શું તમે ઓફીસ સાથે જોડાયેલા કામના દબાણમાં રહીને માનસિક તણાવ ના શિકાર થઇ રહ્યા છો. જો તેવું છે તો આ ખબર તમારા માટે ખુબ જરૂરી છે.
એક શોધ થી સામે આવ્યું છે કે એવા લોકોને ટાઈપ-2 ડાયાબીટીસ થવાનો ભય 46 ટકા વધી જાય છે. તે તારણ ડેનમાર્કના કોપેનહેગન યુનીવર્સીટીની શોધ ઉપરથી સ્પષ્ટ થયું છે, શોધમાં કાર્યસ્થળે ના વાતાવરણ, શરીરનું મેટબાલીજ્મ અને ડાયાબીટીસ વચ્ચે સબંધ બતાવવાના આવેલ છે. શોધના આધારે સ્પષ્ટ કરવામાં આવેલ છે કે કામની સતત આલોચના સહન કરવી કે સતત માનસિક તણાવ કામ ના દબાણ માંથી પસાર થવું વ્યક્તિના ટેસ્ટોસ્તેરોન લેવલ અને માનસિક સ્વાસ્થ્ય ને અસર કરે છે.
શોધકર્તાઓના ગ્રુપમાં રહેલા પ્રોફેસર ડૉ. નાજા રોડે જણાવ્યું કે તમારા કાર્યસ્થળ નું વાતાવરણ કેવું છે, તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડે છે. તેવામાં વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય ઉપર તેની અસર પડે છે. માનસિક સ્વાસ્થ્ય બગડવાથી તેની અસર વ્યક્તિના ખાવા પીવાની ટેવો ઉપર પડે છે. તેનાથી માણસનું મેટાબોલીજ્મ ખરાબ થઇ જાય છે. મોટાબોલીજ્મ ગડબડ થવાથી પાચન ક્રિયા પણ ગડબડ થઇ જાય છે અને મોટાપા ની તકલીફ વધી જાય છે.
શોધકોએ શોધમાં 40 થી 65 વર્ષના 45905 લોકોને એકઠા કર્યા હતા. તેમા 19280 પુરુષ અને 26625 મહિલાઓ હતી. તે બધા લોકોને ઓફિસમાં વાતાવરણ, આ વાતાવરણ ની તેમની ઉપર અસર અને માનસિક સ્વાસ્થ્ય નો 11 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવેલ. સર્વે પ્રમાણે જાણવા મળ્યું કે કાર્યસ્થળે ઉપર વધુ તણાવનો સામનો કરવાથી મહિલાઓ માં ટાઈપ-2 ડાયાબીટીસ નો ભય 36% સુધી વધે છે, જયારે પુરુષોમાં આ આંકડા 61% સુધી રહે છે.
શોધમાં જાણવા મળ્યું કે જે લોકો તણાવ ના શિકાર હતા, તેમાંથી 40% લોકો નું બીએમઆઈ (વજન-લંબાઈ નું અનુપાત) ગડબડ હતું. અભ્યાસમાં રહેલા એક તૃતીયાંશ લોકોનું માનવું છે કે કાર્યસ્થળ ઉપર તેમને સૌથી વધુ તણાવ પોતાના મેનેજર પાસેથી મળે છે. 36 ટકા લોકો એ તો તે કારણે નોકરી છોડી દીધી.