આ નર્સે 12 વર્ષની નર્સની નોકરીમાં 5,000 થી વધુ નવજાત બાળકો બદલી દીધા

તમે અત્યાર સુધીમાં ઘણા બધા એવા સમાચાર સાંભળ્યા અને વાંચ્યા હશે, કે જેમાં હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં બાળક બદલાય ગયું હોય. પરંતુ હાલમાં એવા જ એક સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. એ સમાચાર અનુસાર એક નર્સે એક નહિ, બે નહિ પણ 5000 બાળકોને મેટરનિટી વોર્ડમાં બદલી નાખ્યા છે.

મળેલી જાણકારી અનુસાર એલિઝાબેથ બવાયવા મેવાસા નામની એક નર્સનો દાવો છે કે, એણે નર્સ તરીકેની પોતાની ડ્યુટી દરમ્યાન લગભગ 5000 બાળકોને બદલી નાખ્યા હતા. અને આ નર્સે આ વાતને જાતે જ કબુલી છે. એમણે જણાવ્યું કે પોતાના 12 વર્ષના કાર્યકાળ દરમ્યાન એમણે ફક્ત પોતાના મજા માટે હોસ્પિટલમાં જન્મ લેતા બાળકોની અદલા-બદલી કરી છે.

એક રીપોર્ટ અનુસાર આ નર્સને ટર્મિનલ કેંસર (Terminal Cancer) છે, અને હવે તેમણે પોતાના જીવનના અંતિમ સમયમાં આ વાત કબુલ કરી છે. પૂર્વીય આફ્રિકાના એક દેશ જામ્બિયામાં થયેલી આ ઘટનાએ બધાને હેરાન કરી દીધા છે. એમનું કહેવું છે કે, જામ્બિયાની યુનિવર્સીટી ટીચિંગ હોસ્પિટલમાં પોતાના કોન્ટ્રાકટ દરમ્યાન એમણે આવું કર્યુ હતું. મેવાસા નામની આ મહિલાનું કહેવું છે, ‘જે બાળકોનો જન્મ વર્ષ 1983 થી 1995 ની વચ્ચે, હું જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં થયો છે, એમની અદલા-બદલી મેં પોતે કરી છે.’

ટર્મિનલ કેંસરથી પીડિત મેવાસાનું કહેવું છે કે, ‘પોતાના જીવનના અંતિમ સમયમાં હું આ વાતને સ્વીકાર કરવા માંગુ છું, કારણ કે હું નરકમાં જવા નથી માંગતી.’ એમણે પોતાની મજા માટે કરેલા આ કામને પાપ જણાવ્યું છે. જણાવી દઈએ કે મેવાસાના આ ખુલાસાથી સોશિયલ મીડિયા પર મોટી બબાલ થઇ ગઈ છે. અને વાત ઘણી આગળ નીકળી જતા જામ્બિયાની યુનિવર્સીટી ટીચિંગ હોસ્પિટલે મીડિયાને આ વાત જણાવી છે કે, આ નામની કોઈ પણ નર્સ અહીંયા કામ કરતી ન હતી. એમણે કહ્યું કે મહિલા ફક્ત વાર્તા બનાવી રહી છે.

મિત્રો એવું ઘણી વાર થાય છે કે, સોશિયલ મીડિયા પર સમાચારો વાયરલ થયા પછી લોકો એને સાચું માની લે છે. પણ હવે હકીકત શું છે એ તો એ લોકો જાણે. અમે તો આ વાતની કોઈ પુષ્ટિ કરતા નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.