ઘર પછી સૌથી વધુ આપણો સમય ઓફિસમાં રહે છે ઓફીસ માં કરો આ કામ, સ્વસ્થ રહેશો

બધા કામ કરનારા લોકો માટે ઓફીસ તેમનું બીજું ઘર બની જાય છે કેમ કે તેઓ પોતાનો મોટાભાગનો સમય તે જગ્યાએ પસાર કરે છે. કામના સ્થળ ઉપર પસાર કરેલ સમયનો તમારા સ્વાસ્થ્ય ઉપર ઘણી જ અસર થાય છે જે કંઈ પણ તમે ઓફિસમાં કરો છો જેમ કે તમે ખુરશી ઉપર બેઠા. ભોજન કરવાથી લઈને ઓફીસના કામ પુરા કરવા સુધીમાં તે બધું તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. જો તમે હમેશા બીમાર પડો છો અને તમને તે ખબર નથી કે તમારે શું કરવું જોઈએ તો આવો જાણીએ થોડી તે વાતો વિષે જેને આપણા ઓફીસ નાં જીવન ધોરણમાં અપનાવીને તમે સ્વસ્થ બનીને રહી શકો છો.

(1) તમારી આંખોને આરામ આપો

જે લોકો કોમ્પ્યુટર ઉપર વધુ સમય સુધી કામ કરે છે તેમાંથી મોટાભાગનાને માથાનો દુઃખાવાની ફરિયાદ રહે છે સાથે સાથે તેમની આંખોની રોશની ઉપર પણ અસર થાય છે. જો તમે પણ આવા પ્રકારની તકલીફથી પીડિત છો તો થોડી ટ્રીકને અપનાવીને તમે તે તકલીફ માંથી છુટકારો મેળવી શકો છો તમે તમારા અને તમારા કોમ્પ્યુટરની વચ્ચેના અંતરને થોડું વધારી દો અને જો તમને કોમ્પ્યુટર ઉપર વાંચવામાં કોઈ તકલીફ થાય છે તો તેના ફોન્ટનો આકાર વધારીને કોમ્પ્યુટર ઉપર કામ કરો.પણ કોમ્પ્યુટર સ્ક્રીન થી બને એટલું દુર રહો. બને એટલી વધુ આંખો પટપટાવો,

(2) ચા કોફીથી બચો

જો તમે વધુ ચા, કોફી પીવો છો તો જરૂરી છે કે તમે તેનું સેવન મર્યાદિત કરી દો. તે અઘરું લાગે છે પણ તમારે તે કરવું પડશે. પ્રયત્ન તે કરો કે તમારો દિવસ કોફી થી ન શરુ કરીને એક ગ્લાસ હુફાળા પાણીથી કરો. જો તમારે કોફી પીવી જ છે તો વધુ ખાંડ અને ક્રીમથી બચવું.

 

(3) ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો પ્રયત્ન કરો

કામ કરવાની જગ્યા ઉપર ઈલેક્ટ્રોનિક સાધનો અને કામ કરનારા લોકોનીં વધુ સંખ્યાના કારણે હવા પદુષિત થઇ શકે છે એક સર્વે મુજબ ઓફીસના ઓરડાઓમાં ફેલાયેલી એલર્જી વિષે જાણવું લગભગ અસંભવ છે. તે ફર્નીચર, કાર્પેટ ના કારણે થઇ શકે છે.

લોકોને માથાના દુઃખાવા ઉપરાંત ત્વચા ઉપર નરમાશ થઇ શકે છે. સારા વેન્ટીલેશન ના અભાવથી તાજી હવાનું સ્તર ઓછું થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે થોડો સમય કાઢીને તમારા કામની જગ્યાએ ચારે બાજુ ચક્કર લગાવીને ફરી શકો છો. પ્રયત્ન કરો જે જગ્યાએ હરિયાળી હોય તેવી જગ્યાએ ફરો અને લાંબો શ્વાસ લો. બની શકે તો ૨૪ કલાક ઓક્સીજન આપતા ઇન્ડોર પ્લાન્ટ (મની પ્લાંટ જેવા ઘણા છે નીચેલીંક માં વધુ માહિતી) રાખો અને બને એટલું હસતા રહો તેનાથી સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે.

ઓફીસ માં મુકવા લાયક છોડ રોપાની વધુ જાણકારી માટે ક્લિક કરો >>> પ્રદુષિત હવા ને ઘરમાં શુદ્ધ કરી ઓક્સીજન આપતા આ રોપા પર નાસા નો બહુ મોટો દાવો વાંચો

(4) સૈનિટાઇઝર જે પાસે રાખો (Keep sanitizer handy) –

એક જ કીબોર્ડ અને માઉસનો ઓફિસમાં અનેક લોકો ઉપયોગ કરે છે માટે તેની ઉપર બેક્ટેરિયા ઉત્પન થઇ શકે છે. જો તમે હ્કીહ્તમાં બીમારીથી બચવા માગો છો તો કી બોર્ડ અને માઉસને સૈનિટાઇઝર થી સાફ કરવાનું ન ભૂલો. તેનાથી બેક્ટેરિયા દુર થશે જ સાથે જ સાથે તમે એલર્જી અને વાયરલ સંક્રમણથી બચી શકશો.

(5) ખુબ જ વધુ સમય સુધી સતત બેસવું (Don’t sit for too long) :

જો તમે કામના ભારણને લીધે તમારા ટેબલ સાથે ચોટી રહેશો તો તે તમાર સ્વાસ્થ્ય માટે નુકશાન કારક થશે, માટે જો તમારી પાસે ટેબલ વર્ક છે તો તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે કલાક પગપાળા ચાલવું. તમે તમારી ઓફિસમાં વચ્ચે વચ્ચે શૌચાલય જઈ શકો છો અને હળવી કસરત કરી શકો છો. ક્યારેય પેશાબ રોકી ના રાખો