એન.આર.જી યુવતી VS પાક્કી ગુજરાતી યુવતી વચ્ચેનો સંવાદ જીગ્ના રાજગોર જોશી દ્વારા

જીગ્ના રાજગોર જોશી , ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ

દેશ છોડીને પરદેશમાં વસેલા લોકો શું સાચે જ પોતાની ભાષા ભૂલી જતા હોય છે?

શું સાચે જ પોતાની સંસ્કૃતિ, પોતાની રીતભાત અને રોજિંદા કામો પણ ભૂલી જતાં હોય છે ?

ઘણીવાર આપણે ટીવીમાં આવું બધું તો જોયું જ હોય છે કે નોન રેસિડેન્સિલ ગુજરાતી ભાષા જાણે ન આવડતી હોય તેમ બોલતા હોય છે, ભલે જન્મ ગુજરાતમાં થયો હોય અને કામ ગુજરાતમાં કર્યું હોય પરંતુ પરણી કે કામથી જો બે ત્રણ વર્ષ પરદેશમાં જો ગાળી દીધા હોય તો જાણે તેઓ પાક્કા પરદેશી થઇ ગયા હોય છે. પણ તેમ છતાંયે વિદેશમાં એવા ઘણાં બધા ગુજરાતીઓ છે તે આજે પણ પોતાની સંસ્કૃતિને હૃદયમાં વસાવીને ચાલે છે.

આ વીડિયોમાં એવી જ એન.આર.જી યુવતી અને પાક્કી ગુજરાતી યુવતી વચ્ચેનો સંવાદ જીગ્ના રાજગોર જોશીએ બતાવ્યો છે. પરદેશમાં જઇને પણ ભારતીય હોવાનો ગર્વ દરેક નાગરિકે રાખવો જ જોઇએ તેઓ સંદેશો આ વીડિયોમાં આપવામાં આવ્યો છે.

બીજા દેશો ભલે ગમે તેટલા આગળ હોય પણ મારું ભારત મહાન છે અને રહેશે એવી કેટલીક ગર્વ લેવા જેવી વાતો આ વીડિયોમાં બખુબી વર્ણવાઇ છે. ઘરઆંગણે તુલસીથી માંડી સૂર્યને જળ આપવું અને સંયુક્ત પરિવારથી માંડીને મહેમાનગતિમાં અવ્વલ એવી અઢળક ભારતીય સંસ્કૃતિની વાતો અહીં સમજાવવામાં આવી છે.

પરદેશમાં વસવું કોઇ ગુનો નથી, કારણ કે ઘણાં એવા લોકો છે જેઓએ પરદેશમાં વસીને પોતાનું તથા ભારતનું નામ રોશન કર્યું છે, પરંતુ ઘણાં જૂજ લોકો એવા પણ છે જે પોતાના દેશને ભૂલીને પરદેશને પોતાનો દેશ સમજવા લાગે છે અને જ્યારે તેઓ વતનની મુલાકાત લે છે ત્યારે તો વાત જ જાવા દ્યો….

ભારતને અન્ય દેશોથી પાછળ માનનારા લોકોની માનસિકતાને ભારતીય સંસ્કૃતિના ઉદાહરણો આપી આ વીડિયો દ્વારા એ વિસરાયેલી વાતોને યાદ અપાવવાની કોશિષ કરાઇ છે. જે સમજે એમનું પણ ભલું અને ના સમજે એમ પણ ખુશ રહેજો.

વિડીયો