની મર્યાદામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માટે બદલવાની સુવિધા પૂરી પાડવાની રહેશે. આ સાથે, બેંકોએ કાર્ડને ચાલુ કરવા અને બંધ કરવાની સુવિધા પણ આપવી પડશે.

સલામતીનાં પગલાં :-

ગ્રાહક જો પોતાના કાર્ડની સ્થિતિમાં કોઈ ફેરફાર કરે છે અથવા બીજું કંઈક કરવાનો પ્રયાસ કરે છે, તો બેંક એસએમએસ / ઇમેઇલ દ્વારા ગ્રાહકને ચેતવણી આપશે અને માહિતી મોકલશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.