આ બોલીવુડ સ્ટાર છે નશાના બંધાણી, નશામાં કરે છે એવું વર્તન જે જોઇને મુકાઈ જશો અચંબામાં

બોલીવુડની ગ્લેમર ભરેલી દુનિયા બહાર જેટલી સુંદર દેખાય છે, અંદરથી એટલીજ ખરાબ છે. હમેંશા આપણે બોલીવુડના જીવનધોરણથી પ્રભાવિત થઈએ છીએ, અને તેમના જેવું જીવન જીવવાના સપના જોઈએ છીએ. પણ આપણે બોલીવુડની ચળકાટ વાળી દુનિયાની પાછળ છુપાયેલ અંધારાને નથી જાણતા.

ઘણા બોલીવુડ કલાકાર ક્યારેય રોડ ઉપર ભીખ માંગતા, તો ક્યારેક નશાની હાલતમાં વિચિત્ર હરકતો કરતા હોય છે. અમે બોલીવુડના ઘણા કલાકારોમાં ડ્રગ અને દારુની ટેવ જોઈ છે. આમ તો ઘણા પ્રખ્યાત વ્યક્તિઓએ આ વાતનો સ્વીકાર કરેલો છે કે તે નશાના બંધાણી છે.

જયારે અમુક હમેશા આ વાતને છુપાવે છે. પણ દુનિયાને લાખ પ્રયત્નો કરવા છતાં ખબર પડી જ જાય છે કે તેમના સ્ટાર નશાના બંધાણી છે. આજે અમે તમને બોલીવુડની અમુક એવા કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે બંધાણને કારણે જ પોતાનું કરિયર ખરાબ કરી નાખ્યું છે, અને નશાને કારણે હમેશા વિવાદોમાં રહે છે.

સંજયદત્ત :

સંજયદત્તે પોતાની નશાની ટેવ વિષે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું, કે મેં ૧૨ વર્ષ સુધી ડ્રગ્સ લીધુ હતું. દુનિયામાં એવી કોઈ ડ્રગ્સ નથી જે મેં નથી લીધી. જયારે મારા પિતાજી મને અમેરિકા (પુનર્વસં માટે) લઇ ગયા, તો તેમણે મને એક યાદી આપી (ડ્રગ્સની) જેમાં મારા દ્વારા લેવામાં આવેલ તમામ ડ્રગ્સના નામ લખેલા હતા. ડોકટરે મારા પિતાજીને પૂછ્યું, ભારતમાં તમે કેવી જાતનું ભોજન કરો છો? તેને જે ડ્રગ્સ લીધેલ છે તેનાથી તો કોઈપણ અત્યાર સુધીમાં તો મરી ગયા હોય.

પ્રતિક બબ્બર :

પ્રતિક બબ્બર પાસે પોતાના જીવન માટે આરામથી પસાર કરવા માટે તમામ સુવિધાઓ રહેલી છે. તેમ છતાં પણ તેમણે ડ્રગ્સના નશામાં પોતાનું જીવન ખરાબ કરી નાખ્યું.

ગીતાંજલિ નાગપાલ :

ગીતાંજલિ નાગપાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો છુપાયેલ ચહેરો છે, તે એક મોડલ હતી. રેપથી લઈને રોડ ઉપર ભીખ માગવા સુધી ગીતાંજલીના જીવનમાં ઘણા વળાંક આવ્યા. તે તેના સમયમાં એવી મોડલ હતી જે હજારો શોમાં જોવા મળતી હતી. પણ ગીતાંજલિ હવે એક હોસ્પીટલમાં છે અને તેની પોતાની યાદશક્તિ અને માનસિક સ્થિતિ પણ સારી નથી.

રણબીર કપૂર :

રણબીર કપૂરને તેના લુક અને દમદાર એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. પણ તેમણે વિડ (ગાંજો) અને પોટ પીકર લીધા છે. રોકસ્ટારમાં પોતાની એવી ભૂમિકા કરેલી હતી. એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું, જયારે તેઓ સ્કુલમાં હતા ત્યારથી સિગરેટ પિતા હતા.

ડીજે અકીલ :

અકીલ અલીને ડીજે અકીલ અને રિતિક રોશનના સાળા તરીકે ઓળખવામાં આવે છે. તેમની ડ્રગ્સ લેવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલી હતી.

ધર્મેન્દ્ર :

યમલા પગલા દીવાના ૨ ના પ્રમોશન દરમિયાન ધર્મેન્દ્રને સમજાયું, કે તેમની નશાની ટેવએ જ તેમનું કરિયર બરબાદ કરી દીધુ. તેમણે ૨૦૧૧ માં ખરાબ આરોગ્યને કારણે જ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

હની સિંહ :

હનીસિંહનું ગીત – ચાર બોટલ વોદકા કામ મેરા રોજ કા, તેમના જીવનનો બીજો ભાગ બતાવે છે? તેમને ડ્રગ્સની એવી લત લાગી હતી કે તેમનું કેરિયર નીચે આવી ગયું હતું. તમને જણાવી દઈએ કે તેમણે ઘણો સમય કોઈ આલ્બમ કે ફિલ્મમાં કોઈ ગીત ગાયેલ નથી.

મમતા કુલકર્ણી :

વીતેલા સમયની અભિનેત્રી મમતા કુલકર્ણીએ પોતાના ફિલ્મ કેરિયર દરમિયાન જ ડ્રગ્સ લેવાનું શરુ કરી દીધુ હતું. નશાની ટેવને કારણે તે ઘણા વિવાદોમાં ફસાઈ.

મહેશ ભટ્ટ :

મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેમની દીકરી શાહીન તેમની ડ્રગ્સની ગંધને કારણે તેમની પાસે નથી આવતી. તે તેવું સહન નથી કરી શકતા અને તેમણે ડ્રગ્સ લેવાનું છોડી દીધું.

ફરદીન ખાન :

એક સમય હતો જયારે ફરદીન ખાનની ગણતરી બોલીવુડના એક જાણીતા સ્ટારમાં થતી હતી. પણ તેમણે નશાની ટેવ પડી ગઈ અને વર્ષ ૨૦૦૧ માં તેમની જહુંમાં કોકીન સાથે ધરપકડ કરવામાં આવી. જેનાથી બચવા માટે તેમણે ઘણી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

મનીષા કોયરાલા :

લાંબા સમય સુધી ડીંબગ્રંથી કેન્સર સામે ઝઝૂમી રહેલ અભિનેત્રી મનીષા કોયરાલા દારુ અને નશીલી દવાઓની બંધાણી હતી. આમ તો તેમણે કેન્સરની સર્જરી પછી ડ્રગ્સ લેવાનું છોડી દીધુ છે.

પૂજા ભટ્ટ :

પ્રોડ્યુસર, ફિલ્મ મેકર, અભિનેત્રી અને ડિઝાઈનર, પૂજા ભટ્ટએ દારુની ટેવથી છુટકારો મેળવવા માટે લાંબો સંઘર્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે તેમે તેની મદદ તેમના પિતા મહેશ ભટ્ટે કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે તેમણે 16 વર્ષની ઉંમરમાં દારુ પીવાનું શરુ કરી દીધું હતું, ૨૩ વર્ષની ઉંમરમાં તેમણે પહેલી સિગરેટ પીધી હતી પણ કોકીનનું સેવન ક્યારેય કરેલુ ન હતું.

ગૌરી ખાન :

કદાચ તમે વિચારી રહ્યા હશો કે ગૌરી ખાનનું નામ આ લીસ્ટમાં કેમ છે? તેમણે મારીજુઆના સાથે બર્લિન વિમાની મથક ઉપર પકડવામાં આવેલ હતી. અફવાઓ છે કે તેમને નશાની ટેવ હતી પણ સાચું હજુ કોઈને ખબર નથી.

અર્જુન રામપાલ :

અર્જુન રામપાલ મારીજુઆના નામના ડ્રગ્સનું સેવન કરે છે. તે પણ માનવામાં આવે છે કે સુઝેન ખાન સાથે તેમની મિત્રતા તે ટેવને કારણે થઇ હતી.

ઈરફાન ખાન પર મારીજુઆના નામના ડ્રગ્સનું નિયમિત રીતે સેવન કરવાનો આરોપ છે.

સુઝેન ખાન :

રિતિક રોશન સાથે વિવાદ શરુ થયા પછી સુઝેનએ ડ્રગ્સનું સેવન શરુ કરેલુ. તે પહેલા કે દરેક વસ્તુ સામાન્ય થાય તેને નશાની ટેવ પડી ગઈ હતી, અને કહેવામાં આવે છે કે તે કારણે જ રિતિકની સાથે તેના છુટા છેડા થઇ ગયા.

વિજય રાજ :

વિજય રાજને રન, ધમાલ અને બીજી ફિલ્મોમાં તેમની કોમિક ભૂમિકાઓ માટે ઓળખવામાં આવે છે, વર્ષ ૨૦૦૫ માં વિજયને ડ્રગ્સ સાથે દુબઈ વિમાન મથક ઉપર પકડાઈ ગયેલ હતો.

પરવીન બાબી :

જુના જમાનાની ગુજરાતની લોકપ્રિય અભિનેત્રી પરવીન બાબી પણ ડ્રગ્સ અને દારુની બંધાણી હતી. તેના કારણે નિર્દેશક મહેશ ભટ્ટ સાથે તેમનું બ્રેકઅપ હતું. પરવીન બાબી ખાસ કરીને એલએસડીની બંધાણી હતી અને વધુ પ્રમાણમાં ડ્રગ્સનું સેવન કરવાને કારણે પોતાના ઘરમાં મૃત્યુ પામેલ મળી આવેલ હતી.