ઓર્ડર કરી હતી સસ્તી વાઈન, વેઇટરે ભૂલમાં આપી દીધી 3.51 લાખની બોટલ અને પછી

નમસ્કાર મિત્રો, તમારા બધાનું આજના આ લેખમાં સ્વાગત છે. મિત્રો માનીલો કે તમે કોઈ હોટલ કે રેસ્ટોરેંટમાં પાર્ટી કરવાં ગયા છો અને ત્યાં તમે પોતાનો ઓર્ડર આપી દીધો. પણ ત્યાંના સ્ટાફની ભૂલને કારણે એમાં કોઈ ફેરફાર થઈ જાય, અને બિલ તમારી ગણતરી કરતા ઘણું વધારે આવી જાય, તો એ સમયે તમારી માનસિક સ્થિતિ કેવી થઈ જાય. તમે ગુસ્સાથી લાલ થઈ જાવ બરાબરને. અને આ સ્વાભાવિક પણ છે. કારણ કે એમાં તમારી કોઈ ભૂલ નથી, તો તમે વધારાના પૈસા શા માટે ચૂકવો?

આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવાં જઈ રહ્યા છીએ, જેમાં વેઈટરની ભૂલને કારણે ગ્રાહકનું બિલ લાખોની બની ગયું. અને પછી પૈસાની ચુકવણી બાબતે ઝગડો થયો. પણ એમાં ગ્રાહક ફાવી ગયો. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

યુકેના એક રેસ્ટોરેંટમાં વેઈટરની ભૂલની એક વિચિત્ર ઘટના સામે આવી છે. માન્ચેસ્ટરના હોક્સમૂર માન્ચેસ્ટર સ્ટેકહાઉસ એન્ડ કોકટેલ બારના એક વેઈટરે પોતાના ગ્રાહકને 3.51 લાખની કિંમતની વાઈન સર્વ કરી દીધી. પણ ગ્રાહકે 3.51 લાખ રૂપિયા વાળી નહિ, પણ 20,000 રૂપિયા વાળી વાઈન ઓર્ડર કરી હતી.

અને એ બારના માલિકે પોતે એ ગ્રાહકને ટેગ કરતા સોશિયલ મીડિયા પર આ ઘટના વિષે જણાવ્યું હતું. એની સાથે જ બારના માલિકે રમૂજ કરતા ગ્રાહકને કહ્યું હતું કે, આશા છે કે, તમે ગઈકાલે રાતની પાર્ટીમાં ઘણી મજા માણી હશે.

જણાવી દઈએ કે, જે સમયે આ ઘટના બની એ સમયે બારમાં ઘણી ભીડ હતી. અને એ દરમ્યાન ડિસ્કો લાઈટ અને સંગીતના અવાજની મસ્તીમાં ડૂબેલા ગ્રાહકે 3.51 લાખ રૂપિયાની કિંમત વાળી વાઈનની આખી બોટલ પી લીધી. અને જયારે બિલની ચુકવણીનો સમય આવ્યો ત્યારે એનો બધો નશો મિનિટોમાં ઉતરી ગયો, કારણ કે એ ગ્રાહકને ત્યાંના વેઈટરે લાખોનું બિલ પકડાવી દીધું. અને પછી પૈસાની ચૂકવીને લઈને ઘણી બોલાચાલી થઇ.

અને આ દરમ્યાન જયારે મેનેજરે ઓર્ડર ચેક કર્યો, તો એ પણ દંગ રહી ગયો. કારણ કે ગ્રાહકે જે ઓર્ડર આપ્યો હતો એની જગ્યાએ વેઈટરે ભૂલથી 3.51 લાખ વાળી વાઈન સર્વ કરી દીધી હતી. પછી પોતાના સ્ટાફની ભૂલને સ્વીકારતા એમણે ગ્રાહક પાસેથી કરેલા ઓર્ડર મુજબ 20,000 રૂપિયા જ લીધા અને ગ્રાહકને જવા દીધો.

સોશિયલ મીડિયા પર થયો વાયરલ :

બારના માલિકે આ કિસ્સાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને જણાવ્યો. અને એમણે એ ગ્રાહકને ટેગ કરીને લખ્યું કે, ‘ગઈકાલે રાત્રે ઘણી ભીડ હતી. એક જ જેવી બોટલ હોવાને કારણે આ ભૂલ થઇ. અમુક ભૂલ વેઈટરથી પણ થઇ. પરંતુ, હું આશા રાખું છું કે, તમે ગઈકાલે રાતની પાર્ટીની ખુબ મજા માણી હશે.’

થોડી જ વારમાં એમની આ પોસ્ટને 42 હજારથી વધારે લાઈક મળી, જયારે 7 હજારથી વધારે લોકોએ એના પર રીટ્વીટ પણ કરી. ઘણા યુઝર્સે આની મજાક પણ ઉડાવી, તો કોઈએ આ પ્રકારની પોતાની સ્ટોરી પણ શેયર કરી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.