પત્ની નુસરત જહાં સાથે રોમાન્ટિક અંદાજમાં નિખિલે ઉજવ્યો પોતાનો બર્થડે, વાયરલ થયા ફોટા

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે. અહીં તમને દુનિયાના દરેક ખૂણામાં બનતી ઘટના વિષે જાણવા મળી જાય છે. અને આના પર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને સારી જાણકારી મળતી હોય છે. એમાંથી અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ગુસ્સો કે દયા પણ આવી જાય છે. અહીં કોઈ સેલિબ્રિટી કે કોઈ મોટી હસ્તી કોઈ ફોટો, વિડીયો કે લખાણ પોસ્ટ કરે તો તેને વાયરલ થતાં વાર નથી લાગતી.

અને હાલમાં પોતાના ફોટા પોસ્ટ કરીને લોકસભા ચૂંટણીના ટીએમસીની ટીકીટ ઉપર ચૂંટણી જીતવા વાળી મોડલ અને સાંસદ નુસરત જહા ચર્ચામાં છે. તેમણે થોડા સમય પહેલા જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ નીખીલ જૈન સાથે લગ્ન કર્યા છે. બંનેએ ગઈ ૧૯ જુનના રોજ તુર્કીમાં લગ્ન કરી લીધા હતા, જેમાં કુટુંબના સભ્યો અને ગણ્યા ગાંઠ્યા મિત્ર જ હાજર હતા. લગ્ન પછી નુસરતના રીસેપ્શન અને પછી હનીમુનના ફોટા સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયા હતા.

નુસરત જહાં સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને અવાર નવાર પોતાના ફોટા શેયર કરતી રહે છે. હાલમાં જ સમાચારો આવ્યા હતા કે, ખરાબ તબિયતને કારણે જ નુસરતને કલકત્તાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમાચારો મુજબ તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, જેને કારણે જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ તેની તબિયત સ્થિર માનવામાં આવી રહી છે.

તેના કુટુંબ વાળાએ જણાવ્યું કે, નુસરત અસ્થમાની દર્દી રહી ચુકી છે. જેને કારણે જ તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેવામાં રવિવારની સવારે લગભગ સાડા નવ વાગ્યે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ખરાબ તબિયતને કારણે જ નુસરત સોમવારે સાંસદના શિયાળુ સત્રમાં આવી શકી ન હતી. હાલમાં નુસરતના પતિ નીખીલનો જન્મ દિવસ હતો, જેના થોડા ફોટા સામે આવ્યા છે.

નુસરત જહાંએ પોતાના પતિ સાથે તેના જન્મ દિવસની ઉજવણીના થોડા ફોટા પણ શેયર કર્યા. ગયા શનિવારે નુસરત જહાંએ પતિ નીખીલ જૈનનો જન્મ દિવસ હતો. તે દિવસને તેમણે પોતાના મિત્રો સાથે સેલીબ્રેટ કર્યો અને જોરદાર પાર્ટી કરી. તેવામાં નુસરતે થોડા ફોટા શેયર કર્યા, જે સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ ગયા. નુસરતનો આ અંદાઝ ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે.

કલકત્તાના રહેવાસી નીખીલ ધંધાથી એક બિઝનેસમેન છે. મીડિયા અહેવાલ મુજબ નીખીલે મેનેજમેન્ટની ડીગ્રી વારવિક યુનીવર્સીટીમાંથી લીધી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના અહેવાલ મુજબ નીખીલ અને નુસરતની મુલાકાત કામની બાબતમાં થઇ હતી. બંને એક પ્રોફેશનલ અસાઈનમેંટ દરમિયાન એક બીજાને મળ્યા હતા. ત્યાર પછી નુસરત નીખીલની સાડી લેબલની બ્રાંડ એમ્બેસેડર બની. બંનેએ સાથે એક પૂજાની જાહેરાત પણ શૂટ દરમિયાન બંને નજીક આવવા લાગ્યા અને પ્રેમ થઇ ગયો.

નુસરત અને નીખીલના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં પૂર્ણ થયા હતા. આ વેડિંગમાં થોડા જ લોકોને આવવાનું આમંત્રણ મળ્યું હતું. કુટુંબ સિવાય થોડા ખાસ મિત્રો જ વેડિંગમાં હાજર હતા. હિંદુ રીત રીવાજથી લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.