ટ્રકની પાછળ લખેલા ‘Horn OK Please’ માં ‘OK’ નો શું અર્થ થાય છે, ઘણા લોકો નથી જાણતા આનો જવાબ

શું તમે જાણો છો, ટ્રકની પાછળ લખેલા ‘Horn OK Please’ માં ‘OK’ નો અર્થ શું થાય છે? ચકાસો તમારું સામાન્યજ્ઞાન

ટ્રકોની દુનિયા પણ પોતાની રીતે એક અલગ દુનિયા છે. ટ્રકોની સાજ-સજાવટ, રસ્તા પર ચાલવાની તેની પરંપરાગત રીત, ટ્રકો પાછળ લખેલા સ્લોગન, તેમના હોર્ન અને રસ્તાની જાણકારી બીજા સુધી પહોંચાડવાની રીત પોતાની રીતે અનોખી છે. આ બધામાં અન્ય એક વસ્તુ પણ છે. લગભગ દરેક ટ્રકની પાછળ ‘Horn OK Please’ લખેલું હોય છે. તેમાં ‘Horn Please નો હેતુ તો દરેકને ખબર હોય છે. પણ OK નો શું અર્થ થાય છે તે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આવો તેના વિષે જાણીએ.

‘Horn OK Please’ પર કોણે રિસર્ચ કરી :

ઝારખંડની રહેવાસી અને દિલ્લી યુનિવર્સીટીની વિદ્યાર્થીની શ્રુતિ શ્રેયા (Shruti Shreya) એ આના પર રિસર્ચ કરી છે. શ્રુતિ શ્રેયા કહે છે કે, પહેલી નજરમાં જોવા પર Horn OK Please વ્યાકરણની દૃષ્ટિ છે અશુદ્ધ લાગે છે. પણ વચમાં લખેલા OK નો શું અર્થ થાય છે? તેને લઈને અલગ અલગ લોકોની પોત-પોતાની માન્યતાઓ છે. પણ મોટાભાગની પ્રચલિત માન્યતા બી જાવિ શ્વયુ દ્ધસાથે જોડાયેલી છે.

Horn OK Please લખવાની શરૂઆત ક્યારથી થઇ?

કહેવાય છે કે, બી જાવિ શ્વયુ દ્ધદરમિયાન સેનાના મોટાભાગના ટ્રકમાં ઇંધણના રૂપમાં કેરો સી નનો ઉપયોગ કરવામાં આવતો હતો. કે રોસી નમાં વધારે પડતી જ્વલનશીલ પ્રવૃત્તિ હોવાને કારણે નાની દુ ર્ઘ ટના થવા પર વિ સ્ફો ટનોભ ય રહેતો હતો. એટલા માટે ટ્રકોની પાછળ Horn Please લખવાનું શરૂ થયું. તેનો અર્થ થાય છે કે, ઓવરટેક કરતા પહેલા ગાડીનો હોર્ન વગાડો અને ઓવરટેકની પરવાનગી મેળવો. તેની વચ્ચે OK લખેલું હોય છે, તેનું ફુલફોર્મ ‘On kerosene’ માનવામાં આવે છે.

Horn Please અને OK બંને અલગ અલગ છે :

થોડું ધ્યાનથી જોવા પર Horn Please અને OK બંને અલગ અલગ જોવા મળશે. બંનેના અક્ષરના માપ અને લખવાની રીતમાં અંતર હોય છે. કેરોસીન પછી હવે ટ્રક ડીઝલથી ચાલવા લાગ્યા છે. હવે ઇંધણ બદલાઈ ગયું છે પણ ડીઝલ પણ જ્વલનશીલ હોય છે, એટલા માટે OK લખવાની પરંપરા શરૂ રહી. જો કે તેની જગ્યાએ OD પણ લખી શકાય છે. કારણ કે આ રીતે ફક્ત વાહનના ઇંધણનો પ્રકાર જણાવવામાં આવે છે.

આ માહિતી ભોપાલ સમાચાર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.