જો તમે કમાવાનું ચાલુ કરી દીધું છે, અને જો તમે બચત કરવા માંગતા હોય, તો SIP વિષે જરૂર જાણી લેજો.

જો તમે કમાવાનું ચાલુ કરી દીધું છે, અને જો તમે બચત કરવા માંગતા હોય, તો આ SIP વિષે જરૂર જાણી લેજો.
SIP નિયમિત બચતના સિદ્ધાંત પર કામ કરે છે. એ તમારા પુનરાવર્તિત જમા રકમ જેવું છે. જેમાં તમે દરેક મહિને થોડા રૂપિયા નાખી શકો.

આ તમને એક જ વારમાં વધારે રૂપિયાની જગ્યાએ થોડા થોડા રૂપિયા મિચ્યુયલ ફંડમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. SIP એક મિચ્યુઅલ ફંડમાં એકસાથે 5000 રૂપિયાનું રોકાણ કરવાની જગ્યાએ 500 રૂપિયાના 10 હપ્તાના રોકાણની સુવિધા આપે છે.

આનાથી તમે તમારી બીજી આર્થિક જવાબદારીને પ્રભાવિત કર્યા વગર મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIP કેવી રીતે કામ કરે છે એ વધુ સારું સમજવા માટે તમારે Rupee cost averaging અને પૈસાની જોડી રહેવાની શક્તિ ( power of compounding) ને સમજવું જરૂરી છે.

SIP એક સરેરાશ વ્યક્તિની પહોંચ સુધી મ્યુચ્યુલ ફંડના રોકાણને લઈ આવ્યું છે. કારણ કે જે જેમની પાસે એટલું બજેટ નથી તેમને પણ એ રોકાણ કરવા યોગ્ય બનાવે છે. જે એક વખતમાં મોટું રોકાણ કરવા કરતા 500 કે 1000 રૂપિયાને નિયમિત રોકાણ કરી શકે છે.

SIP ના માધ્યમથી નાની નાની બચત કરવી પહેલી વખતમાં આકર્ષકના લાગે, પરંતુ એ રોકાણકારને બચતની આદત પડે છે અને જેમ વર્ષો વધે તેમ તે તમને સુંદર રિટર્ન આપે છે. 1000 રૂપિયા મહિને SIP ની રકમ 9% ના દરે 10 વર્ષમાં વધીને 6.69 લાખ, 30 વર્ષમાં 17.38 લાખ અને 40 વર્ષમાં 44.20 લાખ રૂપિયા થઇ શકે છે.

એટલું જ નહિ પૈસાદાર લોકેને પણ એ ખોટા સમય અને ખોટી જગ્યાએ રોકાણ થવાની આશંકાથી બચાવે છે. પરંતુ એનો ખરો ફાયદો નીચા સ્તર પર રોકાણ કરવાથી મળે છે.

SIP ના અન્ય લાભોમાં સમાવેશ થાય છે.

1. અનુશાસનથી રોકાણ :

પોતાના રૂપિયાને સુરક્ષિત બનાવી રાખવાનો મુખ્ય નિયમ છે – નિરંતર રોકણ કરવું, પોતાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત રાખો. પોતાના રોકાણની રીતમાં નિયમિત અનુશાસન બનાવી રાખો. દરેક મહિને રૂપિયા અલગ કાઢવાથી તમારા માસિક અવાક પર વધારે અસર નહિ થાય. તમારા માટે પણ મોટા રોકાણ માટે ભેગા કરેલા રૂપિયા કાઢવાથી સારું છે કે દરેક મહિને થોડા રૂપિયા બચાવવામાં આવે.

2. પૈસાએ સાથે રહેવાની શક્તિ (power of compounding) :

રોકાણના ગુરુ સલાહ આપતા હોય છે, કે એક વ્યક્તિએ હંમેશા વહેલા રોકાણ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનો લાભ થાય છે. ચાલો એનું પણ એક ઉદાહરણ જોઈએ. બબીતાજી 30 વર્ષની ઉમરથી 1000 દર વર્ષે બચાવવાનું શરુ કરે છે, ત્યારે જ જેઠાલાલ તેટલા જ રૂપિયા 35 વર્ષની ઉંમરથી બચાવે છે. જયારે 60 વર્ષની ઉંમરમાં બંને પોતાના રોકાણ કરેલા રૂપિયા મેળવશે તો આ બબિતાને 12.23 લાખ અને જેઠાલાલને ફક્ત 7.89 લાખ મળશે.

આ ઉદાહરણમાં અમે 8%ના દરે રિટર્ન મળશે એવું વિચાર્યું છે. તો સ્પષ્ટ છે કે શરૂના ફક્ત 50,000 નું રોકાણ છેલ્લે 4 લાખથી વધારે અસર કરે છે. આ પૈસાની સાથે રહેવાની શક્તિ ( power of compounding )ના કારણે થયું છે. જેટલો લાંબો સમય તમે રોકાણ કરશો એટલું વધુ રિટર્ન મળશે

હવે માની લો કે બબીતાજી દર વર્ષે 10,000 રોકાણ કરવાની જગ્યાએ 35 વર્ષની ઉંમરથી દર 5 વર્ષે 50,000 રોકાણ કરે છે. આ સ્થતિમાં તેને રોકાણ કરેલા રૂપિયા એટલા જ રહેશે. ( જે 3 લાખ છે ) પરંતુ તેને 60 વર્ષની ઉંમરમાં 10.43 લાખ ફંડ મળે છે. આનાથી ખ્યાલ આવે કે મોડેથી રોકાણ કરવાથી સરખું રોકાણ કરવા છતાં વ્યક્તિ શરૂમાં મળવા વાળા ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો ખોઈ બેસે છે.

3. રૂપિયાની કિંમતની સરેરાશ ( Rupee Cost Averaging) :

આ મુખ્ય રૂપથી શેરમાં રોકાણ કરવા માટે ઉપયોગી છે. જયારે તમે એક જ ફંડમાં સતત અમુક સમયે સરખું ધનનું રોકાણ કરો છો તો રૂપિયાના ઓછા મૂલ્યના સમયે તમે શેરના વધુ યુનિટ ખરીદો છો. આ રીતે સમય જતા તમારી પ્રતિ શેર સરેરાશ કિંમત ઓછી થઇ જાય છે.

આ રૂપિયાની કિંમતની સરેરાશ ( Rupee Cost Averaging)ની નીતિ થઇ જાય છે, જે લાંબા સમજદાર રોકાણ માટે બનાવી છે. આ સુવિધા અસ્થિર બજારના નુકશાનને ઓછું કરી નાખે છે, અને બજારના ઉતાર-ચઢાવના સફરમાં તમને નિશ્ચિન્ત બનાવી રાખે છે.

જે લોકો SIP ના માધ્યમથી રોકાણ કરે છે તે બજારના ઉતારના સમયને પણ એટલી જ સારી રીતે સંભાળી શકે છે જેવી રીતે તે ચડાવના સમયને સંભાળી શકે.

4. સુવિધાજનક :

આ રોકાણની ખુબ સરળ રીત છે. તમારે ફક્ત પુરે પૂરું નામ દાખલ કરવાનું ફોર્મ સાથે ચેક આપવાનો હોય છે. જેનાથી મ્યુચુઅલ ફંડમાં તમે કહેલી તારીખે ચેક જમાં થઈ જશે અને તમારા ખાતામાં શેર યુનિટ આવી જશે.

5. બીજા લાભ :

SIP રોકાણમાં પૈસા નાખવા અને ઉપાડવામાં કોઈ ટેક્સ કે ચાર્જ નથી.

આમ કેપિટલ ગેન પર લાગવાનો ટેક્સ (જ્યાં પણ લાગુ થાય છે) રોકાણ કરવાના સમય પર નિર્ભર કરે છે.